હસવું અને રડવું એ વ્યક્તિના જીવનનો એક ભાગ છે, જે આપોઆપ આવે છે. વધુ ખુશીની વાત હોય તો હસવું અને દુઃખની વાત હોય તો રડવું એ માનવીય સ્વભાવ છે, પણ જો કોઈ દેશ તેના પર પ્રતિબંધ મૂકે તો શું થશે તેની કલ્પના તો કરી જુઓ. તમે કદાચ આજ સુધી આ સાંભળ્યું નહીં હોય, પરંતુ 21મી સદીની આ દુનિયામાં આજે પણ એક દેશમાં એક એવોતાનાશાહ (કિમ જોંગ-ઉન) છે જે પોતાના અજીબોગરીબ નિર્ણયને કારણે ચર્ચામાં રહે છે.
કિમ જોંગ ઉન નું નવું ફરમાન
ઉત્તર કોરિયા દેશના સરમુખત્યાર કિમ જોંગ-ઉને આ ફરમાન બહાર પાડ્યું છે. જે મુજબ, આગામી 11 દિવસ સુધી, ત્યાંના લોકો ન તો હસી શકે છે અને ન તો કોઈના મૃત્યુ પર તેઓ વધુ પડતા રડી શકે છે. ડેઈલી મેઈલના સમાચાર મુજબ પોલીસને કડક નિર્દેશ છે કે જો કોઈ આ આદેશોનું ઉલ્લંઘન કરે છે તો તેને જેલમાં ધકેલી દેવામાં આવે.
Image Courtesy: Canva.com
આ પણ વાંચો:અંધારામાં બોયફ્રેન્ડને બોલાવી કર્યું એવું કામ કે હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ
પિતાની પુણ્યતિથિને લઈને કરાયું ફરમાન
હવે તમે વિચારતા હશો કે આ પ્રકારના નિર્ણયનું કારણ શું છે, કિમ જોંગ-ઉને આવો નિર્ણય કેમ લીધો છે, તો તમને જનાવી દઈએ કે, 17 ડિસેમ્બરે કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ-ઇલની પુણ્યતિથિ છે. કિમ જોંગ-ઇલે 1994 થી 2011 સુધી ઉત્તર કોરિયા પર શાસન કર્યું અને હવે કિમ જોંગ-ઇલના ત્રીજા પુત્ર કિમ જોંગ-ઉન દ્વારા શાસન કરવામાં આવે છે.
પુણ્યતિથિ પર દુ:ખમાં ડૂબી રહે દેશ
પુણ્યતિથિ નિમિત્તે આખો દેશ દુ:ખમાં ડૂબી જાય, કોઈ ઉજવણી ન કરે, કોઈ પણ પ્રકારનું દુ:ખ હોય ત્યારે ખુશી વ્યક્ત ન કરી શકે અને કોઈ પણ પ્રકારનું દુ:ખ હોય ત્યારે રડી પણ ન શકે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કિમ જોંગ-ઉને પોતાના સંબંધીને ગોળી મારવા સહિત આવા ઘણા નિર્ણયો લીધા હતા, જેના પર ઘણા પ્રશ્નો ઉઠયા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4