દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટે દેખા દીધાની સાથે અસર દેખાડવાની પણ શરૂ કરી દીધી છે. આ નવા વેરિએન્ટને લઇને દુનિયામાં હાલમાં તો અફરાતફરી મચી ગઇ છે. આ તમામ વચ્ચે આફ્રિકાને પડખે ઉભા રહેવાની વાત કરી છે ભારતે. જી હા તમે સાચુ વાંચી રહ્યા છો. ભારતે આફ્રિકાને મદદ કરવાની જાહેરાત કરી છે. જેમાં વેક્સિન આપવાની વાત છે. ભારતના આ નિર્ણય પર ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન (Kevin Pietersen)નું રિએક્શન સામે આવ્યું છે.
That caring spirit once again shown by India!
The most fabulous country with so many warm hearted people!
Thank you!
cc @narendramodi 🙏🏽 https://t.co/r05631jNBD— Kevin Pietersen🦏 (@KP24) November 29, 2021
Kevin Pietersen એ ભારતના ભરપુર વખાણ કેમ કર્યાં
ભારતના એક નિર્ણયથી ઇંગ્લેન્ડ (England)નો પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન દેશ પર મોહી ગયો છે. ઇંગ્લિશ ખેલાડીએ ભારતના પેટાછૂટા વખાણ કર્યા છે અને વડાપ્રધાન મોદી (Prime Minister Modi)નો આભાર પણ વ્યક્ત કર્યો છે. ભારત સરકાર (Government of India)ના નિર્ણય પર ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને લખ્યુ છે કે, ભારતે એકવાર ફરીથી સંવેદના દાખવી છે. સૌથી ઉત્તમ દેશ, જ્યાં ઉષ્માભર્યા હ્રદયવાળા લોકો રહે છે. આભાર નરેન્દ્ર મોદી
આ પણ વાંચો: IND vs NZ: કીવીના પુછડીયાઓએ બાજી સંભાળી રાખતા પ્રથમ ટેસ્ટ ડ્રો
Kevin Pietersen નિવૃતિ બાદ કરે છે કોમેન્ટ્રી
મહત્વનું છે કે, સાઉથ આફ્રિકામાં જન્મેલા ઇંગ્લીશ ખેલાડી ક્રિકેટ (Cricket)માંથી નિવૃતિ લીધા બાદ સતત ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. પૂર્વ ઇંગ્લીશ ખેલાડી આઇપીએલ કે અન્ય મેચમાં કોમેન્ટ્રી કરવાનું કામ કરે છે.
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4