Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeનેચર & વાઈલ્ડ લાઈફજાણો જળબિલાડીનો ખોરાક શું હોય ?

જાણો જળબિલાડીનો ખોરાક શું હોય ?

Share Now

જળબિલાડી. આ સસ્તન પ્રાણી માંસાહારી હોય છે. પુરા વિશ્વમાં જળબિલાડીની 13 અલગ- અલગ પ્રજાતિ છે. ઑસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા છોડીને આ જળબિલાડી વિશ્વના દરેક મહાદ્વીપ પર જોવા મળે છે. જળબિલાડીના શરીર લાંબા અને પાતળા હોય છે. તેમના ટૂંકા હાથ હોય છે અને અંતમાં તીક્ષ્ણ નખ હોય છે. આંગળીઓની વચ્ચે વેબ એટલે કે ચામડી હોય છે જળબિલાડીને પગમાં વેબ હોવાથી તરવામાં મદદ મળે છે. વિવિધ જાતિના કદમાં તફાવત છે. દરેક જળ માર્જરની લંબાઈ અને વજન તેમની પ્રજાતી પ્રમાણે હોય છે. સામાન્ય રીતે લંબાઈ 0.6 થી 1.8 મીટર છે અને તેનું વજન 1 થી 45 કિગ્રા છે. ઘણા OTTERS અત્યંત ઠંડા પાણીમાં પણ જીવી શકે છે કારણ કે તેમના શરીરમાં ખોરાક ઝડપથી પચે છે, અને ઘણી એનર્જી ઉત્પન્ન કરે છે જેની સાથે તેમના તાપમાનને સંતુલિત રાખવામાં સક્ષમ હોય છે. આ જ કારણે તેમને પણ ઘણું ખાવું પડે છે. EUROPEAN OTTER દરરોજ તેમના શરીરના વજનના 15% ખાય છે. ભારતમાં જળબિલાડીની ત્રણ પ્રજાતિ જોવા મળે છે. પહેલી છે યુરેશિયાઈ જળબિલાડી. બીજા નંબર પર છે Smooth coated otter અને ત્રીજા નંબર પર છે Small-clawed otter.

Image Credit-WIKIPEDIA

ભારતમાં મળતા સ્મુથ કોટેડ ઓટર વિશે થોડું જાણીએ

ભારતમાં મળતા Smooth-coated otters મોટાભાગે નીચાણવાળા વિસ્તારો, દરિયાકાંઠાના મેંગ્રોવ જંગલો, તાજા પાણીના વેટલેન્ડ, જંગલીની નદીઓ, તળાવો અને ચોખાના ખેતરોમાં જોવા મળે છે. પાણી માટે અનુકૂળ હોવા છતાં, સ્મુથ-કોટેડ ઓટર જમીન પર પણ આરામદાયક રીતે રહી શકે છે અને યોગ્ય નિવાસસ્થાનની શોધમાં લાંબું અંતર કાપી શકે છે. જળબિલાડી છીછરા પાણી પાસે બખોલ બનાવે છે. મલેશિયામાં નદી કરતાં મેંગ્રોવના જંગલોમાં સ્મુથ-કોટેડ ઓટર વધુ પ્રમાણમાં રહે છે. સ્મૂથ-કોટેડ ઓટર એ દક્ષિણપૂર્વ એશિયાનું સૌથી મોટું ઓટર છે. પુખ્ત વયની જળબિલાડીનું વજન 7-11 કિલો જેટલું હોય છે અને 1.3 મીટર સુધી લાંબી થઈ શકે છે. આ ફર ઘેરા બ્રાઉન રંગના હોય છે. Smooth-coated otter નું માથુ ગોળ હોય છે નાક વધુ પડતી આગળ નીકળતું હોય છે,અને પૂંછડી સપાટ હોય છે. Smooth-coated otter નું નાક ઉલ્ટા V આકારનું હોય છે.અન્ય જળબિલાડીઓની જેમ, Smooth-coated otter ના પંજા મજબૂત અને વેબ વાળા હોય છે સાથે જ તીક્ષ્ણ નખ હોય છે. સ્મૂથ-કોટેડ ઓટર એક પત્નીત્વ વાળી જોડી બનાવે છે. નર મોટા હોવા છતાં, તે માદાઓ વર્ચસ્વ ધરાવે છે.

Image Credit-WIKIPEDIA

જળબિલાડીના પ્રજનનનો સમય ઓગસ્ટ અને ડિસેમ્બરની વચ્ચે હોય છે. ગર્ભધારણની અવધિ 61–65 દિવસ હોય છે. પાણી પાસે આવેલા આવાસોમાં જળબિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે. ગર્ભાવસ્થા પછી પાંચ બચ્ચાને જન્મ આપે છે. ત્રણ દિવસ પછી બચ્ચાની આંખો ખુલી જાય છે અને સાત-આઠ દિવસમાં આ બચ્ચા તરી શકે છે. બચ્ચાને લગભગ 130 દિવસ સુધી દૂધ પીવડાવવામાં આવે છે. અન્ય ઓટર્સથી વિપરીત,  સ્મુથ કોટેડ ઓટર નાના કુટુંબના સમૂહ બનાવીને રહે છે, જ્યારે બચ્ચા દૂધ પીવાનું બંધ કરે છે ત્યારે નરના જૂથમાં જોડાય જાય છે.

વધુ વાંચોઃ-શું ઈતિહાસ લખશે પન્નાનો વાઘ?

No comments

leave a comment