Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકાબુલમાં અફઘાન મૂળના ભારતીય બિઝનેસમેનનું અપહરણ

કાબુલમાં અફઘાન મૂળના ભારતીય બિઝનેસમેનનું અપહરણ

Businessman
Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)ના રાજ બાદ ખરાબ સમાચાર સામે આવવાનો સિલસિલો યથાવત છે. હવે અફઘાનિસ્તાનથી એક ભારતીય બિઝનેસમેન (Businessman)નું અપહરણ થયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ અફઘાન મૂળના ભારતીય નાગરિકનું અપહરણ કરવામાં આવ્યુ છે. આ સાથે જ અફઘાન સેનાના એક સ્નાઇપરને પરિવારની સામે જ ગોળી મારી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

બિઝમેનસમેન (Businessman)નું અપહરણ

મળતી માહિતી મુજબ કાબુલ (Kabul)માં અફઘાન મૂળના એક ભારતીય બિઝનેસમેનનું બંદુકના નાળચે અપહરણ કરવામાં આવ્યુ છે. તેનુ નામ બંસરી લાલ અરેન્દેહી છે. બંસરી શિખ સમાજમાંથી આવે છે. જોકે અત્યાર સુધી એ વાત સામે નથી આવી કે તેનુ અપહરણ કોને કર્યું છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તાલિબાની (Taliban)લડવૈયાઓએ તેનું અપહરણ કર્યું છે.

NEW TALIBAN RULES

આ પણ વાંચો: તાલિબાનની મંજૂરી બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનથી વધુ 21 નાગરિકોને બહાર નિકાળ્યા

મળતી માહિતી મુજબ બંસરીનો પરિવાર દિલ્હી-એનસીઆઆર (NCR)માં રહે છે. સ્થાનિક તપાસ એજન્સિઓએ  તેના અપહરણ અંગેનો કેસ દાખલ કર્યો છે. હાલમાં આ કેસ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતીય વિદેશ મંત્રાલયને પણ આ વાતની જાણકારી આપવામાં આવી છે કે સરકાર આ કેસમાં દખલગીરી કરે. આ ઉપરાંત આ મામલે સહયોગ આપવા અપીલ પણ કરી છે.

વિરોધીઓ પર હુમલો કરી રહ્યું છે તાલિબાન

તાલિબાન વિરોધીઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી રહ્યું છે. હવે તેને અફઘાનિસ્તાનના સ્નાઇપર નૂરની ઘાતકી હત્યા (Murder)કરી છે. પોતાની પ્રથમ કોન્ફરન્સમાં તાલિબાને દાવો કર્યો હતો કે તે અમેરિકા અથવા બ્રિટિશ સેના માટે કામ કરી ચુકેલા કોઇ પણ શખ્સને નુકસાની નહીં પહોંચાડે. બદલાની ભાવનાથી કામ નહીં કરે. પરંતુ તાલિબાન લડવૈયાઓએ આ વચનને ઘોળીને પી જતા નૂરના પરિવારની સામે જ તેની હત્યા કરી નાખી છે. નૂરને ગોળી (Shoot)ઓ મારવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનના સ્નાઇપર નૂર બ્રિટન (Britan)ની ખાસ ફોર્સ માટે કામ કરતો હતો. તે બ્રિટન દ્વારા પ્રશિક્ષિત અફઘાનિસ્તાન યૂનિટ સીએફ 333 નો એક ભાગ હતો. નૂરના યૂનિટ સાથે જોડાયેલા ઘણા લોકો 15 ઓગષ્ટના રોજ કાબુલ એરપોર્ટ પહોંચીને પોતાનો જીવ બચાવીને નાશી છુટ્યા હતા, પરંતુ નૂર ત્યાં જ રહી ગયો હતો.

એક ખાનગી એજન્સિએ જણાવ્યું કે, અફઘાન સ્નાઇપરે હત્યાના એક દિવસ પહેલા જ મદદ માગી હતી. તેઓએ પોતાના એક સાથીને મેસેજ પણ મોકલ્યો હતો કે તેને કાબુલની બહાર નિકળવુ છે. પૂર્વ અફઘાન સરકાર (Afghan Government)માં દુભાષિય માટે કામ કરનારા એક શખ્સે ખાનગી ન્યૂઝને જણાવ્યું કે, નૂરે તેને રવિવારે મેસેજ કરીને મદદ માગી હતી, પરંતુ તે કઇ કરે તે પહેલા જ તેની હત્યા થઇ ગઇ.

ચીન તાલિબાનનું સમર્થન કેમ કરે છે? જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment