હિન્દૂ ધર્મગ્રંથ અનુસાર, આ પૃથ્વી પર 51 શક્તિપીઠ (Katyayani Shakti Peeth) હાજર છે. માતા સતીના વિયોગમાં જે સમયે ભગવાન શિવ તાંડવ કરી રહ્યાં હતા તે સમયે સંસારને પ્રલયમાંથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી માતા સતીના શરીરના ઘણાં ટુકડા કરી દીધા હતા. ધરતી પર ઘણી બધી જગ્યાએ માતા સતીના શરીરના અંગો પડ્યા હતા. જે આજે શક્તિપીઠના નામથી પ્રખ્યાત છે. આ તમામ શક્તિપીઠ પૈકી જ એક શક્તિપીઠ છે માતા કાત્યાયની શક્તિપીઠ.
Katyayani Shakti Peeth Vrundavan Uttar Pradesh
આ પીઠ ઉત્તર પ્રદેશના મથુરા નગરમાં સ્થિતિ છે. માન્યતા અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની ભૂમિ શ્રીધામ વૃંદાવનમાં ભગવતી દેવીના વાળ પડ્યા હતા. આ સ્થાન 51 શક્તિપીઠ પૈકી 11 મું પીઠ છે. તેમની રક્ષા માટે અહીંયા ભૈરવનાથ બિરાજમાન છે. તેમને ભૂતેશની સાથે ભૂતેશ્વર નામથી પ્રખ્યાત છે.
અહીં માતાજીનું બીજુ નામ પાતાળ દેવી પણ છે જોકે, માતાના દર્શન મેળવવા પણ અદ્ભૂત છે તેમની માટે ભક્તોએ સીડીઓ ચઢવાની નહીં પણ ઉતરવાની હોય છે. આ જ ખાસ કારણથી માતાને પાતાળ દેવી નામ પણ આપે છે.
માતાજીના દર્શન માટે ભક્તો ભૂતેશ્વર મંદિર પરિસરથી 25 ફૂટ નીચે સીડીઓથી ઉતરવુ પડે છે, ત્યારબાદ માતા ઉમા કાત્યાયની શક્તિપીઠ Katyayani Shakti Peeth) કે પાતાળ દેવીના દર્શન થાય છે. આર્યશાસ્ત્ર, બ્રહ્મવૈવર્ત પુરાણ તથા આદ્યા સ્ત્રોત વગેરે ઘણી જગ્યાએ માતા કાત્યાયની દેવીના આ શક્તિપીઠનો ઉલ્લેખ મળે છે, એટલુ જ નહીં દેવર્ષિ શ્રી વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના 22માં અધ્યાયમાં પણ માતાજીની વાત કરવામાં આવી છે.
कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि।
नन्दगोपसुतं देवि पतिं मे कुरु ते नम:॥
અર્થાત હે કાત્યાયનિ! હે મહામાયે! હે મહાયોગિનિ! હે અધીશ્વરિ! હે દેવિ! નન્દ ગોપના પુત્રને અમારા પતિ બનાવો અમે તમારી અર્ચના તથા વંદન કરીએ છીએ. દુર્ગા સપ્તશતીમાં દેવીના અવતરિત થવાનો ઉલ્લેખ આ પ્રકારે મળે છે,
આ પણ વાંચોઃ- બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે નવલા નોરતાની શરૂઆત-આવો જાણીએ પવિત્ર યાત્રાધામ અંબાજીનો અનેરો મહાત્મય
ભગવાન કૃષ્ણે કરી મહારાસ
કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણને પામવાની લાલસામાં બ્રજાંગનાઓએ તેમના મનની લાલસા પૂર્ણ કરવા હેતુ યમુના નદીના કિનારે વસેલુ રાધાબાગ નામના સ્થાન પર શ્રી કાત્યાયની દેવીની પૂજા કરી, માતાએ તેમને વરદાન આપ્યુ, પણ ભગવાન એક અને ગોપીઓ અનેક, એવુ સંભવ નહોતુ, આથી ભગવાન કૃષ્ણે વરદાનને સાક્ષાત કરવા માટે મહારાસ કર્યુ. ત્યારથી કુંવારા છોકરાઓ અને છોકરીઓ મનપસંદ વર અને વધૂ પ્રાપ્ત કરવા માટે અહીં આવીને માતાજીન પૂજા કરે છે. નોંધનિય છે કે, રાધારાનીએ પણ શ્રીકૃષ્ણને પામવા માટે આ શક્તિપીઠની પૂજા કરી હતી.
ભગવાન કૃષ્ણે કરી માતાજીની પૂજા
સ્થાનિક નિવાસિઓ અનુસાર, ભગવાન કૃષ્ણે કંસ વધ પહેલા યમુના કિનારે માતા કાત્યાયનીને કુળદેવી માનીને માટીની પ્રતિમા બનાવી હતી તે પ્રતિમાની પૂજા કર્યા બાદ ભગવાન કૃષ્ણે કંસનો વધ કર્યો હતો. માન્યતા અનુસાર, જે ભક્તો સાચા મનથી પૂજા કરે છે તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે. નવરાત્રીના અવસર પર દેશ-વિદેશથી લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે અહીં આવે છે, ખાસ કરીને નવરાત્રીના અવસર પર અહીંયા મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4