Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeભક્તિKayavarohan મંદિરમાં ભગવાન શિવ માનવ શરીરમાં અવતર્યા હતા

Kayavarohan મંદિરમાં ભગવાન શિવ માનવ શરીરમાં અવતર્યા હતા

Kayavarohan
Share Now

જે ચારેય યુગોમાં પ્રસિદ્ધ છે. જે અનેક રુપમાં અવતર્યા છે. સતયુગ માં ઈચ્છાપૂરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરયુગમાં મેઘાવતી તરીકે પ્રખ્યાત થયેલું મંદિર એટલે વડોદરાનું કાયાવરોહણ (Kayavarohan)મંદિર. કાયાવરોહણ એટલે ભગવાન શિવ પોતે અહીં માનવ શરીરમાં અવતર્યા હતા. કાયાવરોહણનો મહિમા પણ એટલો જ નિરાલો છે. જેમણે શિવ સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ભારતના અડસઠ તીર્થમાં ગણાતા કાયાવરોહણ તીર્થક્ષેત્રના ભગવાન લકુલીશજી છે.

कृते ईच्छापुरी नाम त्रेतायां च मायापुरी
द्वापरे मेधावती नाम कलौ कायावरोहणम्

Kayavarohan લકુલીશ મંદિરથી પણ ઓળખાય છે

ભગવાન લકુલીશનું પ્રસિદ્ધ મંદિર વડોદરાના મહાતીર્થ કાયાવરોહણ (Kayavarohan)માં આવેલું છે. જે સ્થળ ખૂબ પવિત્ર માનવમાં આવે છે. કાયાવરોહણ તીર્થમાં ભગવાન લકુલીશની દિવ્ય મૂર્તિના દર્શન થાય છે. ભગવાન લકુલીશનીનું સ્મરણ કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન લકુલીશનું મૂળ મંદિર કાયાવરોહણ ગામમાં હતું. તે ભવ્ય મંદિર કૃપાલ્વાનંદજી સ્વામીની દીર્ઘદ્રષ્ટા અને રમણભાઈ પટેલના સહયોગથી બન્યું છે.

મંદિરનો કોતરણીવાળો પ્રવેશ દ્વાર અને શ્વેત આરસના પથ્થરમાંથી તૈયાર કરાયેલા ભવ્ય મંદિરને જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. ભગવાન લકુલીશની પવિત્ર મુખાકૃતિવાળી શિવલિંગના દર્શન કરતા જ ભક્તો બની જાય છે મંત્રમુગ્ધ. લકુલીશ ભગવાનનું મંદિર અને તેમના મુખાકૃત્તિવાળી શિવલિંગનો ઈતિહાસ પણ રોચક છે .

આ પણ વાંચોઃ- દેવોના દેવ એટલે મહાદેવ: 12 મી સદીનું પૌરાણિક શિવ મંદિર એટલે ગળતેશ્વર મહાદેવ

Kayavarohan મંદિરમાં વિશ્વામિત્ર ઋષિએ તપ કર્યુ હતુ

પ્રાચીનકાળમાં વિશ્વામિત્ર રૂષિએ અહીં તપ કર્યું હતુ. તે સમયે તેમણે બ્રહ્મેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી. દ્વાપરયુગના અંતમાં અને ચાલુ કળિયુગના આરંભ થતાં પહેલા એટલે કે બંને યુગો વચ્ચેના સંધિકાળમાં આ મહાતીર્થમાં ભગવાન શિવજીએ લકુલીશ ભગવાનના રૂપમાં માનવકાયામાં અવરોહણ કરીને અવતાર ધારણ કર્યો હતો.

અવતાર કાર્ય પૂર્ણ કર્યા પછી ભગવાન લકુલીશજી કાયાવરોહણ તીર્થમાં પ્રતિષ્ઠિત બ્રહ્મેશ્વર જ્યોતિર્લિંગમાં વિલિન થયા હતા. ભગવાન લકુલીશજી લિંગના અગ્રભાગમાં મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયા હતા. એટલે જ તો આ મહાતીર્થ કાયાવરોહણના નામથી થયું છે પ્રસિદ્ધ.

આશરે 4500 વર્ષનો સમૃદ્ધ ઈતિહાસ ધરાવતુ આ પૈરાણિક મંદિર. પ્રાચીન પુરાણોમાં કાયાવરોહણને શૈવતીર્થ અને શક્તિપીઠ તરીકે ગણાવ્યુ છે. આ મહાતીર્થમાં ભગવાન શિવજીએ સ્વયં માનવ સ્વરૂપમાં પ્રગટ થઈને તેનું મહત્વ સવિશેષ વધારી દીધું હતુ. આ પ્રસિદ્ધ તીર્થક્ષેત્રમાં મહર્ષિ ભૃગુ, અત્રિ રૂષિ, વિશ્વામિત્ર રૂષિ જેવા કેટલાય ઋષિઓએ અહીં તપ કર્યું છે.

લકુલીશજી મંદિર

ભગવાન લકુલીશજી મંદિરના ગુંબજમાં કરેલી કોતરણી અને ઝળહળતી રોશની સૌ કોઈનું મન મોહી લે છે. વિરાટ શિવલિંગ પર જળાભિષેક કરતા જ જાણે ભક્તો રંગાઈ જાય છે ભક્તિભાવથી. દર્શનાર્થીઓ લકુલીશજીના શરણે આવતા જ અનેરા આનંદમાં આવી જાય છે અને શિવ સંપ્રદાયનું જ્ઞાન કરે છે પ્રાપ્ત ભગવાન લકુલીશે શિષ્યોને યોગદીક્ષા આપી અને યોગ વિદ્યાનો પ્રચાર કર્યો હતો. તેથી મંદિરમાં યોગના આસનો દર્શાવવામાં આવ્યા હતા. મંદિરમાં જ થાય છે અલગ અલગ દેવી દેવતાઓના દર્શન.

યોગનું વિશેષ મહત્વ હોવાથી મંદિર દ્વારા યોગ શિખવાડવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃત્તિની ખોળામાં હવન માટે યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યું છે. દર્શને આવતા યાત્રિકો માટે હીરક વિસામો બનાવવામાં આવ્યો છે. જે પણ યાત્રિક વિસામો કરે તેને યોગનું જ્ઞાન મળી રહે તે માટે યોગના આસન વર્ણવામાં આવ્યા છે.

કાયાવરોહણ તીર્થ ક્ષેત્રને માનવામાં આવે છે બીજું કાશી. ભગવાન લકુલીશ પરની શ્રદ્ધા આખાય ભારતવર્ષમાંથી હજારો શ્રદ્ધાળુઓને કાયાવરોહણ (Kayavarohan) ખેંચી લાવે છે. તો તમે પણ દિવ્ય મુખાકૃત્તિવાળા શિવલિંગને કરો નત-મસ્તક અને મેળવો આશીર્વાદ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment