Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટકેટરિના પોતાની ફિલ્મ જોઈને ગભરાઈ ગઈ..!

કેટરિના પોતાની ફિલ્મ જોઈને ગભરાઈ ગઈ..!

Katrina kaif
Share Now

નમસ્તે લંડન:ફિલ્મ જોયા બાદ કેટરીનાને લાગ્યું કે તેની કારકિર્દી અહીં સમાપ્ત થઈ જશે, કહ્યું- મેં મારી બેગ પેક કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ફિલ્મ હિટ થતાં મેં રાહતનો શ્વાસ લીધો

  • ‘કોફી વિથ કરણ’માં ‘નમસ્તે લંડન’ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, તે પહેલીવાર ફિલ્મ જોઇને ગભરાઈ ગઈ હતી
  • કેટરીનાએ કહ્યું, હું મારી બેગ પેક કરતી હતી અને હું નવી કારકિર્દી શોધવા જઈ રહી હતી

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે ફિલ્મ ‘નમસ્તે લંડન’માં અક્ષય કુમારની અપોઝિટ કામ કરીને ઘણી પ્રશંસા મેળવી હતી. પહેલી વખત ‘કોફી વિથ કરણ’માં ‘નમસ્તે લંડન’ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે તે પહેલીવાર ફિલ્મ જોઇને ગભરાઈ ગઈ હતી તેમજ તેને એમ પણ લાગ્યું કે તેની કારકિર્દી અહીં જ સમાપ્ત થઈ જશે. જોકે જ્યારે આ ફિલ્મ હિટ થઈ ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો.

‘નમસ્તે લંડન’ જોઈને કેટરીના ડરી ગઈ હતી
કેટરીનાએ નમસ્તે લંડન વિશે કહ્યું, જ્યારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે હું ડરી ગઈ હતી. વિપુલ (ડાયરેક્ટર)એ મને ફિલ્મ બતાવી અને કહ્યું, તને શું લાગે છે? મેં વિપુલને જવાબ આપ્યો નહીં. જ્યારે કોઈ ડાયરેક્ટર એક્ટ્રેસને ફિલ્મ બતાવે છે તો તમારે તમારો ફિડબેક આપવો જોઈએ. હું ઘરની બહાર નીકળી ગઈ, દરવાજો બંધ કરી દીધો અને વિપુલને કોઈ જવાબ ન આપ્યો. બાદમાં વિપુલના આસિસ્ટન્ટે કેટરીનાને કોલ કરીને જણાવ્યું કે ડાયરેક્ટર કેટરીનાનો ફીડબેક ન મળવાને કારણે ઘણા નિરાશ થયા હતા.

Namste London

કેટરીનાએ ફિલ્મની ખોટી પ્રશંસા કરી હતી
કેટરીનાએ જણાવ્યું હતું કે ‘મેં તેને બોલાવીને કહ્યું, ‘હેલો વિપુલ.’ તેણે પૂછ્યું, તને શું લાગે છે? ‘મેં કહ્યું, સારી, ઘણી સારી ફિલ્મ.’ ‘ઠીક છે બાય, કેટરીનાએ કહ્યું.’ જોકે એ સમયે તેણે લાગ્યું કે આ ફિલ્મ તેની કારકિર્દીનો અંત લાવશે. ‘મેં ફિલ્મમાં મારી જાતને ઘણી વખત જોઈ. તમે જે જુઓ છો તેના પર વિશ્વાસ કરવા લાગો છો. મને એવું લાગ્યું કે લોકો ફિલ્મમાં મને નહીં જોઈ શકે, આ એક ડિઝાસ્ટર છે. જો આ ફિલ્મનો અંત આવી ગયો તો મારું જીવન પણ સમાપ્ત થઈ જશે.’

આ પણ જુઓ : વોટ્સએપ સ્ટેટસે જીવ લીધો?

ફિલ્મની રિલીઝ બાદ ડાયરેક્ટર્સે પણ પ્રશંસા કરી હતી
કેટરીનાએ કહ્યું, હું મારી બેગ પેક કરતી હતી અને હું નવી કારકિર્દી શોધવા જઈ રહી હતી. જોકે જ્યારે ફિલ્મને સફળતા મળી તો તે ‘શૉક’ થઈ ગઈ. આ વિશે તે જણાવે છે કે એ વાસ્તવમાં સારું હતું, એ મારા માટે મહત્ત્વપૂર્ણ હતું, કેમ કે મને લાગ્યું કે એણે મારા વિશે લોકોની ધારણાને બદલી નાખી હતી. આ પહેલી વખત હતું જ્યારે મને ઈન્ડસ્ટ્રીમાંથી આટલા બધા કોલ્સ આવ્યા, ડાયરેક્ટર્સે કહ્યું, મને લાગે છે કે તે ફિલ્મમાં સારું કામ કર્યું છે.

Katrina Kaif 1

‘સૂર્યવંશી’ની સાથે સાથે ‘ફોન ભૂત’માં પણ જોવા મળશે કેટરીના
‘નમસ્તે લંડન’ બાદ કેટરીના ‘વેલકમ’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’, ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘એક થા ટાઈગર’, ‘ધૂમ 3’ અને ‘બેંગ બેંગ’ જેવી ફિલ્મોની સાથે સ્ટારડમ મજબૂત કર્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના હવે રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સૂર્યવંશી’ માં અક્ષય કુમારની સાથે જોવા મળશે. તે સિવાય તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે.

No comments

leave a comment