Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,રૂપાલા બનશે મુખ્યમંત્રી?

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,રૂપાલા બનશે મુખ્યમંત્રી?

Share Now

કોણ છે પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ?

પુરુષોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીના ઈશ્વરીયા ગામમાં થયો હતો.

પુરુષોત્તમ રૂપાલાએ 1976માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.એસ.સીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએડ સુધીનો અભ્યાસ કર્યો હતો.

કારકિર્દીની શરૂઆત અમરેલી જિલ્લા  ભાજપ પ્રમુખ તરીકે હતી. 1988થી 1991 સુધી  જવાબદારી નિભાવી હતી. ગુજરાત ભાજપ  પ્રદેશ મંત્રી તરીકે 1992માં જવાબદારી નિભાવી હતી. ગુજરાત  પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા  તરીકે 2005થી 2006 સુધી જવાબદારી નિભાવી હતી.

પાટીદાર ફેક્ટર તરીકે રૂપાલા

know life story of Parshottam Rupala

image credit- google image

ગુજરાત  પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ  તરીકે 2010થી 2016 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય પ્રભારી તરીકે  આંધ્ર પ્રદેશ  જવાબદારી નિભાવી છે.અમરેલી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે 1991થી 2002 સુધી જવાબદારી નિભાવી છે. રાજ્યસભામાં  સંસદ તરીકે 2008થી 2014 અને 2018થી અત્યાર સુધી જવાબદારી નિભાવી રહ્યા છે.

પાટીદાર ફેક્ટર તરીકે રૂપાલા (Parshottam Rupala) કામ કરી શકે છે. 66 વર્ષીય રૂપાલા ગુજરાતના રાજકારણમાં ફેરબદલી કરી શકે એવા પ્રભાવશાળી પટેલ સમુદાયથી આવે છે. 2019ના રોજ તેમને કેન્દ્ર સરકારમાં તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અને હાલના કેબિનેટ વિસ્તરણમાં તેમને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીમંત્રી બનાવવામાં આવ્યા છે.

જુઓ આ વિડીયો: CR Paatil’s Statement On CM Face

રૂપાલાની ખેડૂતોની વચ્ચે એક અલગ છબી

know life story of Parshottam Rupala

image credit- google image

રૂપાલા પોતાના અલગ-અલગ નિવેદનોથી સતત ચર્ચામાં રહે છે. રૂપાલાના ખેડૂતો માટે કરેલા કાર્યોથી પણ એક અલગ ઓળખ ધરાવે છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જેવી અનેક યોજનાથી માછીમારો માટે પણ એક અલગ નામ ધરાવે છે.

બીજ મીની કિટ જેવી અનેક યોજનાથી રૂપાલાની ખેડૂતોની વચ્ચે એક અલગ છબી ધરાવે છે. ખેડૂતોની બમણી આવક થાય તે માટે રૂપાલા અનેક કાર્યક્રમો સાથે ખેડૂતોની વચ્ચે આવે છે. ખેડૂત નેતા હોવાથી રૂપાલા ખેડૂતો વચ્ચે એક અલગ ઓળખ ધરાવે છે.

પરસોત્તમ રૂપાલાનું નામ મુખ્યમંત્રી પદ માટે ઉછળી ચુક્યું છે 

કેન્દ્રિય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા રાજનીતિમાં આવ્યા પહેલા અમરેલી પંથકમાં શિક્ષક હતા. કડવા પાટીદાર સમાજમાંથી આવતા રૂપાલા કેશુભાઈના વિશ્વાસુ હતા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારોની વસ્તી મોટી સંખ્યામાં છે.અને પરસોત્તમ રૂપાલાની સમાજ પર પકડ પણ છે. અમરેલી-સુરતમાં સામાજિક કાર્યો કે પાર્ટીના કામ માટે એક હાકલે સમાજ દાનનો ધોધ વહાવી આપે છે. આર્થિક રીતે સદ્ધર એવા સમાજનું ગુજરાતના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,નીતિન પટેલ બનશે મુખ્યમંત્રી?

પરસોત્તમ રૂપાલાએ ગુજરાતમાં મંત્રી રહ્યાંથી,કેન્દ્રીય મંત્રી સુધીની સફર તડકી-છાંયડી વચ્ચે ખેડી છે.હાલ કેન્દ્રમાં મંત્રી છે. અગાઉ પાટીદાર આંદોલન વખતે પણ પરસોત્તમ રૂપાલાનું નામ મુખ્યમંત્રી પદ માટે ઉછળી ચુક્યું હતું. વખતે પણ ગુજરાતની રાજનીતિથી માંડીને કૃષિ-કાયદા- સહકાર વિભાગ પર પણ તેમની પકડ હોવાથી પરસોત્તમ રૂપાલાની ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે સંભાવનાઓને નકારી શકાય નહિ..

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment