ફિલ્મ રિલીઝ પહેલાં લીક થઇ જાય તેવુ બને, પણ રિયાલિટી શો ના વિનરનાં નામ પણ રિલીઝ થઇ ગયા તેવુ સાંભળ્યુ છે? ખતરો કે ખેલાડી (Khatron Ke Khiladi 11) નું ફિનાલે હજુ આવ્યુ નથી ત્યાં વિનરનું નામ લીક થઇ ગયુ છે. રોહિત શેટ્ટી હોસ્ટ કરનાર શો 25 /26 સપ્ટેમ્બરનાં રોજ એયર થવાનો છે.
ફિલ્મકાર રોહિત શેટ્ટી હોસ્ટ કરેલ શો ખતરો કે ખેલાડીમાં વિનરનું નામ લીક થઇ ગયુ છે, દિવ્યાંગા ત્રિપાઠી,શ્વેતા તિવારી, રાહુલ વેધ,વરુણ સુદ અને વિશાલ આદિત્ય જેવા ખેલાડીઓ શો માં હતા, જેમાં અર્જુન બિજલાની નું નામ ફિનાલેની ટ્રોફી જીતી લીધી હોય તેમ વાઇરલ થઇ રહ્યું છે. પણ આધિકારીક રીતે શો 26 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થવાનો છે.
ફિલ્મ ક્રિટિક સિલલ કુમારે કર્યું ટ્વીટ
ફિલ્મ ક્રિટિક સિલલ કુમારે આ વાતની જાણકારી ટ્વીટર અકાઉન્ટ પર આપી છે, ખતરો કે ખેલાડી 11 (Khatron Ke Khiladi 11 Winner) શો ને લઇને તેમણે ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે, શો માં અર્જુન બેઝલાની (Arjun Bijlani)એ ટ્રોફી જીતી લીધી છે… આ સિવાય અર્જુનની વાઇફે વીડિયો અને ફોટો શેર કરીને કન્ફોર્મ કરી છે.
#KhatronKeKhiladi11: #ArjunBijlani lifts the trophy!! Congratulations!! #KKK11finale#KKK11 #ColorsTV @Divyanka_T @Thearjunbijlani pic.twitter.com/bEb7Ph1YPq
— salil arunkumar sand (@isalilsand) September 21, 2021
અર્જુન બિજલાનીની વાઇફે જે ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી છે, તેમાં ખતરો કે ખેલાડીની ટ્રોફી પણ છે, જેમાં અર્જુન બિઝલાનીનું નામ લખેલુ છે,
મને તારા પર ગર્વ છે, મારી જાન, હું જાણુ છુ કે તે શું કર્યું છે, તુ દુનિયાની બધી જ ખુશીઓનો હકદાર છે: નેહા સ્વામી
પોસ્ટમાં વાઇફે લખ્યુ છે કે, મને તારા પર ગર્વ છે, મારી જાન, હું જાણુ છુ કે તે શું કર્યું છે, તુ દુનિયાની બધી જ ખુશીઓનો હકદાર છે. આ સિવાય અર્જુન બિજલાનીએ જીત બાદ પાર્ટી પણ રાખી હતી, જેના ફોટોસ અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.
આ પણ વાંચો: Bappi Laheri એ સોશિયલ મીડિયા પર પોતાના વિરુદ્ધની તમામ અફવાઓને નકારી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4