Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeભક્તિKhodiyar Mataji: સતની જ્યોત સ્વરૂપે વરાણામાં વિરાજમાન છે મા આઈશ્રી ખોડિયાર

Khodiyar Mataji: સતની જ્યોત સ્વરૂપે વરાણામાં વિરાજમાન છે મા આઈશ્રી ખોડિયાર

Khodiyar Mataji Varana
Share Now

આઈશ્રી ખોડિયાર માતાજી વરાણા (Khodiyar Mataji Varana):- જે સતની ઝળહળતી જ્યોત છે…, જે નોંધારાનો આધાર છે…., જે મહેણા ઉપર મેખ મારે છે… જે મગર ઉપર સવારી કરે છે. તે છે મા વરાણાની ખમખારી ખોડલ.

બનાસ અને રૂપેણ નદી વચ્ચેનો સપાટ મેદાનોવાળો પ્રદેશ જે વઢિયાર નામથી ઓળખાય છે…પાટણના વઢિયાર પ્રદેશમાં આવેલું આસ્થાનું સ્થળ એટલે વરાણા… જ્યાં ગામમાં પ્રવેશતા જ ગાય માતાના દર્શન થાય છે…

Khodiyar Mataji Varana નો ઈતિહાસ

ખોડીયાર વરાણામાં બિરાજમાન થવા પાછળની દંતકથા વિશે જાણીએ. જ્યારે સૌરાષ્ટ્રમાં જવા માટે ખોડીયાર માતા નીકળ્યા હતા. ત્યારે વરાણામાં પોતાનો ઉતારો નાખ્યો હતો. ઈ.સ. 1200થી 1300ના સમયગાળામાં ભોળ ગોવાળ નામના ચારણે માતાજીનું મંદિર વરાણામાં બનાવ્યું હતું.

ખોડીયાર માતાજીના પરચાથી ઉત્તર ગુજરાતના અઢારે વર્ણના પ્રજાજનોને માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા છે. ઉત્તર ગુજરાતમાં કોઈના પણ ઘરે દિકરો કે દિકરી ન હોય અને તે માતાજીની માનતા રાખે તો તેમની માનતા માતાજી અચૂક પુરી કરે છે.

Khodiyar Mataji Varana

Khodiyar Mataji Varana

તેના જ કારણે ઉત્તર ગુજરાતમાં કોઈના ઘરે જેને પ્રથમ દિકરાનો જન્મ થાય એટલે તેને સવામણની તલવટ અને નાળિયેર લઈ પચાસથી સો માણસો સાથે દિકરાની માનતા કરવા વરાણા આવે છે.

ઘાણીમાં માતાઓ બહેનો માતાજીના ગીતો ગાતા ઢોલ વગાડતા માં ખોડીયારને ઘાણી ચડાવવા આવે છે. ઘાણીના સમયે એવું દ્રશ્ય સર્જાય છે કે કોઈના દીકરાની જાન જોડાઈ હોય… પ્રાચીનકાળથી સૌ પ્રથમ ઘાણી માતાજીને આહિર સમાજની જ ચડે છે. આવી વર્ષો જૂની પરંપરા આજ પણ ચાલું છે.

આ પણ વાંચોઃ- ભક્તોના રક્ષક બનીને ભગવાન લોટેશ્વર મહાદેવ વિરાજમાન છે!

Khodiyar Mataji Varana જન્મજયંતી

મહા સુદ આઠમ એટલે આઈશ્રી ખોડીયારની જન્મ જયંતી હોવાથી મહા સુદ-બીજથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મોટો મેળો ભરાય છે. આ મેળામાં એટલું માનવ મહેરાણ ઉમટે છે કે, માતાજીના દર્શન કરવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. ખોડીયારમાં એ ઉત્તર ગુજરાતના દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે.

Khodiyar Mataji Varana

Khodiyar Mataji Varana

મા ખોડીયારનું નવું બનાવેલું મંદિર સુંદર કોતરણીથી સજ્જ વિશાળ પરિસરમાં આવેલું છે….નવીન મંદિરના નીજ ભાગમાં ગોખ, શિખરો અને તેની આજુબાજુનો ભાગ સોનાથી મઢવામાં આવ્યો છે.

ખોડીયાર માતાજીના મંદિરની આગળ બાળકોને આનંદ મળે તેવી નાનકડી બજાર આવેલી છે, જ્યાં પ્રસાદી, ખાણી પીણીની દુકાન અને રમકડાની દુકાનો છે.

Khodiyar Mataji Varana

Khodiyar Mataji Varana

મંદિરના પરિસરમાં વૃક્ષો, પક્ષીઓનો કલરવ, મંદિર પરિસરમાં પક્ષીઓના રહેઠાણ અને ચણ માટે એક સાથે અનેક પક્ષીઓ રહે શકે તેવો અદ્ભુત ચબુતરો અને મંદિરની પાછળની બાજુ વિશાળ તળાવ આવેલું છે, જે આ મંદિરની શોભામાં વધારો કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment