Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝઆ વળી ગોલા કાટા શું છે? વેસ્ટ પથ્થર અને પેપરમાંથી બનાવો આ વસ્તુ…

આ વળી ગોલા કાટા શું છે? વેસ્ટ પથ્થર અને પેપરમાંથી બનાવો આ વસ્તુ…

know more about stone and paper art and wooden art
Share Now

ભારત દેશ એ વેવૈધ્યતા અને કળાથી ભરપુર દેશ છે. આપણા દેશમાં એટલી બધી કળાઓ છે કે જેમાંથી ઘણી બધી કળાઓ વિશે આપણે જાણતા પણ નથી. ત્યારે એ કળા દરેક લોકો સુધી પહોચે એ માટે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ એક્ષિબિશન કરવામાં આવતા હોય છે. જેમાંથી વસ્ત્રાપુરમાં આવેલા અમદવાદ હાટમાં એક એક્ષિબિશન રાખવામાં આવ્યું હતું. આ એક્ષિબિશનમાં ૭૦થી પણ વધારે અલગ અલગ સ્ટોલ લગાવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ કળા વિશે…

જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition | Stone & Paper Art

સ્ટોન એન્ડ પેપર આર્ટ (stone and paper art)

એક સામન્ય પથ્થરમાંથી પણ તમે ઘણુંબધું બનાવી શકો છો. કઈ રીતે ચાલો જોઈએ. આ પ્રકારની આર્ટને સ્ટોન આર્ટ કહેવામાં આવે છે. જેમાં અલગ અલગ આકારના પથ્થરમાંથી અલગ અલગ ફ્રેમ તૈયાર કરવામાં આવે છે. જેમાંથી ગણપતિ અને અલગ પ્રકારના દ્રશ્યો બનવામાં આવે છે. આ સિવાય પથ્થર પર અલગ અલગ ચિત્રો પણ દોરવામાં આવે છે. પથ્થરને અલગ અલગ કાર્ટુન કેરેક્ટરનું રૂપ પણ આપી શકાય. જેમ કે એન્ગ્રી બર્ડ, મીનીયન, પેન્ગ્વીન, ફ્રોગ, ક્યુટ પાન્ડા વગેરે. આ બધા જ ક્યુટ ક્રિએચરનો ઉપયોગ તમે તમારા ઘરના ટેબલ શણગારવા અથવા બાળકો ડેસ્ક માટે કરી શકો છો.

આ સિવાય જો પેપર આર્ટની વાત કરવામાં આવે તો અલગ અલગ વેસ્ટ પેપર કે જે આપણે પસ્તીમાં આપી દઈએ છીએ. તેમાંથી પણ અલગ અલગ યુનિક શો-પીસ તૈયાર કરી શકીએ છીએ. પેપર અને વાંસમાંથી બનતા અલગ અલગ ફ્લાવર પોટ વજનમાં એકદમ હલકા હોય છે, જેથી તે કોઈને નુકસાન નથી પહોચાડતા અને તૂટવાની બીક પણ નથી રહેતી. આ પ્રકારના ફ્લાવર પોટ તમારા ઘરને સજાવા બેસ્ટ ઓપ્શન છે.

જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition | Unique Wooden Art

વુડન ગેમ્સ 

આજકાલના બાળકો આખો દિવસ બસ મોબાઈલ લઈને બેસી જાય છે. આ બાળકો ક્રિકેટ પણ મોબાઈલમાં જ રમે છે. અને ચેસ પણ… પ્રેક્ટીકલી ખરેખર એ રમતો રમવાની મજા શું હોય એ તો સાવ ભૂલી જ ગયા છે. એના માટે કોઈ પણ રમતની અટ્રેકટીવ બનાવવી ખુબ જરૂરી છે. એટલે કે કોઈપણ રમતનું અપડેટેડ વર્ઝન બનવું ખુબ જરૂરી છે. ત્યારે બાળપણમાં આપણે સુન ચોકડી રમત રમતા હતા. જેનું હવે અપડેટેડ વર્ઝન આવી ગયું છે. આ રમતનું નામ છે ગોલા કાટા. લાકડાની એક ફ્રેમ પર અલગ અલગ ડીઝાઇન દોરીને આ આખી ગેમ બનાવામાં આવી છે. આ સિવાય લાકડામાંથી બીજી અનેક વસ્તુઓ બનવામાં આવે છે જેમ કે પઝલ ફ્રેમ, પઝલ પેઈન્ટનીંગ. 

જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition | Grass Bags

ગ્રાસ બાસ્કેટ

તમે જો નેચરલ વસ્તુઓ વાપરવાનું વધારે પસંદ કરતા હોય. તો નેચરલ ગ્રાસ બાસ્કેટ તમને એકદમ અનુકુળ આવશે. ગ્રાસમાંથી ખાસ રીતે બનવવામાં આવતા આ બેગ્સને ક્વોલીટી બીજા બેગની સરખામણીમાં ઘણી સારી હોય છે. આ પ્રકારના બેગ એ અલગ અલગ આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા બનવવામાં આવે છે. જેથી તેમને રોજગારી મળે છે. આ બેગ તેમના હાથ દ્વારા ગૂંથવામાં આવે છે. એટલે કેટલી અદ્દભુત રીતે આ ગૂંથણી થતી હશે, તેની આપણે કલ્પના કરી શકીએ છીએ. અલગ અલગ હેન્ડીક્રાફટના એક્ઝીબીશનમાં આ પ્રકારના બેગ તમને મળી જશે.

આ પણ વાંચો: ચાંદીના વાયર ફીટ કરવામાં આવે છે આ ફ્લાવર પોટમાં, જાણો શું છે બીદરી કળા?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment