માટેલિયા ધરાવાળી ખોડીયાર માતાનું(Khodiyar Mata) ધામ એટલે સૌરાષ્ટ્રના ખોડીયાર માતાનું માટેલ ગામ. સૌરાષ્ટ્રમાં ખોડીયાર માતાના ત્રણ પ્રખ્યાત મંદિર(Khodiyar Mata Mandir) આવેલા છે. મોરબી જીલ્લામાં આવેલા માટેલ ગામમાં મા ખોડલનો મહીમા અપરંમપાર છે. માટેલ મંદિર સાથે જોડાયેલી દંતકથા અકલ્પનીય છે. માતાના દર્શનાર્થે વર્ષે અંદાજિત 7 લાખથી વધુ દર્શનાર્થી ઉમટી પડે છે.
આ મંદિરની તળેટીમાં માટેલિયો ધરો આવેલો હોવાથી અહીંના ખોડીયાર માતાને ધરાવાળા ખોડીયાર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર 700 જેટલા વર્ષ જુનું હોવાનું માનવામાં આવે છે. અહીં મા ખોડીયાર સ્વયંભૂ પ્રગટ થયા હોવાની દંતકથા છે.
ભગવાન શિવે તેને સાત પુત્રી અને એક પુત્રનું વરદાન આપ્યું
દંતકથા મુજબ મોવડીયા ચારણ નામના વ્યક્તિના તપથી પ્રસન્ન થઇ ભગવાન શિવે તેને સાત પુત્રી અને એક પુત્રનું વરદાન આપ્યું હતું. ત્યારબાદમાં ખોડીયાર તેમની 6 બહેનો અને મેરખીયા નામના ભાઈ સાથે અહીં પારણામાં પ્રગટ થયા હતા. આ દંતકથા આટલેથી અટકતી નથી. આ વિસ્તારમાં એક ગાય ચરતી હતી તે કોની છે એ જાણવા માટે એક ગોવાળ ગાયની પાછળ આવ્યો હતો. અને અચાનક કાળા ઉનાળે અહીં ધરો પ્રગટ થયો હતો. અને ગાય એ ધરામાં જવા લાગતા ગોવાળ પણ ગાયનું પૂછડું પકડી ધરામાં પ્રવેશ્યો હતો. ત્યારે આ ગોવાળને મા ખોડીયારના અંદર દર્શન થયા હતા. અને તેમણે ગોવાળને ઝાડના પાન આપ્યા હતા. જે પાન ધરામાંથી બહાર આવતા જ સોનાના થઇ ગયા હતા. ત્યારબાદ અનેક લોકોને અહીં ધરામાં માતાના મગરના દર્શન થયા હોવાનું કહેવાય છે. જ્યારે મુસ્લિમ રાજાઓનું સામ્રાજ્ય હતું ત્યારે એક મુસ્લિમ શાસકે આ ધરામાંથી માતાનું સોનાનું મંદિર કાઢવા અથાગ પ્રયત્ન કર્યા હતા પણ તેમાં સફળતા મળી નહોતી.
Images Courtesy: Google.com
ત બહેનો અને ભાઈ અહીં રમતા હતા ત્યારે,
જાન બાઈ નામથી પ્રગટ થયેલા માતાનું નામ ખોડીયાર કેવી રીતે પડ્યું એ બાબતની પણ દંતકથા છે. સાત બહેનો અને ભાઈ અહીં રમતા હતા ત્યારે ભાઈને સાપ કરડી જાય છે અને વૈદરાજના કહેવા મુજબ સૂર્યોદય પહેલા પાતાળમાંથી અમૃત કુપો લાવીને તેના બે બુંદ ભાઈના મોઢામાં નાખવામાં આવે તો જ તે જીવશે. આથી સાત બહેનોમાં સૌથી મોટા એવા આવળ માતાએ સૌથી નાના એવા જાનબાઈ માતાને પાતાળમાંથી અમૃત કુપો લાવવા આદેશ આપ્યો. આથી જાનબાઈ માતા પાતાળલોકમાં ગયા અને સૂર્યોદય થવાની તૈયારી થવા છતાં જાનબાઈ માતા પરત નહીં પહોચતા આવળ માતાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે આ જાનબાઈ ક્યાં ખોડાઈ ગઈ. બસ આ શબ્દો સાથે જ જાનબાઈ માતાનો પગ ત્યાં ખોડાઈ ગયો અને તરત તેઓ મગર પાર સવારી કરી ધરામાંથી બહાર આવ્યા. ત્યારથી તેમનું નામ ખોડીયાર માતા પડી ગયું. આ દંતકથામાં પ્રમાણે માતા મા ગામના લોકોને એટલી શ્રદ્ધા છે કે આજે પણ માટેલ ગામના લોકોના ઘરે પીવાના પાણીના નળ નથી. આખું ગામ આ ધરાનું જ પાણી પીવે છે અને એ પણ ગાળ્યા વિના જ પીવામાં આવે છે.
જમીન પર દંડવત પ્રણામ કરતા મંદિર સુધી આવે છે
માટેલનું આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. શ્રદ્ધાળું માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લોકો માતાની માનતા પૂરી કરવા ચાલતા કે ખુલ્લા પગે, કે જમીન પર દંડવત પ્રણામ કરતા મંદિર સુધી આવે છે. માત્ર ગુજરાત જ નહીં પણ ભારતભરમાંથી અહીં દરરોજ ભક્તોનો આવે છે. અને માતાના આશીર્વાદ લઇ તેમના જીવનમાં સારામાં સારુ સુખ પ્રાપ્ત કરતા હોવાનો સંતોષ પણ વ્યક્ત કરે છે. તેમાં પણ ખોડીયાર જયંતી, નવરાત્રી, રવિવાર અને મંગળવારે તો માટેલમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે.
શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક એવા માટેલ મંદિરની તળેટીમાં આવેલ પવિત્ર ધરો ભાવિકોનો થાક ઉતારે છે. ભક્તો અહીં હાથ-પગ ધોઈ ત્યારબાદ જ માતાના મંદિર બાજુ પ્રયાણ કરે છે. આસપાસ માતાજીની ચુંદડી અને પ્રસાદ થકી રોજગારી મેળવતા લોકો દુકાનોની સંખ્યા ખૂબ વધી છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધાં રાખતા લોકો ચમત્કારિક ધરાનું પાણી આજે પણ ગાળ્યા વિના પીવે છે. આ અદભુત મંદિરની આસપાસ સરકાર દ્વારા વિકાસ હાથ ધરવામાં આવે તો કદાચ આ માટેલ વિશ્વભરમાં નામના મેળવે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં સ્થિત આ મંદિરને શિવ પંચાયત કહેવામાં આવે છે, જાણો શું છે પૌરાણિક કથા?
આ પવિત્ર યાત્રાધામમાં હાલ 100થી વધુ રૂમોની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જ્યાં ભાવિકો રોકાઈને થાક ઉતારી શકે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને ચા-પાણી અને જમવાની સુવિધા પણ નિશુલ્ક આપવામાં આવે છે. આ સ્થળ પર શ્રદ્ધાળું પોતાના કષ્ટો દૂર થતાં માતાજી ના મોટાં નાદ સાથે સહર્ષભેર જાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4