જો સ્માર્ટ કોન્ડોમ સાંભળ્યા પછી તમારી આંખો પહોળી થઈ ગઈ હોય તો થોડી ધીરજ રાખો અને વિગતવાર જાણો કે આ સ્માર્ટ કોન્ડોમ શું છે. તમે કોન્ડોમની જાહેરાત અને કોન્ડોમ વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે સ્માર્ટ કોન્ડોમ વિશે સાંભળ્યું છે, જો નહીં, તો સરળ ભાષામાં સમજી લો કે જેમ સ્માર્ટફોન અને સ્માર્ટ ઘડિયાળ હોય છે તે જ રીતે આ એક સ્માર્ટ કોન્ડોમ છે. ફરક માત્ર એટલો જ છે કે સ્માર્ટફોનની જેમ તેને ન તો પેકેટમાં રાખવાનું છે અને ન તો તેને સ્માર્ટ ઘડિયાળની જેમ કાંડા પર પહેરવાનું છે, બાકી તમે સમજદાર છો.
કુટુંબ નિયોજન સાથે કોઈ સંબંધ નથી
ફેમિલી પ્લાનિંગને કારણે વિશ્વની ઘણી કંપનીઓએ કોન્ડોમ બનાવવાનું શરૂ કર્યું અને વેચાણ પણ સારું થઈ રહ્યું છે. તો પછી સ્માર્ટ કોન્ડોમની શું જરૂર છે. તમને જનાવી દઈએ કે, સ્માર્ટ કોન્ડોમને ફેમિલી પ્લાનિંગ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ પરફોર્મન્સ ચેક કરનારા ‘જ્ઞાની બાબા’ છે.
આ પણ વાંચો:અંધારામાં બોયફ્રેન્ડને બોલાવી કર્યું એવું કામ કે હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ
હવે તમને એમ થશે કે કોન્ડોમને વળી જ્ઞાન સાથે શું સંબંધ છે, તો તમને જનાવી દઈએ કે તમે કેટલી વાર સેક્સ કર્યું, કેટલા સમય સુધી કર્યું, કેટલી કેલરી બર્ન થઈ અને બીજાની સરખામણીમાં પરફોર્મન્સ કેવું રહ્યું આ તમામ બાબતો અંગે સ્માર્ટ કોન્ડોમ તમને મિનિટોમાં સંપૂર્ણ માહિતી આપશે.મતલબ એટલી બધી માહિતી કે જે તમને ખબર પણ નહિ હોય. હવે તમે વિચારતા હશો કે બધું બરાબર છે, તે બધું રેકોર્ડ કરશે, પરંતુ બીજાની તુલનામાં પર્ફોર્મન્સ કેવું રહ્યું તે કઈ રીતે જણાવશે તો તમને જણાવી દઈએ કે, તે તેની પાસેના ડેટા સાથે તેની તુલના કરીને તમને આ માહિતી આપશે.
સ્માર્ટ કોન્ડોમ સામાન્ય કોન્ડોમ જેવું નથી
હવે તમે સમજી ગયા હશો કે, કે આ સ્માર્ટ કોન્ડોમ શું છે અને તેનું કાર્ય શું છે. ત્યારે તમારા મગજમાં સવાલ ઉઠતો જ હશે કે તેને ક્યાંથી ખરીદવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તો આ પણ જાણી લો. તે એક રિંગ જેવુ હોય છે, જેને તમારે કોન્ડોમ ઉપર પહેરવાનું હોય છે. મતલબ કે જો તમે વિચારતા હોવ કે સ્માર્ટ કોન્ડોમના કારણે જ ફેમિલી પ્લાનિંગ થશે, તો તે ખોટું છે.
યુકેની કંપનીએ કરી શોધ
સ્માર્ટ કોન્ડોમની શોધ યુકેની કોન્ડોમ કંપની દ્વારા કરવામાં આવી હતી. જેને i.con સ્માર્ટ કોન્ડોમ નામ આપવામાં આવ્યું છે. જો તમે કંપનીની વેબસાઈટ પર જશો તો તમને ખબર પડશે કે તેની કિંમત 59 પાઉન્ડ છે, ભારત પ્રમાણે તેની કિંમત સાડા ચાર હજારથી વધુ હશે. કંપનીએ ડિસક્રીપ્શનમાં સંપૂર્ણ માહિતી આપી છે કે આનાથી તમને શું ફાયદા થશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4