સોની પર આવતો અમિતાભ બચ્ચનનો KBC 13 (Kaun Banega Crorepati 13) શો એ દર્શકોનો સૌથી પ્રિય શો છે, તેમ કહી શકાય.. : દેવીઓ ઔર સજ્જ્નો એક બાર ફિર સે સ્વાગત હૈ આપકા કૌન બનેગા કરોડપતિ મેં… (Kaun Banega Crorepati 13) લાઇન સાંભળતા જ જાણે બચ્ચન દરેકના ઘરમાં આવીને સ્વાગત કરી રહ્યાં હોય તેમ લાગે, ગમે તેવુ કામ હોય બધુ સાઇડમાં મુકીને દર્શકો પોતાનો ફેવરેટ શો જોવા માટે ટીવીની સ્ક્રિન સામે બેસી જતા હોય છે.
મહાનાયક અમિતાભ બચ્ચને જેટલું નામ બોલીવુડની દુનિયામાં પ્રાપ્ત કરેલુ , તેટલું જ નાના પર્દા પર પણ બનાવ્યુ છે, વર્ષ 2000 માં આ શો ની શરુઆત થઇ, જેમાં અત્યાર સુધી 21 વર્ષમાં 12 સીઝન્સ પણ તઇ ચુક્યા છે. આ 20 વર્ષોમાં ઘણી બધી વસ્તુઓ બદલવામાં આવી છે, લોકો, નિયમો, જનરેશન અને રુલ્સ પણ બદલાયા પણ એક અમિતાભ બચ્ચનને લઇને દર્શકોમાં જોવા મળતો આ અપ્રોચ ક્યારેય નથી બદલાયો.
Image Credit : Srbachachan.tumblr.com
આ શો ફરીથી 23 ઓગસ્ટના રોજ લોકોના ઘર ઘરમાં ફરી એન્ટ્રી મારવા માટે જઇ રહ્યો છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચ્ન દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ શો ફરી જ્યારે ટીવી સ્ક્રિન પર આવી રહ્યો છે, ત્યારે દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ક્યારે અને કેટલા વાગે આવશે કેબીસી?
કોન બનેગા કરોડપતિનું 13 મું સિઝનનું ગ્રેંડપ્રિમિયમ થી પહેલાં, નિર્માતાઓ ના સમ્માનમાં લઘુ ફિલ્મ ત્રીજી 23 ઓગસ્ટથી રાતે 9 વાગે શરુ થશે.
શોને ઓનલાઇન કેવી રીતે નિહાણી શકશો?
જો તમને અમિતાભ બચ્ચનનો શો ઓનલાઇન જોવો છે, તો તેના માટે સોનિ લિવ એપ ડાઉનલોડ કરીને પણ જોઇ શકશો. જેમાં પ્રીમીયમ મેમ્બરશીપ પર તમે આને જોઇ શકો છો. આ સિવાય તમે જીયોટીવી પર પણ આ શોને જોઇ શકો છો.
શો માં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે, જે પ્રમાણે ફાસ્ટર ફિંગર ફર્સ્ટ ના સ્થાન પર ફાસ્ટર ફિંગર ટ્રીપલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કન્ટેસ્ટન્ટને ત્રણ સવાલોના જવાબો નહી આપવાના હોય, ઓછા સમયમાં સાચા જવાબો આપનારા હોટ સીટ પર બેસાડવામાં આવશે. આ સિવાય કોરોના મહામારી માં હટાવી દેવામાં આવેલી લાઇફલાઇન ઓડિયન્સ પોલ લાઇફલાઇન પાછી આવી જશે.
અત્યાર સુધી કર્મવીર સ્પેશયલના સ્થાન પર શાનદાર શુક્રવાર
અત્યાર સુધી કોન બનેગા કરોડપતિમાં 12 સિઝન સુધી દરેક શુક્રવારે કર્મવીર સ્પેશિયલ શો નું પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. જેને બદલીને હવે આ વર્ષે શાનદાર શુક્રવાર નામ આપવામાં આવ્યુ છે. આ શોમાં દેશના જાનીતા માનીતા સેલિબ્રિટિને સામાજિક કાર્ય ગેસ્ટના રુપમાં શામિલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4