એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા પ્રખ્યાત દિગ્ગજ સુપરસ્ટાર કિશોર કુમાર (Kishore Kumar) એક એવું નામ છે જેમની પરિભાષાનો કોઈ અંત નથી. તે છતાં પણ ઓછા શબ્દમાં વાત કરીએ તો તે અભિનેતા, ગાયક, નિર્દેશક, પ્રોડ્યૂસર, મ્યૂઝિક ડાયરેક્ટર તથા ખૂબ જ સારુ વ્યક્તિત્વ ધરાવતા હતા. કિશોરે ફિલ્મ જગતમાં એવા સરસ ગીતો ગાયા છે જે આજે પણ લોકોના દિલમાં વસેલા છે. કિશોર કુમારે તેમના અવાજથી ઘણા સ્ટાર્સને સુપરસ્ટાર બનાવ્યા હતા. આજે તેમની પુણ્યતિથિ પર તેમના જીવનના કેટલાક કિસ્સા વિશે જાણીશું…
Kishore Kumar ની પુણ્યતિથિ પર ભાઈ અશોકનો જન્મદિવસ
દુર્ભાગ્યવશ આજે અશોક કુમારનો જન્મદિવસ છે તથા તેમના ભાઈ કિશોર કુમાર (Kishore Kumar)ની પુણ્યતિથિ પણ છે. નોંધનિય છે કે, 13 ઓક્ટોબર 1987 એ તેમનું મૃત્યુ થયા હતા. કિશોર કુમારે ક્યારેય પણ સંગીતની ટ્રેનિંગ નહોતી લીધી તે છતાં પણ તે ઈન્ડસ્ટ્રીના ટોચના ગાયક કલાકારમાં ગણતરી થાય છે.
IMAGE CREDIT: GOOGLE
કિશોર કુમારના મોટા ભાઈ અશોક કુમારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, બાળપણમાં કિશોરનો અવાજ ફાંટેલા સ્પીકર જેવો હતો, પણ એકવાર તેમનો પગ શાક કાપનારા કટરથી કપાઈ ગયો. ડોક્ટર્સે આંગળીની સારવાર તો કરી દીધી પણ કિશોરનો દુઃખાવો ઓછો ના થયો. તે ઘણા દિવસો સુધી દુઃખાવાના લીધે બૂમો પાડતા હતા. આ ઘટનાના લીધે તેમનું રિયાઝ સારુ એવું થઈ ગયુ અને અવાજ જ બદલાઈ ગયો. કિશોરનો આ નવો અવાજ આ દુર્ઘટનાની દેન હતી.
આ પણ વાંચોઃ- કિંગ ખાન પર અખિલ કાત્યાલની કવિતા વાયરલ થઈ, ફિલ્મી દુનિયાની ટોપ 10 ખબરો
Kishore Kumar ની કરિયર વિશે વાતચીત
કિશોરે (Kishore Kumar) પોતાના ફિલ્મી કરિયરમાં 600થી વધારે હિન્દી ફિલ્મો માટે પોતાનો અવાજ આપ્યો હતો. તે ઉપરાંત તેમણે, બંગાળી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી તથા ઉડિયા ફિલ્મોમાં પણ પોતાના રસપ્રદ અવાજના માધ્યમથી શ્રોતાને ભાવ વિભોર કર્યા હતા.
કિશોર કુમારે ઘણા એક્ટર્સને પોતાનો અવાજ આપ્યો હતો. મતલબ કે ડબિંગ કર્યુ હતુ. પરંતુ કેટલાક અવસર પર મોહમ્મદ રફીએ તેમના માટે ગીતો ગાયા હતા. રસપ્રદ વાત એ છે કે, મોહમ્મદ રફી, કિશોર કુમાર માટે ગીતો ગાવા માટે ફક્ત એક રુપિયો મહેનતાણું લેતા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4