Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeરોચક તથ્યોજોવા માટે મજબુર કરી દેતા ઈલ્યુસન ફોટોઝ, અદભુત કે અજીબો ગરીબ?

જોવા માટે મજબુર કરી દેતા ઈલ્યુસન ફોટોઝ, અદભુત કે અજીબો ગરીબ?

Share Now

“જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટી”

આ ગુજરાતી કહેવતનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુ જોવાનો તમારો જેવો નજરીયો હોય છે. તેવી તમને એ વસ્તુ દેખાય છે. જો તમે એને સકારાત્મક રીતે જોશો, તમને એમાંથી પોસિટિવ વાઈબ્સ મળશે. અને જો તમે એને નકારાત્મક રીતે જોશો તો તમને એ નેગેટીવ દેખાશે. બધું જ કોઈ પણ વ્યક્તિના નજરિયા પર આધાર રાખે છે.

અમેઝિંગ ઈલ્યુસન! (illusion)

આપણે એવું ઘણી વાર જોયું પણ હશે અને સાંભળ્યું પણ હશે કે કોઈ ફલાણી જગ્યાએ વાદળમાં શિવ ભગવાન દેખાયા. અને એનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ પર વાઈરલ થઇ ગયો. ત્યારે એમાંથી ઘણા ફોટાની અવગણના કરતા પણ જોવા મળે. એવી જ રીતે ઘણી વાર પથ્થરોમાં પણ આવી અલગ અલગ કૃતિઓ દેખાય છે. 

આખી વાતનો મર્મ એટલો જ છે કે કોઈ પણ વસ્તુને જોવાના અલગ અલગ નજરિયા હોય જેના પરથી એક જ વસ્તુને હજારો રીતે જોઈ શકાય છે. ત્યારે બીજી એક વસ્તુ છે નજરભ્રમ જેને અંગ્રેજીમાં કહેવાય છે ઈલ્યુસન. (illusion)

optical illusion images

image credit- google image

ઓપ્ટીકલ ઈલ્યુસન ફોટોઝ (optical illusion photos )

આજકાલ સોશિયલ મીડિયા પર આ પ્રકારની ઓપ્ટીકલ ઈલ્યુસન ફોટોઝ (illusion photos)ખુબ વાઈરલ થઇ રહ્યા છે. જેમાં એ ફોટો લાઇવ હોય એવું લાગે છે. એ ફોટો જોઇને તમને જેમ કે ઉપર રહેલ ફોટોને તમે જોશો એટલે તમને એવું લાગશે જાણે આ ફોટોની અંદર રહેલી બ્લેક એન્ડ વ્હાઈટ રીંગો ગોળ ગોળ ફરી રહી છે. પણ આ માત્ર એક નજરભ્રમ છે. આ પ્રકારના ફોટોઝ ખુબ અદભુત હોય છે.

જો આ જ વસ્તુને વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો, આ એક નજરભ્રમની સાથે સાથે મગજનો પણ ભ્રમ કહી શકાય. ઘણી વખત આપણું મગજ કોઈ વસ્તુને બહુ જલ્દી જોઇને તેને જે દેખાય છે એ જ માની લે છે. પણ ખરેખર એ વસ્તુ એ હોતી જ નથી. જેવી રીતે આપણે જાદુગર જોવા જઈએ અને જાદુગર કેવી રીતે કરામતો કરીને કોઈ વસ્તુ ગાયબ કરી દે છે. જેને આપણું મગજ માની પણ લે છે. પણ ખરેખરમાં આ માત્ર હાથની કરામત હોય છે. જેને સરળ ભાષામાં નજરભ્રમ કહી શકાય. 

illusion images

image credit- google image

 

વાઈરલ ઈલ્યુસન ફોટો

આવો જ એક બીજો ફોટો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો. આ ફોટોને પેલી નજરે જોતા તો કોઈ ભૂતનો ફોટો હોય એવું જ લાગે છે. પણ આ ફોટોમાં નીચે એક કેપ્શન લખેલું હોય છે. જેમાં લખેલું હોય છે કે આ ફોટોમાં દેખાઈ રહેલ મહિલાના નાક પર ત્રણ ડોટ આવેલા છે. લાલ, વાદળી અને લીલા રંગના ત્રણ ડોટ છે. જેના પર તમારે ત્રીસ સેકન્ડ સુધી જોવાનું છે. ત્રીસ સેકન્ડ સુધી આ ફોટોને જોયા પછી તમને આ ફોટો રંગીન દેખાશે. અને ખરેખર એવું કરવાથી ફોટો રંગીન દેખાય પણ છે. આ એક જોરદાર વાઈરલ ઈલ્યુસન છે.

Rob Gonsalves illusion painting

Rob Gonsalves painting

ઈલ્યુસન પેઇન્ટિંગ

અત્યારસુધી આપણે ઈલ્યુસન ફોટોઝની વાત કરી, હવે વાત ઈલ્યુસન પેઇન્ટિંગ્સ વિશે કરીશું. ઉપર તસવીરમાં રહેલ પેઇન્ટિંગ જોઇને પહેલી નજરે એવું લાગે જાણે આ કોઈ બ્રીજની પેઇન્ટિંગ છે. પણ જો ધ્યાનથી જોવામાં આવે તો તેની અંદર ઘણી બધી બોટ અને વાદળો છે. આ ફોટોમાં બ્રીજ તો છે જ નહિ!

Rob Gonsalves illusion painting

Rob Gonsalves painting

પેઇન્ટિંગ છે કેનેડિયન કલાકાર રોબર્ટ ગોન્સાલ્વિસની જે પોતાની દરેક પેઇન્ટિંગમાં આ પ્રકારની ઓપ્ટિકલ ઈલ્યુસનનું સર્જન કરે છે. આ પ્રકારની પેઇન્ટિંગ મનને વિચારતું કરી દે છે. એક સાથે અસંખ્ય સવાલો મગજમાં ભમવા લાગે છે. પણ આ બધી મુંજવણો સાથે પણ એ એટલી અદભુત અને ખુબસુરત લાગે છે. તમને ક્યારેય કોઈ વસ્તુ જોઇને આ પ્રકારનું ઈલ્યુસન થયું છે કે કમેન્ટ કરીને ચોક્કસથી લખજો! 

આ પણ વાંચો: એક મરેલા વ્યક્તિની ફિંગરપ્રિન્ટ કામ કરશે કે નહીં? જવાબ જાણીને ચોંકી જશો!

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment