Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeવાસ્તુ શક્તિશું તમારા ઘરમાં પોઝીટીવ-નેગેટીવ શક્તિનો પ્રવાહ બરાબર વહે છે?

શું તમારા ઘરમાં પોઝીટીવ-નેગેટીવ શક્તિનો પ્રવાહ બરાબર વહે છે?

Share Now

આજના આધુનિક સમયમાં તમામ ટેકનોલોજી સાથે જે રીતે બિલ્ડીંગ બાંધકામમાં દુકાન, ઓફિસ, ઘર ની રચનાઓ થઈ રહેલ છે. તે રીતે તેને આજના સમયમાં પૌરાણિક વાસ્તુશાસ્ત્રના ( Vastushastra ) સિદ્ધાંતોનો અમલ કરવા અથવા કરીને સુખ સમૃદ્ધિ શાંતિ મેળવવી અઘરી બની જાય છે.  તેથી સામાજિક આર્થિક શારીરિક સમસ્યા માં અદભુત વધારો થયેલ છે. સાથોસાથ સામાજિક આધુનિકરણ થયેલ છે. પરંતુ ભારતીય સંયુક્ત કૌટુંબિક વ્યવસ્થામાં પરિવર્તન થયેલ, તેનાથી ભારતીય સંસ્કૃતિનું પતન જોવા મળે છે. જે આજના સમયમાં બચાવવું અનિવાર્ય બને છે. ત્યારે દરેક જણે વાસ્તુની સમજ કેળવવી જરૂરી બને છે. ( Vastushastra )જેથી તેનાથી મળતા પોઝિટિવ કાયદાનો લાભ મેળવી શકાય અને ગેરફાયદા થી બચી શકાય. 

શું હોય છે નેગેટીવ- પોઝેટીવ ઉર્જા?

વ્યક્તિ જે વાતાવરણમાં પ્રગતિ મેળવે છે, તે તેની આજુબાજુ રહેલ પોઝિટિવ ઊર્જા નું પરિણામ હોય છે. જેને પોઝિટિવ ઊર્જા કહેવામાં આવે છે. વ્યક્તિ જ્યારે કાર્ય કરવાના વાતાવરણમાં નિષ્ફળતા મેળવે છે, તે તેની આજુબાજુ રહેલ નકારાત્મક ઉર્જા નું પરિણામ હોય છે. અને નેગેટિવ ઊર્જા કહેવાય છે. આ પોઝિટિવ ઊર્જા નેગેટિવ ઊર્જાનું ઉદ્ભવસ્થાન આજુબાજુની જગ્યા નું પરિણામ હોય છે. તેથી દરેક જણે પોતાના ઘર ઓફિસ દુકાન ફેક્ટરી કે કાર્ય કરવાના તેના દરેક સ્થળે એનર્જીની અસરો ચકાસતા રહેવું જોઈએ. જેથી તેના ફાયદા ગેરફાયદા જાણી શકાય, સારી ઉર્જા ઉભી કરવા માટે વાસ્તુ શાસ્ત્રની દિશા પ્રમાણે દરેક સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી બને છે. પરંતુ આજના સમયમાં દરેક સિદ્ધાંતોનો અમલ શક્ય ન હોવાથી અન્ય શસ્ત્રોનો ઉપયોગ કરી સારી ઉર્જા ઉભી કરી, સુખમય જીવન જીવી શકાય છે. જેમ કે વનસ્પતિ શાસ્ત્ર, કલર થેરાપી, દરેક જગાની પોતાની શુભ દશા, રંગ શાસ્ત્ર, ચાઈનીઝ ફેંગશુઈ, વાસ્તુશાસ્ત્ર, વગેરે શાસ્ત્રોનો ઉપયોગ કરી સારી ઊર્જા પ્રાપ્ત કરી સુખદાયી જીવન જીવી શકાય છે.

કઈ રીતે પોઝીટીવ-નેગેટીવ ઉર્જા અસર કરે છે?

જનીન, પથ્થર, દિવાલ વગેરેનો ઉપયોગ દ્વારા મકાન નિર્માણ થાય છે, કે વાસ્તુ શાસ્ત્ર ના સિદ્ધાંતો લાગુ પડે છે.  સામાન્ય રીતે વાસ્તુ શાસ્ત્ર એ ચારે બાજુના વાતાવરણનું યોગ્ય આયોજન છે. આપણી આસપાસના પરિસરના યોગ્ય આયોજન થકી ઉત્તમ લાભ મેળવવાના સિદ્ધાંતોનું આયોજન થાય છે. પવન, પ્રકાશ, પાણી, અને પૃથ્વી જેવા તત્વો નું આયોજન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત માંથી બનાવેલા મકાનથી માણસનું સ્વાસ્થ્ય જળવાય છે. સામાન્ય રીતે વાસ્તુ શાસ્ત્રની અનુકૂળતા ભૂગોળ અને વિજ્ઞાન પર આધારિત છે. માણસ જ્યાં અને જે વાતાવરણમાં જન્મે છે, અને પોતાનું જે રીતે ઘડતર કરવા કાર્યરત થાય છે તે દરમિયાન વાતાવરણમાંથી એ જે ઘરમાં રહે છે, એ ઘરમાંથી  તે વ્યક્તિઓ માંથી સતત ઉર્જા પ્રગટ થયા કરતી હોય છે. જેની વ્યક્તિ ઉપર સૂક્ષ્મ અસરો થયા કરે છે.  આ ઉર્જા પોઝિટિવ પણ હોય છે.  અને નેગેટિવ પણ હોય છે. પોઝિટિવ ઊર્જા માનવ ઉપર સારી અને નેગેટિવ ઊર્જા માઠી અસરો કરે છે.

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો અમન  ન કરવાથી શું થાય?

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો અમલ ન કરવાથી આજના સમયમાં સામાજીક શારીરીક આર્થિક જેવી સમસ્યાઓ મોટાભાગે ઉદ્ભવતી જોવા મળે છે. જેમ કે, બાળકોનો અભ્યાસ, લગ્ન ન થવા, અથવા મોડા થવા, લગ્નજીવનમાં વિખવાદ, છૂટાછેડા, માનસિક તણાવ, મૂંઝવણભરી નિર્ણય શક્તિ, આત્મહત્યા કરવી, શારીરિક બીમારીઓમાં જેમ કે દરેક પરિબળને ભાગ ભજવે છે. તેનું વાસ્તુશાસ્ત્ર દરેક બીમારીમાં ભાગ ભજવે છે. આ ઉપરાંત આર્થિક ધંધો-રોજગારમાં ઘાલખાધ, આકસ્મિક ખર્ચા, અને ચોરી થવી.

વાસ્તુશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો સરળ ભાષામાં

વાસ્તુશાસ્ત્રનાં મૂળભૂત સિદ્ધાંતોની સમજ સાદી સરળ ભાષામાં સમજી એ તો, આપણે મકાન બાંધકામ કરવામાં આવે તો ઘણે અંશે જીવનમાં સરળતા, સાત્વિકતા, સુખ-સમૃદ્ધિ, સાથે જીવી શકાય. મકાન, કારખાનાનાં દરેક ખૂણા કાટખૂણા હોવા જોઈએ. કમ્પાઉન્ડ વોલની જેમ દરેક રૂમને આ લાગુ પડે છે. આમાં ઇશાન અને નૈઋત્ય ખૂણાનું બહુ ધ્યાન રાખો. દરેક દિશા તરફ જતી દિવાલનું ધ્યાન રાખવું જરૂરી છે. ઈશાન ગુરુ ગ્રહ નું સ્થાન ધરાવે છે. નૈઋત્ય રાહુ ગ્રહનું સ્થાન ધરાવે છે. જે જીવનમાં અતિ મહત્વ ધરાવે છે. જે જીવનને સરળ અથવા તનાવ વાળો બનાવી દે છે.

શું કરવાથી પોઝીટીવ-નેગેટિવ શક્તિનો પ્રવાહ બરાબર રહે?

કમ્પાઉન્ડની દીવાલ, મકાનની દિવાલને સમાંતર હોવી જરૂરી છે. ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમની દીવાલો જેને જોડવાથી નૈઋત્ય ખૂણો બને છે. આમ કરવાથી પોઝિટિવ ચુંબકીય શક્તિ અને નેગેટિવ ચુંબકીય શક્તિ નો પ્રવાહ બરાબર રહે છે. આગળ ધ્યાન રાખવું જરૂરી છે કે, આ કમ્પાઉન્ડ દિવાલ ઉપર કાંઈ બાંધીને જેમ કે સંડાસ, બાથરૂમ, ઢોર રાખવા નો તબેલો, કે કાર ગેરેજ, નોકરની રૂમ, વધારે સામાનનો સ્ટોક ન કરવું, જુદા જુદા કમ્પાઉન્ડ વોલ ના ખૂણા ઢાંકવાથી…જુદી જુદી તકલીફો, મુશ્કેલીઓની શરૂઆત થાય અને તેના નેગેટીવ પરિણામ ભોગવવા પડે છે.

જો મકાનને કમ્પાઉન્ડ વોલ જ ન હોય તો તકલીફો થતી નથી. મૂળભૂત વિષયને જો નીચે પ્રમાણે ધ્યાનમાં રાખીને સમજ મેળવી હોય તો, 

01- દક્ષિણમાં પાણી આર્થિક નુકસાન

02- પશ્ચિમમાં પાણી સ્વાસ્થ્ય બગાડે છે

03- વાયવ્યમાં પાણી કાયદાની આંટીઘૂંટી વધારે છે

04- નેતૃત્વમાં પાણી અકસ્માત સર્જે છે

જો આ પ્રમાણે જમીનની નીચે પાણીના ટાંકા હોય તો તકલીફોની સંભાવના રહે છે. આમ પાણી ઉત્તર-મધ્ય ઈશાન અથવા પૂર્વ મધ્યમાં રાખી શકાય, પણ સેપ્ટિક ટેન્ક, ગોબરગેસ પ્લાન્ટ, ઉત્તર-મધ્ય અથવા પૂર્વ મધ્યમાં રાખી શકાય, તે ઈશાન ખૂણામાં ન જોઈએ. જો ઈશાનમાં સંડાસ કે safety tank હોય તો માલિક અસાધ્ય રોગોથી પીડાય છે.

આ પણ વાંચો- પૂરી સ્થિત જગન્નાથ મંદિરના દ્વારા ૨૩ ઓગસ્ટથી ખુલશે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment