દિવાળી અને ફટાકડા આ બંને શબ્દો હંમેશા એકસાથે વપરાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફટાકડાની શરૂઆત ક્યારે અને કયા થઇ? અને ફટાકડા ભારતમાં કેવી રીતે પહોંચ્યા? તો ચાલો જાણીએ દિવાળીના અવસરે ભારતમાં ફટાકડાના આગમનના ઇતિહાસ વિશે.
ચીનમાં થઈ હતી શરૂઆત
ઈતિહાસકારોના મતે ફટાકડાની ઉત્પત્તિ ચીનમાં થઈ હતી. ફટાકડાની શરૂઆત છઠ્ઠી સદીમાં થઈ હતી. પરંતુ ફટાકડાની શોધ પાછળ અકસ્માત હોવાનું કહેવાય છે. વર્ષો પહેલા ચીનમાં એક એવી ઘટના બની હતી જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હતો. હકીકતમાં, જ્યારે ચીનમાં એક રસોડામાં રસોઈયાએ સોલ્ટપીટર એટલે કે પોટેશિયમ નાઈટ્રેટને આગમાં ફેંકી દીધું, ત્યારે આગની જ્વાળાઓ અને પછી સલ્ફર અને કોલસા સાથે ભળીને અહીં વિસ્ફોટ થયો. તે પ્રસંગ હતો જ્યારે ફટાકડા ફોડવાની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Pop-Pop એ લીધો જીવ, દિવાળીનો તહેવાર સુરતના આ પરિવાર માટે બન્યો માતમ
13મી સદી પછી ફટાકડા ચીનમાંથી બહાર આવ્યા અને 15મી સદી સુધીમાં ફટાકડા ભારતમાં પ્રવેશ્યા. તેથી, ભારતમાં ફટાકડાનો ઈતિહાસ 15મી સદી કરતાં પણ જૂનો હોવાનું કહેવાય છે. એટલા માટે ભારત ફટાકડા બનાવવામાં બીજા ક્રમે આવે છે. તમે હંમેશા ફટાકડાના પેકેટને શિવકાશીને છપાયેલી જોઈ હશે. આવો તમને જણાવીએ કે ફટાકડાના પેકેટ પર શા માટે શિવકાશી લખવામાં આવે છે.
તામિલનાડુમાં ફટાકડાની 8000 ફેક્ટરીઓ
વાસ્તવમાં શિવકાશી એ દક્ષિણ ભારતમાં તમિલનાડુના એક શહેરનું નામ છે. જે ચેન્નાઈથી માત્ર 500 કિમી દૂર છે. ભારતના મોટાભાગના ફટાકડા આ શહેરમાં બને છે. તમિલનાડુના આ શહેરમાં ફટાકડાની લગભગ 800 ફેક્ટરીઓ છે. જ્યાંથી દેશના કુલ ઉત્પાદનનો 80 ટકા હિસ્સો તૈયાર થાય છે. ફટાકડાના વ્યવસાય સાથે લાખો લોકો સંકળાયેલા છે. તેથી દરેક દિવાળીના અવસર પર ફટાકડાનું વિશેષ મહત્વ હોય છે. ફટાકડા આ તહેવારમઆ રોનક લાવે છે, બાળકો હોય કે મોટાઓ, દરેક ફટાકડા ફોડીને આ તહેવારની ઉજવણી કરે છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4