જે દુખિયાના દુખ દુર કરે છે, જે મગર ઉપર સવારી કરે છે. અમદાવાદના ઘુમા ગામમાં ભક્તોના રખોપા કરનારા મા ખોડિયાર બિરાજમાન છે. અમદાવાદના ઘુમા ગામમાં ખોડિયાર માતાજી (Khodiyar Temple) નું પૌરાણિક મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિરમાં ખોડિયાર માતાજીની અખંડ જયો પ્રજ્વલિત છે. ખોડિયાર માતાજીનું આ મંદિર અંદાજીત 300 વર્ષ જૂનું છે. ઘુમા ગામમાં બિરાજમાન મા ખોડિયારની પૂજા અર્ચના કરવા તમામ સમુદાયના ભાવિક ભક્તો આવે છે.
Khodiyar Temple ની વિશેષતા
ભગવતી રાજ રાજેશ્વરી મા ખોડિયારની દિવ્ય સ્વરૂપના મૂર્તિના દર્શન કરતા ભક્તો બની જાય છે મંત્રમુગ્ધ. આ પ્રાચીન મંદિરના ગર્ભ ગૃહમાં માતાજીનું મુખ્ય સ્થાનક છે અને ત્યાં જ નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. માતા ખોડિયારને સજાવેલો શણગાર પણ અદભૂત છે.
Khodiyar Temple Ghuma Gam Ahmedabad
સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરની કોતરણી પણ અવર્ણનીય છે. પૂજનીય દેવી મા ખોડિયારનું વાહન મગર હોવાથી મગરની આકૃતિ મંદિરમાં પણ છે. ખોડિયાર મંદિરનું શાંત વાતાવરણ પણ સૌ કોઈ ભક્તનું મન મોહી લે તેવું હોય છે.
ખોડિયાર મંદિરમાં થાય છે તમામ મનોકામના પૂર્ણ
લોકોમાં એવી માન્યતા છે કે, માતા ખોડિયારના શરણે આવનાર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. માતા ખોડિયારના દર્શન કરવા ભાવિક ભક્તો ખોડિયાર જયંતિએ ઉમટી પડે છે.
મંદિર દ્વારા ખોડિયાર જયંતિ ધામધુમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીમાં પણ અહીં માં ખોડિયારની આરાધના કરવા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. કોઈ પણ વ્યક્તિ માતા ખોડિયારનું ખરી શ્રદ્ધાથી સ્મરણ કરે તો તેના તમામ ધાર્યા કામ પૂર્ણ થાય છે તેવી મા ખોડિયાર પર શ્રદ્ધા રહેલી છે.
ભક્તોમાં એવી માન્યતા છે કે, અહીં માં ખોડિયાર સાક્ષાત હાજરા હજુર છે. તો તમે પણ આવો સાક્ષાત હાજરા હજુર બિરાજમાન માતા ખોડિયારના દર્શને (Khodiyar Temple) થઈ જાઓ પાવન. તમામ મંદિરોની અવનવી વાતો જાણવા માટે વાંચતા રહો OTT India Read….
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4