ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધનતેરસના બીજા દિવસે અને દિવાળીના આગલા દિવસે કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાનના પશ્ચિમી રાજ્યોમાં ઉજવવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાલી એટલે મહાકાળી માતા. આ તહેવારની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક લોકવાયકાઓ છે. આવો જાણીએ કાલી ચૌદસ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે!
કાળી ચૌદસની પૌરાણિક કથા
લોકવાયકા મુજબ, ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, મા કાલિએ રાક્ષસોનો નાશ કર્યો હતો, અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો. બીજી એક કથા પ્રમાણે, રંતિ દેવ નામનો એક રાજા હતો, રાજા આદર્શ હતો પરંતુ અજાણતા રાજાએ કેટલાક પાપ કર્યા હતા જેના કારણે તેને શ્રાપ મળ્યો, અને તેની મૃત્યુનો સમય નજીક આવી ગયો. રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા અને આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા અને યમદૂત સાપના રૂપમાં મહેલમાં પ્રવેશ્યા, પરંતુ પ્રકાશની ચમકથી સાપની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો હતો. અને રાજાનો જીવ બચી ગયો હતો.ત ત્યારબાદ સાપે યમદૂતના રૂપમાં દર્શન આપ્યા ત્યારે રાજાએ તેના પાપ વિશે પૂછ્યું હતું. ત્યારે યમદૂતે જવાબ આપ્યો કે એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો. આ તમારા પાપોનું ફળ છે, રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માંગ્યો. યમદૂતે રાજાને એક વર્ષનો સમય આપ્યો.
આ પણ વાંચો:જાણો દીવડાનો પર્વ ઉજવવાની તારીખ અને શુભ મુહૂર્તો!
મહાકાળી માં ના આશીર્વાદથી મળે છે સફળતા
કાળી ચૌદસના દિવસે મહાકાળી માં ના આશીર્વાદ મેળવવાથી સફળતા મળે છે, સત્યનો વિજય થાય છે. કાળી ચૌદસને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં, આ દિવસે બધા લોકો સવારે વહેલા ઉઠે છે અને કચરો લગાવીને સ્નાન કરે છે, એવું માનવામાં આવે છે કે શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. બધી સ્ત્રીઓ સરસ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જાય છે. કાળી ચૌદશના દિવસે લોકો હનુમાનજીના મંદિરે પણ જતા હોય છે. અને હનુમાન દાદાને તેલ,કાળા અળદ,અને સિંદૂર ચડાવીને પૂજા કરે છે. ગુજરાતમાં કેટલીય જગ્યાએ રાત્રે ઘરમાંથી કકળાટ કાઢવાની પ્રથા પણ રહેલી છે. મહારાષ્ટ્રમાં કાળી ચૌદશના દિવસે દૂધ પૌઆ અને સાકર સેવ ખાવાની પ્રથા રહેલી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4