Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝનવમા પ્રયાસે સફળતા : માલ્યાનું 135 કરોડનું કિંગફિશર હાઉસ અંતે 52 કરોડમાં વેચાયું

નવમા પ્રયાસે સફળતા : માલ્યાનું 135 કરોડનું કિંગફિશર હાઉસ અંતે 52 કરોડમાં વેચાયું

Kingfisher House of Vijay Mallya in Mumbai sold to Saturn Realtors for Rs 52 crore in ninth attempt
Share Now

મુંબઈ : ભારતના સૌથી ચર્ચાસ્પદ ભાગેડું લિકર કિંગ વિજય માલ્યા(Vijay Mallya)ની સંપત્તિઓ એક બાદ એક તપાસ એજન્સીઓ વેચી રહી છે. યુનાઈટેડ સ્પિરિટના શેર વેચ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી વિજય માલ્યાના કિંગફિશર હાઉસ(Kingfisher House)ને વેચવાના અથાક પ્રયાસો થઈ રહ્યાં હતા. અંતે આજે મળેલ જાણકારી મળ્યા બાદ માલ્યાના કિંગફિશર હાઉસને ખરીદાર મળી ગયો છે.

Kingfisher airlines collapsed

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનું કિંગફિશર હાઉસને હૈદરાબાદ સ્થિત ખાનગી ડેવલપર્સ સેટર્ન રિયલ્ટર્સે(Saturn Realtors) 52 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કિંગફિશર હાઉસ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) દ્વારા વેચવામાં આવ્યું છે.

Kingfisher House શું છે ?

ભારતની બંધ થઈ ગયેલ એરલાઈન્સ કિંગફિશરની મુખ્ય ઓફિસનું નામ છે કિંગફિશર હાઉસ(Kingfisher House). માલ્યાની એરલાઇન કંપની હવે બંધ થઈ ગઈ છે. SBIની આગેવાની હેઠળના લેણદારોના સમૂહે ભાગેડુ ઉદ્યોગપતિ પાસે 10,000 કરોડથી વધુની રકમ લેણી બાકી નીકળે છે. મિલકતનો વિસ્તાર 1586 ચોરસ મીટર છે, જ્યારે પ્લોટ એરિયા 2,402 ચોરસ મીટર છે. ઓફિસ બિલ્ડિંગમાં બેઝમેન્ટ અને ફ્લોર છે. મહત્વની વાત એ છે કે ટ્રીબ્યુનલે આ સંપત્તિ માટે વેચાણ અનામત કિંમત એટલેકે બેઝ પ્રાઈસ 135 કરોડ રૂપિયા રાખી હતી. કોઈ ખરીદાર ન મળતા અંતે આ મિલકત બેઝ પ્રાઈસના પણ ત્રીજા ભાગે વેચવાની ફરજ પડી છે.

આ પણ વાંચો : લ્યો બોલો…. હવે પિઝા, કોફી, આઈસક્રીમ પણ બિટકોઈનથી ખરીદી શકશો…!!!

માર્ચ, 2016માં વેચવાનો પ્રથમ પ્રયાસ

કોઈને પણ સવાલ થાય કે 135 કરોડની બેઝ પ્રાઈસ છતા કિંગફિશર હાઉસને કેમ માત્ર 52 કરોડમાં વેચવામાં આવ્યું ? જોકે તેનો જવાબ છે કે એને કોઈ ખરીદાર નહોતું મળી રહ્યું. હાઉસને વેચવાના ઘણા પ્રયત્નો પછી પણ ધિરાણકર્તા ખરીદનાર ન મળતા અંતે જે મળ્યાં તેમાં રોકડી કરી છે.

ચોંકાવનારી વાત એ છે કે કિંગફિશર હાઉસ(Kingfisher House)ની હરાજી 8 વખત નિષ્ફળ રહી હતી. ધિરાણકર્તાઓમાં જાહેર ક્ષેત્રની બેન્કો સહિત નાણાંકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. કિંગફિશર હાઉસની માર્ચ 2016માં પ્રથમ વખત હરાજી કરવામાં આવી હતી. મિલકતની કિંમત 150 કરોડ રૂપિયા અનામત રાખવામાં આવી હતી, પરંતુ હરાજી નિષ્ફળ રહી હતી.

કિંગફિશર એરલાઇન્સ 2012માં જમીન પર પછડાઈ

Vijay Mallya and Kingfisher House

વિજય માલ્યાની એરલાઇન કંપની કિંગફિશર એરલાઇન્સ, 2012થી બંધ છે. બેંકો પાસે લોન લઈને પરત ન ચૂકવતા માલ્યા પર ગાળિયો કસાઈ રહ્યો તેવામાં જ માલ્યા લંડન ભાગી ગયો. ત્યારબાદ તેના પ્રત્યાર્પણની હરસંભવ પ્રયાસ ભારત સરકાર કરી રહી છે. માલ્યાને ભારતમાં વિલફુલ ડિફોલ્ટર અને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.

કિંગફિશર હાઉસ(Kingfisher House) વિલે પાર્લ સ્થિત છે, જે મુંબઈ એરપોર્ટ નજીક છે. રિયલ્ટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં આ મિલકતને વિકસાવવાનો કોઈ અવકાશ નથી કારણ કે તે મુંબઈ એરપોર્ટની હદમાં સ્થિત છે.

આ પણ વાંચો : ગાડીઓની સ્ક્રેપેજ પોલિસીથી કોને-શું ફાયદો થશે? ગ્રાહકોને કે તમને શું મળશે આ પોલિસીથી?

બ્રિટિશ કોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા

26 જુલાઇએ યુકેની એક કોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો હતો. આ આદેશથી ભારતીય બેન્કો હવે વિશ્વભરમાં માલ્યાની સંપત્તિ સરળતાથી જપ્ત કરી શકશે. ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળની ભારતીય બેંકોના સંગઠને માલ્યા વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં અરજી કરી હતી. માલ્યા પાસે લંડન હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ કરવાની કોઈ તક નથી.

Vijay Mallya Kingfisher Collapsed

માલ્યાની માલિકીના શેર વેચી 7200 કરોડ વસૂલ્યા

બેંકો સહિતના ધિરાણકારોએ વિજય માલ્યાના શેર વેચીને કિંગફિશર એરલાઇન્સને બાકી રહેલા 10,000 કરોડ રૂપિયામાંથી 7250 કરોડની વસૂલાત કરી હતી. 23 જૂન, 2021ના ​​રોજ યોજાયેલી આ હરાજીમાં એસબીઆઈની આગેવાનીવાળી બેંકોએ યુનાઈટેડ બ્રુઅરીઝ લિમિટેડ, યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ અને મેકડોનાલ્ડ હોલ્ડિંગ્સ લિમિટેડમાં માલ્યાના શેર વેચ્યા હતા. રિકવરી અધિકારીએ બ્લોક ડીલમાં 4.13 કરોડ યુનાઇટેડ બ્રુઅરીઝ, 25.02 લાખ યુનાઇટેડ સ્પિરિટ્સ અને 2.2 મિલિયન મેકડોનાલ્ડ હોલ્ડિંગ્સન શેર વેચ્યા હતા.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment