Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,કોણ છે પ્રફુલભાઈ પટેલ?

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,કોણ છે પ્રફુલભાઈ પટેલ?

Share Now

કોણ છે પ્રફુલભાઈ ખોડાભાઈ પટેલ ( Praful Khoda Patel)?

પ્રફુલભાઈ પટેલનો જન્મ 28 ઓગસ્ટ 1957માં થયો. મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઉનાવા ગામમાં પ્રફુલ પટેલનો જન્મ થયો. પ્રફુલભાઈ પટેલનો (Praful Khoda Patel) એક મધ્યમ ખેડૂત પરિવારમાં જન્મ થયો. પ્રફુલભાઈ પટેલના પિતા ખોડાભાઈ પટલ આરએસએસના એક સક્રિય કાર્યકર હતા. પ્રફુલભાઈના પિતા ખોડાભાઈ પટેલને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગાઢ સબંધ હતા.

તેમના (Praful Khoda Patel) અભ્યાસની વાત કરીએ તો પ્રફુલભાઈ પટેલે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું છે.

પ્રફુલભાઈ પટેલની કારકિર્દી

know life story of Praful Khoda Patel

image credit-google image

પ્રફુલભાઈ પટેલે ભાજપના નાના પાયાના કાર્યકરથી પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી. સંગઠન સ્તરે કરેલી કામગીરીને આધારે તેમને સૌપ્રથમ વાર 2007માં હિંમતનગરની 12મી વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપે ટિકિટ આપી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.કે.પટેલને પરાજય કરીને પ્રફુલભાઈ પટેલ ધારાસભ્ય બન્યા હતા.

2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં પ્રફુલભાઈએ રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ 2 વર્ષ સેવા આપી હતી.. 2012માં તેઓ ચુંટણી હારી ગયા હતા, પરંતુ તેમની કામ કરવાની શૈલીના કારણે આગવી છાપ ધરાવતા પ્રફુલભાઈ પટેલને મોદી સરકારે 2016માં કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણના પ્રશાસક બનાવ્યા હતા.

જુઓ આ વિડીયો: Gujarat CM Vijay Rupani Resigned

હાલ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાશક

હાલ પ્રફુલભાઈ પટેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી, દીવ-દમણ અને લક્ષદીપના પ્રશાશક છે. કેન્દ્રશાસિત પ્રદેશોના ઈતિહાસમાં રાજકીય રીતે નિયુક્ત થનાર વહીવટીકર્તોમાના સૌપ્રથમ રાજનેતા પ્રફુલભાઈ પટેલ છે. 

આ પણ વાંચો: ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,રૂપાલા બનશે મુખ્યમંત્રી?

know life story of Praful Khoda Patel

image credit- google image

તેમણે (Praful Khoda Patel) કરેલા કાર્યો પ્રફુલભાઈ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તેમણે અનેક પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ તેમણે અનેક વિકાસના કાર્યો કર્યા છે, જેનાથી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પર્યટકો વધતાં સ્થાનિકોની રોજગારી પણ વધી છે. સેલવાસના રિંગરોડનો પ્રોજેક્ટ પણ વર્ષોથી પેન્ડિંગ હતો, જે મહત્વપુર્ણ પ્રોજેક્ટની કામગીરી પ્રફુલભાઈએ હાથ ધરી અને 2 વર્ષમાં જ પૂર્ણ કરી નાખ્યો હતો. કામ કરવાની અલગ રીત અને કડક સ્વભાવના પ્રફુલભાઈની આગવી ઓળખ છે.. પ્રફુલભાઈ ક્યારેય ઓફિસમાં બેસીને કામ કરતા નથી. તેઓ ફિલ્ડ ઉપર જ હોય છે. તે તેમની ખાસિયત છે. પ્રફુલભાઈ પટેલે સંધ પ્રદેશમાં સારી કામગીરી કરેલ છે.

છેલ્લા 4-5 વર્ષોથી પ્રફુલભાઈ હિંમતનગરથી દુર છે, છતાં પણ તેઓ પાટીદાર સમાજના સક્રિય પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં છે. આજેય પણ હિંમતનગરના કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય ત્યારે તેઓ નાની મોટી મદદ કરતા રહે છે. મજબુત પાટીદાર નેતા પ્રફુલભાઈ પટેલ પોતાના કામમાં પાવરફુલ છે. જેના કારણે ગુજરાતના રાજકારણમાં તેમની મોટી ભૂમિકા હશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment