Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeરોચક તથ્યોએક એવી દુનિયા જેને વાસ્તવિકતા સાથે લેવા દેવા છે પણ, અને નથી પણ !

એક એવી દુનિયા જેને વાસ્તવિકતા સાથે લેવા દેવા છે પણ, અને નથી પણ !

Share Now

આજે તમને એક એવી અદભુત દુનિયાની વાત કરીએ, જેના વિશે ક્યારેય તમે કલ્પના પણ નહિ કરી હોય. જે મારા અને તમારી વિચાર શક્તિની બહાર છે! એક એવી દુનિયા જેનું વાસ્તવિકતા સાથે લેવા દેવા નથી પણ અને છે પણ! બહુ વિચિત્ર વાત લાગી રહી છે ને આ? પણ જયારે આ દુનિયા તમે જોશો એટલે તમે પણ આ વાત સાથે સહમત થઇ જશો… આ દુનિયા છે કેનેડીયન પેઇન્ટર રોબર્ટ ગોન્સાલ્વિસની…

રોબર્ટ ગોન્સાલ્વિસ

વિચિત્ર પેઇન્ટિંગ બનવતો પેઇન્ટર- રોબર્ટ ગોન્સાલ્વિસ

દરેક પેઇન્ટિંગમાં વાસ્તવિકતા અને કલ્પનાનો સમન્વય 

રોજબરોજના કિસ્સાઓ અને કલ્પનાનું અનોખું મિશ્રણ 

પહેલી નજરે જોતા અજીબોગરીબ લાગે છે  આ પેઇન્ટિંગ 

દરેક પેઇન્ટિંગમાં અનેક છુપાયેલા મેસેજીસ 

જુઓ આ વિડીયો: 1000 को K क्यों बोला जाता है

“મેજિક રીઅલીઝ્મ”

રોબર્ટ “રોબ” ગોન્સાલ્વિસ એ એક ખુબ પ્રસિદ્ધ પેઇન્ટર છે. રોબર્ટ ગોન્સાલ્વિસનો જન્મ કેનેડાના ટોરેન્ટોમાં થયો હતો. તેમની પેઇન્ટિંગ બીજા પેઇન્ટર કરતા ઘણી અલગ છે. તેમની પેઇન્ટિંગને જો પહેલી નજરે જોશો તો એકદમ વિચિત્ર પ્રકારની લાગશે. તમારું મગજ આ પેઇન્ટિંગ જોઇને થોડી વાર તો વિચારે ચડી જશે. કે આ છે શું? પણ જો એને સમજવાની કોશિશ કરીએ અને તેને ધ્યાનથી જોઈએ તો એમાં ખુબ ઊંડાણપૂર્વકનો મેસેજ છુપાયેલો હોય છે. 

તેમની દરેક ઈલ્યુસન પેઇન્ટિંગ (illusion paintings) ને જોવામાં આવે તો એમાં બે અલગ અલગ વિઝ્યુલાઈઝેશનને મિક્ષ કરવામાં આવી છે. જેમાં એક વાસ્તવિક હોય છે અને એક કાલ્પનિક હોય છે. એક જે આપણે દુનિયામાં જીવી રહ્યા છીએ તેના રોજબરોજના કિસ્સાઓ હોય છે. તો બીજામાં એ જ ઘટનાની એક કલ્પના હોય છે. 

કોઈ પણ માણસને ભ્રમિત કરતી આ પેઇન્ટિંગને ઈલ્યુસન પેઇન્ટિંગ (illusion paintings) પણ કહેવામાં આવે છે. તેમણે પોતાની દરેક પેઇન્ટિંગમાં મેજિકને રીઅલ વર્લ્ડમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી તેમની પેઇન્ટિંગની શ્રેણીને “મેજિક રીઅલીઝ્મ” નામ આપવામાં આવ્યું હતું. ૧૪ જુન ૨૦૧૭માં તેમનું માનસિક રોગના કારણે મૃત્યુ થયું હતું.

Rob Gonsalves illusion paintings

Rob Gonsalves’s paintings

 

“વિચિત્ર પેઇન્ટિંગની વાત”

હવે વાત કરીએ તેમની અદભુત ઈલ્યુસન પેઇન્ટિંગ (illusion paintings) વિશે ઉપરની તસવીરમાં એક છોકરી લેમ્પ દ્વારા એક પૃથ્વીના ગોળા પર પ્રકાશ પડી રહી છે. ત્યારે તેના પડછાયામાંથી અર્ધ આકાર ચાંદ બનતો દેખાય છે. પણ એનો સાચો પડછાયો તો તેની બાજુમાં કાળા રંગમાં છે. અને એ જ પૃથ્વીનો આકાર એ અર્ધ ચંદ્ર દ્વારા પૂરો થઇ રહ્યો છે.

Rob Gonsalves illusion paintings

Rob Gonsalves’s paintings

નદી કિનારે એક બાળક ગેમ્સ રમી રહ્યું છે. જેની બીજી જ બાજુ આ ગેમના આકારમાં મોટી મોટી બિલ્ડીંગો દેખાઈ રહી છે. અને આ બિલ્ડીંગો પર પણ વધુને વધુ માળ ઉમેરતો એક બીજો બાળક ઝાડ પર ચડેલો છે. એક બાજુ હરિયાળીવાળું વાતાવરણ છે તો બીજી બાજુ શહેરી વાતાવરણ દર્શાવવામાં આવ્યું છે. નાના બાળકોની રમત ક્યારે હકીકત બની ગઈ, એ જાણે ખબર જ ના રહી!

Rob Gonsalves illusion paintings

Rob Gonsalves’s paintings

ઉપર દર્શાવેલી પેઇન્ટિંગ એ એક આખી જિંદગી જાણે બતાવી દીધી. બાળપણની રમત ક્યારે એક બહુ મોટી જંગ બની ગઈ! તસવીરમાં એક બાળક ચેસ રમત રમી રહ્યો છે. એની બાજુમાં જ એના દાદા પણ આ રમત રમી રહ્યા છે. ત્યારે બાળપણમાં જે રમત માત્ર એક રમત હતી, એ હવે હજારો લોકોની જિંદગી બની ગઈ છે. એ દાદા એ કિલ્લાના રાજા છે. અને પોતાના રાજ્યને અને કિલ્લાને બચવવા માટે એક રણનીતિ તૈયાર કરી રહ્યા છે.

 

Rob Gonsalves illusion paintings

Rob Gonsalves’s paintings

હવે એક છેલ્લી તસવીર વિશે તમે વિઝ્યુલાઈઝ કરો. તમને શું દેખાય છે ઉપરની આ અદભુત તસવીરમાં? તમારા મનમાં શું સવાલો થયા આ પેઇન્ટિંગને જોઇને કમેન્ટ બોક્ષમાં ચોક્કસથી લખજો. અને આવી જ અલગ અલગ રોચક અને અદભુત માહિતી જાણવા માટે વાચતા રહો રોચક તથ્યો!

આ પણ વાંચો: જોવા માટે મજબુર કરી દેતા ઈલ્યુસન ફોટોઝ, અદભુત કે અજીબો ગરીબ?

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment