કહેવાય છે ને,
પૂનમના ચાંદ જેવો બીજો કોઈ ચાંદ નહીં,
હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં,
મિત્રના સાથ જેવો બીજો કોઈ સાથે નહીં,
અને પટોળે ભાત જેવી બીજી કોઈ ભાત નહીં…
કોઈ લગ્ન પ્રસંગ હોઈ કે મોટો વાર – તહેવાર, રંગ રતુમ્બલ પટોળા પહેરવાનો રિવાજ આપણા ભારત દેશમાં સદીઓથી છે. ૭૦૦થી ૮૦૦ વર્ષ પહેલેથી પાટણ શહેરમાં પટોળા બનાવવાની કળા ત્યાંના લોકો પાસે છે. પરંતુ ૨૦મી સદી એટલે કે ૧૯૦૦ની સાલથી પટોળા રાજકોટ (Rajkot’s famous Patola) શહેરમાં પણ બને છે. અદભુત કળા સાથે રજવાડી અને મોરલિયા ચીતરેલા પટોળા રાજકોટમાં પણ બને છે.
પટોળા એ સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરી બનાવવામાં આવતી સાડી છે. જે પાટણ, ગુજરાતમાં બનાવવામાં આવે છે. પટોળા અત્યંત મોંઘા હોઈ છે, જે એક વખતે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા. પટોળા વણાટની પ્રક્રિયા એ ખાનગી કુટુંબ પરંપરા છે.
પટોળાનો ઈતિહાસ
રાજાશાહી દરમિયાન રાજા પોતે ખાસ પ્રસંગોએ પટોળા રેશમનો વસ્ત્રોમાં ઉપયોગ કરતો હતો. સોલંકી વંશના અસ્ત પછી સાલવીઓએ ગુજરાતમાં બહોળો વેપાર શરૂ કર્યો. ત્યારથી સ્ત્રીઓની પોતાના હક્કની વસ્તુઓમાં પટોળા અત્યંત લોકપ્રિય બન્યા. પરંતુ સમય જતા હવે અદભુત અને વિવિધ પ્રકારના પટોળા રાજકોટમાં (Rajkot’s famous Patola) પણ બને છે.
પટોળા બનાવવાની રીત પણ અનોખી છે. અન્ય પ્રદેશમાંથી આવતા રેશમના દોરાને છુટા પાડી રંગકામ કરી ગોઠવવાથી લઇ માત્ર એક પટોળું બનાવવામાં આશરે એક મહિના જેટલો સમય લાગી જાય છે.
પટોળું એ એક સાડીનું જ સ્વરૂપ છે. છતાં તેની માંગ વધારે છે. ખાસિયત વિશે વાત કરવામાં આવે તો પટોળામાં વણાટ કામમાં એક તાર ઉપર અને એક તાર નીચે હોઈ છે અને તેની વચ્ચે ડિઝાઇન તૈયાર થાય છે. જેથી નીચે કે ઉપર ગમે ત્યાંથી જોવામાં આવે તો ડિઝાઇન એક સમાન જ જોવા મળે છે અને આ પ્રકારનું કામ ફક્ત પટોળામાં જ જોવા મળે છે.
આંખના પલકારા વગર બનવવામાં આવતી ખાસ ડીઝાઇન
પટોળા જોવામાં જેટલા અદભુત અને શાનદાર લાગે છે તેટલી જ કાળજી પટોળા બનાવતી વખતે રાખવી પડે છે. રેશમનો તાર તૂટી ના જવા સાથે કોઈ ભાત બદલી ના જાય તેની ખાસ કાળજી રાખવી પડે છે. ખુબ જ ઝીણવટભર્યું આ કામ કરતા સમયે જો એક આંખનું પલકારુ લાગી જાય તો પણ ડિઝાઇન બદલી શકે છે અને મહેનત પાણીમાં જાય તેવું થઇ શકે છે. અત્યારે રાજકોટમાં અનેક પ્રકારના પટોળા બનાવવામાં આવે છે.
પેઢીઓથી બનતા પટોળાની માંગ આજે પણ જોવા મળે છે. પટોળાનું વર્ક અને ડિઝાઇનના કારણે તેને ક્યારેય જૂની ફેશનમાં ગણવામાં આવતું નથી. જેથી રાજકોટમાં પણ ચાર પેઢીથી આ ધંધો રાજકોટના વેપારીઓ કરી રહ્યા છે.
જુઓ આ વિડીયો: “મારી હાટુ રાજકોટથી પટોળા મોંઘા લાવજો”
આ પણ વાંચો: એક-બે નહી પણ 30થી વધુ કલામાં માહિર છે અમદાવાદની રાધા દેસાઈ ઐયર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4