Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝકાલાવાડમાં જન્મેલા રણછોડભાઈ ચનાભાઈ ફળદુ એટલે કે, આર.સી. ફળદુ બની શકે છે મુખ્યમંત્રી ?

કાલાવાડમાં જન્મેલા રણછોડભાઈ ચનાભાઈ ફળદુ એટલે કે, આર.સી. ફળદુ બની શકે છે મુખ્યમંત્રી ?

Share Now

કોણ છે આર.સી ફળદુ (R. C. Faldu)

આર.સી ફળદુનો જન્મ 1 ઓગસ્ટ 1957ના રોજ જામનગર જિલ્લાના કાલાવાડમાં થયો હતો. આર.સી. પટેલનું પુરુ નામ રણછોડભાઈ છનાભાઈ ફળદુ છે.

રણછોડ ભાઈ ફળદુના અભ્યાસની વાત કરવામાં આવે તો આર.સી.ફળદુએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. રાજકોટની વિરાણી કોલેજમાંથી તેમણે અભ્યાસ કર્યો છે.

કૃષિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ફળદુ દસમી ગુજરાત વિધાનસભા 1998થી 2002, અગિયારમી વિધાનસભા 2002-2007ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે.

હાલ મુખ્યમંત્રી પદ માટે નામોની ચર્ચામાં કેબિનેટ મંત્રી આર. સી. ફળદુનું નામ પણ ઉમેરાયું છે. ગુજરાત સરકારમાં આર. સી. ફળદુ કૃષિ મંત્રી છે. તેઓ જામનગરથી ધારાસભ્ય છે.

નરેન્દ્ર મોદી સરપ્રાઈઝ આપવા માટે જાણીતા છે. આ સીએમ બનવાની  લિસ્ટમાં નવસેરથી ચૂંટણી ટાળવા માટે કુષિ મંત્રી આર. સી. ફળદુનું નામ ઉમેરવામાં આવ્યું છે.

જુઓ આ વિડીયો: નવા સી.એમ. કોણ હશે

કેમ બનાવે શકી છે મુખ્યમંત્રી

આ લિસ્ટમાં આર.સી.ફળદુનું (R. C. Faldu) નામ હોવાનું એક જ કારણ છે. આ કારણ છે પાટીદાર સમાજ. પટેલ સમાજમાં મોટું નામ ધરાવતા એવા રણછોડ ભાઈ ફળદુ લેઉવા પટેલ છે. તેઓ લેઉવા પટેલ હોવા છતાં પણ તેઓ પાટીદાર સમાજમાં એક અલગ ઓળખ ધરાવે છે.   

કોરોના મહામારી દરમિયાન સર્જાયેલી વિકટ પરિસ્થિતિને સંભાળી ન શકવા બદલ વિજય રૂપાણીની ટીકા થઈ રહી હતી. હાલ ભાજપ ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. આનિષ્ણાંતોના મતે આજ કારણે ભાજપની હાઈકમાન ફરીથી નવા મુખ્યમંત્રીની ખોજ કરવા માંડી છે.

બીજા પાસાઓ પર ધ્યાન આપવામાં આવે તો આર.સી.ફળદુ હાઈકમાન એટલે મોદી અને શાહની ગુડબુકમાં સૌથી સારુ સ્થાન ધરાવતા નેતાઓમાંથી એક છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાલાવડના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક આર.સી. ફળદુ કામ કરી ચુક્યા છે. આ સાથે જ ગુજરાતના મોટા નેતાઓમાંથી આર.સી.ફળદુનું નામ મોખરે છે. જ્યારે  વડાપ્રધાન હતા ત્યારે પણ આર.સી. ફળદુ ઘણી મોટી જવાબદારી નિભાવી ચુક્યા છે.

રણછોડભાઈ ચનાભાઈ ફળદુ એટલે કે આર.સી.ફળદુ હાલમાં ગુજરાતના કૃષિ ગ્રામ વિકાસ અને મત્સ્યોધ્યોગ,વાહન વ્યવહારના મંત્રી તરીકે ફરજ ફજાવે છે. આર.સી.ફળદુના અમિતશાહ અને નરેન્દ્ર મોદી સાથે સારા સબંધં હોવાથી તેઓનું પણ આ લિસ્ટમાં નામ આવી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામોની ચર્ચા ગરમ,પોપ્યુલર પાટિલ રેસમાં?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment