Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,પોપ્યુલર પાટિલ રેસમાં?

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,પોપ્યુલર પાટિલ રેસમાં?

Share Now

પોપ્યુલર  કોણ છે સી.આર.પાટિલ (C. R. Patil)?

સી.આર. પાટિલ (C. R. Patil) જેમનો જન્મ મહારાષ્ટ્રના પીંપરી- અકારાઉતમાં થયો હતો. 16 માર્ચ 1955માં સી.આર. પાટીલ એટલે કે, ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે.

સી.આર.પાટીલના શિક્ષણની વાત કરીએ તો… સી.આર.પાટીલે (C. R. Patil) શરૂઆતમાં ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ શિક્ષણ મેળવ્યું છે. વિવિધ સ્થળો પર શિક્ષણ મેળવીને સુરત આઈટીઆઈમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

એકદમ સામાન્ય પરિવારમાં રઘુનાથજી પાટીલના ત્યાં તેમનો જન્મ થયો હતો.  પિતાનું અવસાન થતાં 1975માં ગુજરાત પોલીસમાં જોડાયા. પિતાને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. 1984માં  પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન  ના હોય તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતું નહીં. આ મુદ્દો લઈને સી.આર.પાટીલે (C. R. Patil) 1984માં પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સહ-કર્મીઓની ભલાઈ અને એમને અન્યાય ન થાય તે માટે લડત ચાલુ રાખી.

જુઓ આ વિડીયો: Gujarat CM Vijay Rupani Resigned

પાટીલની રાજકારણમાં એન્ટ્રી

સી. આર પાટીલની રાજકારણમાં 1989માં  એન્ટ્રી થઈ હતી. આ બાદ પાછળ ફરીને ક્યારેય જોયું નહીં.  સુરત હોય કે નવસારીનો વિસ્તાર કોઈપણ પ્રશ્ન માટે સદા  આગળ રહેતા હતા. 2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા.

 ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બન્યા હતા. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા  એટલી હતી કે  ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. ઓફિસમાં ISO લેનાર સી.આર.પાટીલ (C.R. Patil) સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. અત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળે છે.

દક્ષિણ ગુજરાતમાં સી.આર.પાટીલનો (C.R. Patil) સિક્કો ચાલે છે. આજ નામના જોઈને હાઈ કમાને તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. પાટીલની નામથી જ સી.આર.પાટીલ ઓળખાય છે.  

ગુજરાત ભાજપના કેપ્ટન- સી.આર.પાટીલ

life story of C. R. Patil

image credit-google image

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સીઆર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવાના ભાજપના લક્ષ્ય પર આગળ વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એક સપનું છે કે ભાજપ ગુજરાતમાં 150 થી વધુ બેઠકો જીતીને નવો વિક્રમ બનાવે.ત્યારે આ સપનું સાકાર કરવા માટે ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરૂર પડશે.

સી.આર.પાટીલ પાસે ગુજરાત ભાજપના કેપ્ટનની કમાન છે. તેમની સૌથી પહેલી પરીક્ષામાં તે ખૂબ જ સારી રીતે સફળ  રહ્યા એમ કહી શકાય. રાજ્યમાં કુલ 8 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 5 બેઠકો પર ભાજપની જીત થઈ છે.

સી.આર.પાટીલ (C.R. Patil) ઓળખાવવાનું કારણ તેમને ઈલેક્શનમાં મળતી લીડ જ છે. સી.આર. પાટીલ મોદી અને શાહ કરતાં પણ વધુ લીડથી જીતનાર નેતા છે.

આ સાથે જ તેમની કાર્યોને લઈને પણ તેઓ ચર્ચામાં રહે છે. ગણેશોત્સવ, ગોવિંદા સમિતિ જેવાં આયોજનો અને મરાઠા પાટીલ સમાજ મંડલ,મહારાષ્ટ્રીયન વિકાસ મંડળ અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ જેવાં સંગઠનોની કામગીરીને કારણે મરાઠીભાષી સ્થાનિકોમાં તેમની લોકપ્રિયતા વધી.

આ પણ વાંચો: ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ, કોણ છે મનસુખ માંડવીયા?

શ્રમિકથી લઈને માલિક સુધીની પહોંચ ધરાવે છે પાટીલ સાહેબ 

life story of C. R. Patil

કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન સમયે પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની ટ્રેનો માટે રજૂઆત કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી.

આ સિવાય સુરત ઍરપૉર્ટનો બહુપ્રતિક્ષિત પ્રશ્ન પણ તેમના કાર્યકાળ દરમિયાન ઉકેલાયો હતો. સુરત ડાયમંડ બુર્સનું કામ આગળ વધ્યું હતું. સુરત તથા દક્ષિણ ગુજરાતમાં શ્રમિકથી લઈને માલિક સુધીની પહોંચ ધરાવે છે.

પાટીલને પોપ્યુલર પાટીલ પણ કહેવાય છે આ નામ પાછળ પણ તેમની સાથે જોડાયેલી જનમેદની છે. પાટીલને જનાધાર વાળા પાટીલથી પણ ઓળખવામાં આવે છે. સારા-માઠા પ્રસંગે હાજર રહેવાની ખાસિયત પાટીલને સામાન્ય વર્ગમાં લોકપ્રિય બનાવે છે.  2017ની વિધાનસભા ચૂંટણ દરમિયાન પાટીદાર ફેક્ટરની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભાજપના પર્ફૉર્મન્સમાં પાટીલનું પ્રદાન ગણી શકાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment