ખેડા (Kheda) જિલ્લાના મહુધા પંથકમાં ગત મોડી રાત્રીના રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે.
Kheda Accident
મહુધા પંથકમાં ગત્ત મોડી રાત્રીના એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં કાર રોડ સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બાદ ટ્રેલરચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કારચાલક અને અન્ય એક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ તમામ લોકો માતાજીનાં દર્શન અર્થે જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલકની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
અકસ્માત સર્જાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ઘસી આવ્યા હતા. સ્થાનિક લોકોએ અકસ્માત બાદ સવાર 6 લોકોને બહાર નિકાળ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2 વ્યક્તિના મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવતાં તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આમ, આ અકસ્માતમાં 4 વ્યક્તિને મોત નિપજ્યા છે. જ્યારે કારચાલક અને અન્ય એક વ્યક્તિ નડિયાદ (Kheda)સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.
માતાજીના દર્શને જતા અકસ્માત નડ્યો
મળતી માહિતી મુજબ, તમામ લોકો મંગળવાર ભરવા સંતરામપુરથી નીકળી આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શને જઇ રહ્યાં હતા. તે દરમિયાન રસ્તામાં અધવચ્ચે અકસ્માત નડ્યો છે. આ અકસ્માતની ઘટનાના પગલે મહુધા પોલીસે કારચાલક જિતુભાઈ ભૂલાભાઈ ભોઈની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ- Yuvika Chaudhary ની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4