અંગ્રેજોના જમાનામાં જ્યારે લડાઈ ગોળીઓ અને બંદૂકોથી થતી હતી, અનેક પ્રકારના આધુનિક શસ્ત્રો આવી ગયા હતા, જે શત્રુને દારૂગોળાથી ખતમ કરી નાખતા હતા. તે સમયે એક આદિવાસી નાયકે તીર-કમાનના જોરે અંગ્રેજોના છક્કા છોડાવ્યા હતા. ધરતી આબા તરીકે ઓળખાતા બિરસા મુંડા આજે પણ આદિવાસીઓના હૃદયમાં જીવંત છે, લોકો આજે પણ તેમના દ્વારા નિર્મિત ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે, આદિવાસી સમાજ તેમને ભગવાનની જેમ પૂજે છે, અથવા તો ભગવાન એમજ કહીએ કે તેઓ ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખાય છે.
15 નવેમ્બર 1875ના રોજ થયો હતો
1857 નો બળવો, જેને આપણે દેશની આઝાદીના પ્રથમ યુદ્ધ તરીકે જાણીએ છીએ, તે ઘણા કારણોસર નિષ્ફળ ગયો હતો. જો કે તે પછી પણ આંદોલનકારીઓનો જુસ્સો ઓછો થયો ન હતો, પરંતુ અંગ્રેજ સરકાર આંદોલનને કચડી નાખવામાં કોઈ કસર છોડવા માંગતી ન હતી. આ અસફળ ક્રાંતિના 18 વર્ષ પછી, 15 નવેમ્બર 1875 ના રોજ, બિહાર (હાલનુ ઝારખંડ) ના ખુંટી જિલ્લાના ઉલ્હાટુ ગામના ગરીબ ખેડૂતના ઘરે બિરસા મુંડાનો જન્મ થયો, જેમણે સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપી. પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ બિરસા મુંડાનું ધ્યાન અંગ્રેજોની બર્બરતા અને તેમના સમાજના લોકોની દયનીય સ્થિતિ તરફ ગયું.
આ પણ વાંચો:જ્યારે બોડીગાર્ડે વડાપ્રધાન પર ચલાવી હતી ગોળીઓ, જાણો ઈન્દિરા ગાંધીની અંતિમ ક્ષણની કહાની
19 વર્ષની ઉંમરમાંજ કર્યું આંદોલન
19 વર્ષની ઉંમરે, બિરસા મુંડાએ તમામ મુંડાઓને આંદોલન કરવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું. 1 ઓક્ટોબર 1894ના રોજ, કર માફ કરવાની માંગ માટે આંદોલન કરનારા બિરસા મુંડાની 1895માં ધરપકડ કરવામાં આવી હતી. છોટાનાગપુર પઠારના વિસ્તારમાં દુષ્કાળ અને ભયંકર રોગચાળાના સમયમાં બિરસા મુંડાએ લોકોની એટલી સેવા કરી કે લોકો તેમને મહાપુરુષ માનતા હતા, બાદમાં તેમને ધરતી આબા અને ભગવાનનો દરજ્જો મળ્યો હતો.
તીર અને કમાનના દમ પર અંગ્રેજોના છક્કા છોડાવ્યા
અંગ્રેજો સામેની લડાઈમાં, તે સમયે આદિવાસી સમુદાયના લોકો તેમના પરંપરાગત હથિયારોનો ઉપયોગ કરતા હતા, જેમાં તીર-કમાન તેમનું મુખ્ય હથિયાર હતું. આ તીર-ધનુષ્યના કારણે આદિવાસીઓએ ગેરિલા યુદ્ધ દ્વારા અંગ્રેજોના છક્કા છોડાવ્યા હતા. ઓગસ્ટ 1897માં, બિરસા મુંડા તીરોથી સજ્જ અને લગભગ 400 સૈનિકોએ ખુંટી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
25 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
વર્ષ 1898 માં, ટાંગા નદીના કિનારે આદિવાસીઓ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું, જેમાં આદિવાસી લડવૈયાઓએ અંગ્રેજી સેનાના દાંત ખાટા કર્યા હતા. જો કે, બાદમાં અંગ્રેજોએ ઘણા આદિવાસીઓની ધરપકડ કરી હતી. બિરસા મુંડાની 3 ફેબ્રુઆરી 1900ના રોજ બ્રિટિશ આર્મી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, એવું કહેવાય છે કે બિરસા મુંડાનું મૃત્યુ તેમના ચાર મહિના જેલવાસ દરમિયાન કોલેરાને કારણે થયું હતું. તેમણે રાંચીની જેલમાં અંતિમ શ્વાસ લીધા.
15 નવેમ્બરના રોજ આદિજાતિ ગૌરવ દિવસની જાહેરાત કરવામાં આવી હતી
તાજેતરમાં, કેન્દ્ર સરકાર દ્વારા 15 નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો તમે નથી જાણતા તો જાણી લો કે આદિવાસીઓમાં 15 નવેમ્બરની તારીખનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન બિરસા મુંડાનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે સરકારે હવે બિરસા મુંડાની જન્મજયંતિને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
દસ રાજ્યોમાં મ્યુઝિયમ ખુલશે
15 નવેમ્બરના રોજ, વડા પ્રધાને ઝારખંડના રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ ગાર્ડન કમ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભારતની આદિવાસી પરંપરાઓ અને તેની વીરતાની ગાથાઓને વધુ અર્થપૂર્ણ અને ભવ્ય ઓળખ આપવામાં આવશે. વિવિધ રાજ્યોમાં દસ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના સંગ્રહાલયો ખોલવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4