નવી દિલ્હી : ભારતીય કોર્પોરેટ જગતના સૌથી જુના પારિવારીક બિઝનેસ સમૂહમાંથી એક કિર્લોસ્કર કંપનીના માલિકો વચ્ચે વિવાદ છેડાયો છે. 130 વર્ષ જુના કિર્લોસ્કર કંપનીના વારસા બાબતે કિર્લોસ્કર ભાઈ વચ્ચે વિખવાદ(Kirloskar Brothers Dispute) પેદા થયો છે અને મામલો હવે કોર્ટે પહોંચ્યો છે.
સંજય કિર્લોસ્કરની આગેવાનીવાળી કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડે આરોપ લગાવ્યો છે કે, તેના ભાઈઓ અતુલ અને રાહુલની નેજા હેઠળની કંપનીઓ તેના 130 વર્ષના વારસાને છીનવવા અને જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો(Kirloskar Brothers Dispute) કરી રહ્યા છે.
જો કે, બીજા પક્ષે આવા આરોપોને નકાર્યા છે. પરિવારમાં વિવાદ ઘેરાયો તે વચ્ચે કેબીએલે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે, કિર્લોસ્કર ઓઈલ ઈન્જન્સ (KOL), કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KIL), કિર્લોસ્કર ન્યૂમેટિક કંપની (KPCL) અને કિર્લોસ્કર ફેરસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KFIL)એ કેબીએલની વિરાસતને છીનવવા અથવા દબાવવાના પ્રયત્નો કર્યા છે.
Kirloskar Brothers Disputeમાં લેટર બોમ્બ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તે સિવાય તેમણે કેબીએલના વારસાને પોતાના વારસા તરીકે દર્શાવવાના પ્રયત્નો કર્યા છે. આ બાબતે કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ લિ.ના પ્રવક્તાએ કહ્યું કે, કેબીએલના સેબીને પત્રમાં ઘણાં પ્રકારની તથ્યપૂર્ણ ભૂલો છે. પ્રવક્તાએ કહ્યું કે, સંપૂર્ણ સર્કયુલરમાં ક્યાંય કેબીએલનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. કિર્લોસ્કર બ્રધર્સના વારસાને છીનવવાના પ્રયત્નો તો દૂરની વાત છે.
આ પણ વાંચો : અધધ….. બેંકો-વીમા કંપનીઓ 50,000 કરોડની રકમ નધણિયાત, ક્યાંક આ પૈસા તમારા તો નથી ને….
આ અગાઉ 16 જુલાઈએ અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી પાંચ કંપનીઓએ પોતાના સંબંધિત બિઝનેસ માટે નવેસરથી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કંપનીઓ માટે નવી બ્રાન્ડની ઓળખ અને રંગોની જાહેરાત કરવામાં આવી હતી, સાથે જ નવા કિર્લોસ્કર લોગો પણ અપનાવવામાં આવ્યા હતા.
આ જાહેરાતના સમયે કહેવામાં આવ્યું હતું કે, તે રંગ 130 વર્ષ જુના નામના વારસાને દર્શાવે છે. કેબીએલે તે અંગે વાંધો રજૂ કરતા સેબીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કેઓએલ, કેઆઈએલ, કેપીસીએલ અને કેએફઆઈએલની સ્થાપના ક્રમશઃ 2009, 1978, 1974 અને 1991માં થઈ છે અને તેનો વારસો 130 વર્ષ જુનો નથી.
કિર્લોસ્કર ભારતનું જુનું ગૃપ છે :
મોટર પમ્પની બ્રાંડ આઈકોન ગણાતી કિર્લોસ્કર ભારત જ નહિ દેશ-વિદેશમાં અનેક કારોબાર ચલાવે છે. સિંચાઈ માટેના પંપ સેટ, પાણીની મોટર વગેરે માટે કિર્લોસ્કર એક વિશ્વવિખ્યાત બ્રાંડ છે. કિર્લોસ્કર સમૂહના વિશ્વભરમાં કુલ 14 કારખાના છે. કિર્લોસ્કર બ્રધર્સની કંપનીઓ અંદાજે દોઢ લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુ વેલ્યુએશન ધરાવે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4