રોટલી જયારે હાથથી બનવામાં આવે અને મશીનમાં બનવામાં આવે એ બંને માં કોઈ ફર્ક ખરો? હા ફર્ક હોય જ ને… મમ્મી પોતાના હાથે જે રોટલી બનાવે એની નરમાશ જ કઈક અલગ હોય. એમાં માતાના હાથનો પ્રેમ ઉમેરાય છે. એવી જ રીતે હસ્તકળાની વાત જ કઈક અલગ છે. ભારત દેશમાં વિવિધતા ધરાવતી હસ્તકળાઓ જોવા મળે છે. ત્યારે આ આદિવાસી કળા (tribal arts) અત્યારે અલગ અલગ એક્ઝીબીશનમાં જોવા મળતી હોય છે. ત્યારે વસ્ત્રાપુરના અમદાવાદ હાટમાં આ પ્રકારના એક્ઝીબીશનનું અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે તારીખ 1-4 ઓક્ટોમ્બર સુધી અલગ અલગ પ્રકારની હસ્ત કળાઓનું એક્ઝીબીશન રાખવામાં આવ્યું હતું. જેમાં અદભુત કળાને તમે નીરખી શકો છો.
જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition
ચર્મ ચિત્રકારી કળા
તમને આ વસ્તુઓ જોઇને એવું લાગશે કે કોઈ કાગળ પર અલગ અલગ ચિત્ર દોરવામાં આવ્યા હોય. પણ તમને નવાઈ લાગશે કે આ એક ચામડું છે અને ચામડા પર આ ચિત્રકારી કરવામાં આવી છે. આ એક આંધ્રપ્રદેશની કળા છે. ચામડાનું કાગળ જેવું એકદમ પાતળું થર બનાવી, તેના પર મોર, હાથી, ગોપી, કમળ જેવી ટ્રેડીશનલ ડીઝાઇન દોરવામાં આવે છે. અને પછી તેમાંથી અલગ અલગ તોરણો, નાઈટ લેમ્પ સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ બનાવાય છે. આ પ્રકારના નાઈટ લેમ્પ ઘરને એકદમ સુંદર અને ટ્રેડીશનલ લુક આપે છે.
જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition
ઢોકરા કળા
ગુજરાતમાં ઢોકળા એટલે ખાવાની એક વાનગી છે પણ છતીસગઢમાં ઢોકરા નામની એક આદિવાસી કળા (tribal arts) છે. આ કાળમાં આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો અલગ ધાતુમાંથી સુંદર પ્રકારની મૂર્તિઓ બનાવે છે. આ પ્રકારની મૂર્તિઓ પ્રાચીન સમયથી બનવવામાં આવે છે. પોતાના હાથ વડે એક એક મૂર્તિઓને ઘડવામાં આવે છે અને એક સુંદર અને રમણીય આકાર આપવામાં આવે છે.
જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition
કોપર બેલ કળા
ગુજરાતમાં આવેલ કચ્છ એ કળાઓનો ખજાનો છે. અહી લોકોના નસ નસમાં કળા વહે છે તેવું કહીએ તો પણ ચાલે… આ બેલ પાંચ અલગ અલગ ધાતુઓમાંથી બનવવામાં આવે છે. જેથી તેમાંથી અલગ અલગ અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રકારના બેલમાંથી વિન્ડ ચાઈમ્ઝ બનવવામાં આવે છે. એટલે જયારે પણ તમે તેને તમારી છત પર લગાવો છો, ત્યારે તેમાંથી એક સરસ ટયુન વાગે છે.
આ પણ વાંચો:આવી એરીંગ્સ તમે પહેલા ક્યાંય નહીં જોઈ હોય…
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4