Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeઇતિહાસવડનગરના હાટકેશ્વર મંદિરની સ્થાપના પાછળની રોચક કથા

વડનગરના હાટકેશ્વર મંદિરની સ્થાપના પાછળની રોચક કથા

Share Now

પ્રાચીન નગરી વડનગરમાં બિરાજમાન દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવ મંદિર (Hatkeshwar Temple Vadnagar) 2000 વર્ષ પહેલા સ્થાપના થઇ હોવાની માન્યતા છે. જેમાં વાત કરીએ તો ભારત ભરમાં મુખ્ય 12 સ્વયંભૂ જ્યોતિર્લીંગની સ્થાપના દેવો દ્વારા કરવામાં આવી છે. જેને આપણી ભારતીય સંસ્કૃતિમાં અતિ પૂજનીય માનવામાં આવે છે. એવીજ રીતે આપણાં વેદોમાં લિંગ પુરાણમાં એક ઉલ્લેખ છે કે “આકાશે તારકેશ્વરમ.. પાતાળે હાટકેશ્વરમ.. મૃત્યુ લોકે મહાકાલમ..લિંગ ત્રય નમોસ્તુતે”. એટલે કે આકાશમાં તારકેશ્વર રૂપે પાતાળલોકમાં હાટકેશ્વર રૂપે અને મૃત્યુ લોકમાં એટલે કે પૃથ્વીલોકમાં મહાકાલ રૂપે દેવાધિદેવ મહાદેવ બિરાજમાન અને પૂજનીય છે.

“તને અને તારા પતિને મેં ક્યાં આમંત્રણ આપ્યું છે..”

આપણી હિન્દૂ સંસ્કૃતિના 18 પુરાણો છે. જેમાંના સ્કંદ પુરાણના છઠ્ઠા અધ્યાયમાં નગરખંડમાં હાટકેશ્વર દાદાની સ્થાપના વિશે રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન શિવજીની પામવા દક્ષ પ્રજાપતિની દીકરી પાર્વતીએ કઠોર તપ કર્યું. અને શિવજી સાથે લગ્ન કર્યા. જે પાર્વતીજીના પિતા દક્ષ પ્રજાપતિને ગમ્યું નહોતું. તેમને એવું થતું હતું કે કયા મારી આ સુખ સાયબી અને ક્યાં એ અઘોરી અને બાવા જેવું જીવન જીવતા મહાદેવની જીવનશૈલી.

જુઓ આ વિડીયો: હાટકેશ્વર મહાદેવ એક પ્રાચીન ધામ

આથી તેમણે વિચાર્યું કે બધાની વચ્ચે મહાદેવની ઉપહાસના કરી નીચા બતાવવા. દક્ષ પ્રજાપતિ.એ એક મહાયજ્ઞનું આયોજન કર્યું અને સ્વર્ગમાં વસતા તમામ દેવીદેવતા તેમજ ઋષિમુનિઓને ખાસ આમંત્રણ આપ્યું. પણ શિવ પાર્વતીને આમંત્રણ આપ્યું નહિ. ત્યારે આ વાતની જાણ પાર્વતીજીને થઈ અને શિવજીને કહ્યું કે, “આ યજ્ઞમાં આપણને કેમ આમંત્રણ નહિ આપ્યું હોય. પરંતુ કાંઈ વાંધો નહિ… પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં આપણે થોડી નિમંત્રણની રાહ જોવાની હોય.” આથી તેમણે આ યજ્ઞમાં જવાની મહાદેવજી પાસે હઠ કરી.

આ પણ વાંચો: આનંદના ગરબા પાછળની ગાથા ખબર છે તમને?

ત્યારે શિવજીએ પોતે નહિ આવી શકે, પણ તમે જઈ શકો છો તેવી છૂટ આપી. ત્યારે પહેલી વાર કોઈ શુભ અવસરમાં પતિ શિવ વગર જવાનું થયું, એટલે અંદરો અંદર પાર્વીતીજી ખુબ ક્રોધે ભરાયા અને તેમના પિતા દક્ષને આ બાબતે યજ્ઞમાં પહોંચી ઠપકો આપવાનું નક્કી કરી લીધું. યજ્ઞમાં પહોંચતા તેમણે જોયું કે, તમામ દેવી દેવતાઓ તેમજ મહેમાનો માટે બેઠક વ્યવસ્થા માટે સિંહાસનની વ્યવસ્થા પહેલેથી જ કરી દેવાઈ હતી. માત્ર શિવ માટે કોઈ સ્થાન નહોતું. ત્યારે ગુસ્સે ભરાઈ પાર્વતીએ પિતાને આ બાબતે રજુઆત કરી. ત્યારે દક્ષ પ્રજાપતિએ ભગવાન ભોળા નાથની ઉપહાસના ઉડાવતા અને હવનમાં વિક્ષેપ પેદા ના થાય તે માટે પાર્વતીજીને કહ્યું કે, “તને અને તારા પતિને મેં ક્યાં આમંત્રણ આપ્યું છે, તો તું અહીં આવી છે…”

વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના 51 ટુકડા કરી નાખ્યા

lord shiv ji

image credits- google image

 

માતા પર્વતીજીથી અહીં જાહેરમાં મહાદેવનું અપમાન સહન ન થયું અને તેમણે તેમના જમણા પગના અંગુઠામાંથી અગ્નિદેવનું આહવાહન કર્યું. અને આવું અપમાન સહન કરી મહાદેવ પાસે કેવી રીતે જવું? જેથી પાર્વતીજીએ અગ્નિસ્નાન કરવાનું નક્કી કરી લીધું. અને અગ્નિની જ્વાળાની લપેટમાં આવી ગયા. આ બાજુ ધ્યાન મગ્ન શિવજીને જાણ થતાં, સ્થળ પર પ્રગટ થયા અને સળગતા સતી પાર્વતીને પોતાના બાહુમાં લઈને ત્યાંથી નીકળી ગયા. દેવાધિદેવ મહાદેવનો પાર્વતી વિનાનો ક્રોધ એટલો બધો ચરમસીમાએ પહોંચ્યો કે કુદરતી તમામ પ્રક્રિયા જેવી કે નદીઓના નીર થંભી ગયા, હવા, પાણી જેવા ઋતુ ચક્રને પણ તેની સીધી અસર પહોંચી. અને દેવો ચિંતામાં મુકાઈ ગયા કે હવે મોટી અનહોની કે પ્રલય નિશ્ચિત છે.

ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા પણ ચિંતામાં મુકાયા. તેમણે વિચાર્યું કે તેમના હાથમાંથી સતીના દેહને હટાવી શિવજીને શાંત કરવા. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના 51 ટુકડા કરી નાખ્યા. જે આજે તમામ શક્તિપીઠ તરીખે ઓળખાય અને પૂજાય છે. 51 ટુકડા સતીના દેહના થતા મહાદેવના હાથ તો ખાલી થઈ ગયા, પણ તેમનો ગુસ્સો સમાયો નહોતો. શિવજીએ તાંડવઃ નૃત્ય કરતા કરતા, હાલના ભરૂચ અને આબુ વચ્ચેના અને તે સમયના આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવી પહોંચ્યા. સતીના વિયોગમાં એટલા ગમગીન બની ગયા હતા કે તેમણે ધારણ કરેલા ચર્મના વસ્ત્ર પણ નીકળી ગયા અને નગ્ન અવસ્થામાં આવી ગયા.

ઋષિ મુનિઓએ ભગવાન શિવને શ્રાપ આપ્યો!

lord shivji

image credits- google image

મહાદેવના દિવ્ય રૂપથી ઋષિ પત્નીઓ મોહિત થઈ ગઈ અને તેમની પાછળ આકર્ષાઈને દોડવા લાગી. આ વાતની જાણ ધ્યાનમાં બેઠેલ ઋષિઓને થઈ અને ધ્યાન મુદ્રામાં તેમને એવો ભાષ થયો કે કોઈ બાવા જેવા દેખાતા પુરુષ પાછળ તેમની પત્નીઓ દોડી રહી છે. ત્યારે ઋષિ મુનિઓએ એવો શ્રાપ આપ્યો કે જે અમારી પત્નીને મોહિત કરીને લઈ જાય છે, તેનું લિંગ ખરી જાય. આમ શિવજીનું લિંગ શરીર પરથી છૂટું પડી જાય છે. અને સીધું જમીનમાં પેશી અને સાત પાતાળમાંના વિટલપાતાળમાં પ્રવેશી જાય છે. જ્યાં હાટકી ( હટક એટલે સોનુ )નામની સુવર્ણ નદીમાં લિંગ વહે છે. જ્યાં લિંગ પર સુવર્ણ કવચ ચડે છે.

ત્યારબાદ ઋષિમુનિઓને ખ્યાલ આવે છે કે આ કોઈ બાવો નહિ પણ ખુદ દેવાધિદેવ મહાદેવ હતા. ત્યારે શિવજી પણ આ ઋષિમુનિઓ ને શ્રાપ આપવા જાય છે. અન એ જ સમયે બ્રહ્મા અને વિષ્ણુ ત્યાં આવી પહોંચે છે. તેઓ શિવજીને શ્રાપ નહિ આપવા મનાવી લે છે. ત્યારે શિવજી ઋષિ મુનિઓને કહે છે કે, “તમે અત્યાર સુધી મારા આખા શરીર રૂપી લિંગની પૂજા કરતા હતા. તો હવે તમે મારા લિંગની પણ પૂજા કરશો. ત્યારે ખુદ બ્રહ્માજીએ લિંગ રૂપી શિવલિંગની સ્થપના કરી હતી. જે હાલનું હાટકેશ્વર મંદિર (Hatkeshwar Temple Vadnagar) મનાય છે. હટક નદી ઉપરથી આ શિવલિંગનું નામ હાટકેશ્વર (Hatkeshwar Temple Vadnagar) પડ્યું અને દેવાધિદેવ મહાદેવની સ્થાપના થઇ હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment