Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeભક્તિડુંગરની હરોળ અને ગીચ જંગલમાં બિરાજ્યા કેદારેશ્વર મહાદેવ!

ડુંગરની હરોળ અને ગીચ જંગલમાં બિરાજ્યા કેદારેશ્વર મહાદેવ!

Kedareshwar Temple
Share Now

કેદારેશ્વર મહાદેવ:- (Kedareshwar Mahadev Mandir): મહીસાગર જિલ્લાના જોધપુર પાસે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર છે. 700 વર્ષ જૂના આ મંદિરનો ઇતિહાસ પારસમણિ અને અર્જુન વૃક્ષ સાથે જોડાયેલો છે. વર્ષોથી આજદિન સુધી અહી અખંડ દીપ અને અખંડ ધૂણો ચાલે છે. ડુંગરની હરોળ અને ગીચ જંગલમાં બિરાજ્યા કેદારેશ્વર મહાદેવ મંદિરમાં દર સુદ અગિયારસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.

મંદિરની પાસે આવેલા ડુંગરમાં એક પ્રાચીન ગુફા પણ..

મંદિરની પાસે આવેલા ડુંગરમાં એક પ્રાચીન ગુફા પણ આવેલી છે, લોક વાયકા મુજબ અનેક સંતોએ અહી સિધ્ધી પ્રાપ્ત કરી છે. આ જગ્યા તેજસ્વી હોવાનું માનવામાં આવે છે. ઑમ નમ: પાર્વતી પતયે હર હર મહાદેવ હર હર.. મહિસાગરના લુણાવાડાથી 33 કિલોમીટર દૂર આવેલ 700 વર્ષ જૂનું કેદારેશ્વર મહાદેવ મંદિરમાં પૌરાણિકતાની દ્રષ્ટિએ ખાસ છે. આ મંદિર પ્રકૃતિની ગોદમાં આવેલું છે. તેમજ તેનો ઇતિહાસ કથાઓ સાથે સંકળાયેલો છે. 

જુઓ આ વીડિયો: કેદારેશ્વર મહાદેવ’

   

જોધપુર પાસે કેદારેશ્વર મહાદેવ મંદિરની આસપાસ ડુંગર અને ગીચ જંગલ અહી આવતા ભક્તોનું મન મોહી લે છે. ડુંગર પર ચારે કોર કિલ્લો આવેલ છે આ મંદિરના ઇતિહાશ વિષે લુણાવાડાની ઉત્તરે કલેશ્વરીથી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબા વન તરીકે ઓળખાય છે, અહીં પાંડવોએ વસવાટ કર્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન:- (Kedareshwar Mahadev Mandir)

કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે. લોકવાયકા મુજબ  નદીમાં પાંડવોના વસવાટ સમયે ભીમ નાહવા માટે ગયો પરંતુ પાણી ઓછું હોવાથી નદીની વચ્ચે સુઈ ગયો હતો, જેથી પાણી વધારે માત્રામાં ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાયું હતું. કુદરતને ખોળે આવેલા કેદારેશ્વર મહાદેવના દર્શને આવતા ભક્તજનોની મનોકામના પૂરી થાય છે. હજારો ભાવિક ભક્તજનો અહીં આવે છે અહીં દર્શન કરવા આવનાર શિવભક્તો કુદરતી દ્રશ્યોનો પણ આનંદ માણે છે.

ખાસ કરીને ચોમાસાના સમયમાં અહીંયા નયનરમ્ય નજારો જોવા મળે છે. કેદારનાથ મહાદેવમાં લોકો પોતાની મનોકામના પૂરી કરે છે. પ્રકૃતિની ગોદમાં આવેલા શિવાલયમાં સૌ કોઈ માથું ટેકવવા આવે આવે છે.

સ્થાપનાથી આજદિન સુધી અહી અખંડ દીપ અને અખંડ ધૂણો ચાલે છે:- 

કેદારેશ્વર મહાદેવ મંદિરની (Kedareshwar Mahadev Mandir) સ્થાપનાથી આજદિન સુધી અહી અખંડ દીપ અને અખંડ ધૂણો ચાલે છે. મંદિરમાં આવેલી ભગવતીજી, પાર્વતીજી, ગણેશજી, હનુમાનજી અને નંદીની મૂર્તિ પણ અતિ પૌરાણિક છે. દર સુદ અગિયારસના દિવસે અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત બીજી એક લોક વાયકા પ્રમાણે લાલીઓ લુહાર શિવભક્ત હતો, તેના પર ભગવાન શિવજી પ્રસન્ન થઇ અઢળક સંપત્તિનો ધોધ વર્ષાવ્યો હતો. અને તેને પારસમણી મળ્યો હતો જે રાજાને જાણ થતા રજની સેના લાલિયા લવારની પાછળ હતી, જેથી તેણે પારસમણી ઉંડા ધરામાં નાખી દીધો હતો. 

મંદિરની પશ્ચિમે એક સિધ્ધ ગુફા આવેલ છે:-

લાલીયા લવારે આ મંદિર બનાવ્યું હતું મંદિરની પશ્ચિમે એક સિધ્ધ ગુફા આવેલ છે, જેમાં અનેક મહાપુરુષો આ ગુફામાં તપસ્યા કરવા આવતા હતા રઘૂરામ નામના સંતે 12 સિધ્ધિઓમાંની એક સિદ્ધિ આ ગુફામાં બેસીને મેળવી હતી. અત્યારે પણ આ ગુફા જીવંત શીલ હાલતમાં છે .શિવરાત્રી અને જન્માષ્ટમી ના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે.
વીરપુર જમઝર માતાના ડુંગરમાંથી વાઘની બખોલ ધામોદ કેદારેશ્વરના ડુંગરોમાં નીકળે છે તેવું લોકો આજે પણ કે છે શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment