Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeઇતિહાસઆ મંદિરમાં દરરોજ શિવલિંગને ૐ નમ શિવાયના જાપ સાથે સવાલાખ બીલી પત્ર ચડે છે!

આ મંદિરમાં દરરોજ શિવલિંગને ૐ નમ શિવાયના જાપ સાથે સવાલાખ બીલી પત્ર ચડે છે!

Share Now

શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયા છે. ભક્તો પણ શિવ મંદિરોમાં જઇ શિવ ભક્તિમાં લીન બન્યા છે. ત્યારે પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરનો (Nilkanth Mahadev temple) ઇતિહાસ પણ ખુબજ ભક્તિ સભર છે. મોટી વાત તો એ છે કે આ શિવ મંદિરમાં આવેલ શિવલિંગને ભારત ભરમાં બીજા નંબરનું શિવલિંગ માનવામાં આવે છે. આ મંદિરને સોમનાથ મહાદેવ સમકક્ષ માનવામાં આવે છે. જેથી અહી ભક્તોની ભીડ પણ વધારે જોવા મળે છે. તો આવો જાણીએ આ નીલકંઠ મહાદેવ ના ઇતિહાસ ને…

નીલકંઠ મહાદેવ મંદિરનો (Nilkanth Mahadev temple) ઇતિહાસ

Nilkanth Mahadev temple in patan district પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના વઢીયાર પંથકના રણ પ્રદેશ માંથી સરસ્વતી નદીનું વહેણ પસાર થતું હતું. અને તેના કિનારે નાની ચંદુર, રાફુ, કુંવર ગામના ત્રિભેટે નીલકંઠ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન છે. આ મંદિરમાં આવેલ શિવ લિંગ સોમનાથ મહાદેવના પ્રતિકૃતિ સમાન માનવામાં આવે છે. તો નીલકંઠ મહાદેવ મંદિરના (Nilkanth Mahadev temple) ઇતિહાસ જે બારોટના ચોપડે લખાયેલ છે તે મુજબ દેવહુતી ઋષિ સોમનાથ જવા નીકળ્યા હતા. અને તે દરમ્યાન આ વઢીયાર પંથકના ખારા પટમાં રોકાયા હતા. આ સ્થળ પર તેઓ શિવજીની ભક્તિમાં લિન બન્યા હતા. 

શિવજીએ લિંગ સ્વરૂપે દેવહુતી ઋષિ દર્શન આપ્યા હતા. ત્યારથી આ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. ત્યારે સમય જતાં સરસ્વતી નદીના વહેણમાં ફરી શિવલિંગ જમીનમાં દટાઇ ગયું હતું. ત્યાર બાદ આ વિસ્તારમાં લોકોની અવાર જવર નહિવત બની જતા, આ વિસ્તાર જંગલ રૂપી બની ગયો હતો.

અચાનક ગાયના આંચળમાંથી આપમેળે દૂધ ઝરી પડ્યું

Nilkanth Mahadev temple in patan district

અંદાજીત 1500 વર્ષ પહેલાં આ વઢીયાર પંથકની ખારી પટ જમીન અને જંગલ વિસ્તારમાં તે સમયે આસપાસના ગામોમાંથી ગોવાળો ગાયો ચરાવવા આવતા. ત્યારે ગાયોના ઝૂંડમાંથી એક ગાય છૂટી પડીને અંતરિયાળ વિસ્તારમાં બાવળના થડ નજીક પહોચી ગઈ. અચાનક ગાયના આંચળમાંથી આપમેળે દૂધ ઝરી પડ્યું અને ત્યાર બાદ ગાય પરત આવી જતી. ત્યાર બાદ ગાયો માલિકના ઘરે પરત જતી. દૂધ લેવાનો સમય થતા એક ગાયને બાદ કરતાં બધી ગાયો દૂધ આપતી. ત્યારે આ ગાય દૂધ કેમ નથી આપતી તેની તપાસ માલિકે શરૂ કરી.

ગોવાળ જ્યારે ગાયો ચરાવવા જતો, ત્યારે આ ગાય પર ખાસ ધ્યાન રાખતા આ ગાય અંતરિયાળ વિસ્તારમાં જઈ બાવળના થડ નજીક પહોંચતા ગાયના આંચળ માંથી દૂધ ઝરી પડતું. આ જોતા જ ગાયના માલિક અચરજ પામી ગયા. તેમણે આ અંગે ગામના આગેવાનોને વાત કરતા ગામના લોકો ભેગા થઈને અંતરિયાળ વિસ્તારમાં જઇ બાવળના થડ નજીક જ્યાં ગાય દૂધ ઝરતી હતી, ત્યાં ખોદ કામ કરતા સ્વયંભૂ શિવલીગ પ્રગટ થયું હતું. ત્યાર બાદ લોકોએ એકત્રિત થઈ વઢીયાર પંથક અને સરસ્વતી નદીના પટમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. મોટી વાત તો એ છે કે જ્યારે જિલ્લામાં સારો વરસાદ થાય ત્યારે સરસ્વતી નદીમાં પણ નવા નીર આવે છે. ત્યારે નીલકંઠ મહાદેવના શિવલિંગ પર નવા નીરનો અભિષેક અને પ્રક્ષાલન કરી સરસ્વતી નદી રણમાં સમાઈ જાય છે. તેવી લોક વાયકા છે. 

શિવલિંગને દરરોજ સવાલાખ બીલી પત્ર ચડે છે 

Nilkanth Mahadev temple in patan district

શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ આ વઢીયાર પંથકના પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરમાં (Nilkanth Mahadev temple) ભક્તિમય વાતાવરણમાં ભક્તો લીન બની જાય છે. તો સાથે મંદિરના પૂજારી દ્વારા શ્રાવણ માસની શરૂઆતથી જ રોજ વહેલી પરોઢે સવાલાખ બીલી પત્ર ૐ નમ શિવાયના જાપ સાથે શિવલિંગ પર અર્પણ કરવમાં આવે છે. અને ત્યાર બાદ નિત્ય ક્રમ મુજબ આરતી અને બીજી પૂજાવિધિ કરવમાં આવે છે. જેને લઇ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ બની જાય છે. સાથે આ વિસ્તારમાં જ્યારે કોઈ પણ ધાર્મિક તહેવાર હોય તે તમામ આ મંદિરમાં મનાવવામાં આવે છે. ખાસ કરી અમાસના દિવસે, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરમાં બિરાજમાન શિવલિંગના દર્શન કરવા માટે આવે છે. 

આ પણ વાંચો: જમીનથી 51 ફૂટ ઊંચું અને 51 ફૂટ ઊંડું ગુજરાતનું એક માત્ર મંદિર: પાતાળેશ્વર મહાદેવ

ભક્તો શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. તો આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી ભકતો ની મનોકામના પણ પૂર્ણ થતી હોઈ છે. તો સાથે સોમનાથ મંદિરમાં આવેલ શિવલિંગ બાદ સમગ્ર ભારતમાં અહીંયા બીજા નંબરનું શિવલિંગ આવેલ છે. જેથી જે ભક્તો સોમનાથ નથી જઈ શકતા, તે ભક્તો દર્શન કરવા માટે અહિયાં આવે છે. મહાદેવ પાસે માંગેલ તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેવું ભક્તોનું માનવું છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment