Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝઆ દિવાળીએ તેલના ડબ્બા કરશે ખિસ્સા ખાલી, તહેવાર પર સિંગતેલના ભાવમાં ભડકો

આ દિવાળીએ તેલના ડબ્બા કરશે ખિસ્સા ખાલી, તહેવાર પર સિંગતેલના ભાવમાં ભડકો

know price of edible groundnut oil on this Diwali
Share Now

રાજકોટમાં આવેલ બેડી માર્કેટ યાર્ડમાં આ વર્ષે મબલક મગફળીની (groundnut oil) આવક થઇ છે. દિવાળીને હવે થોડો સમય બાકી છે ત્યારે મગફળી અને કપાસની જંગી આવક થઇ છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં મેઘના મહેરના કારણે સિંગના પાકનું મબલક ઉત્પાદન થયું હતું. જેને દિવાળી પહેલા જ ખેડૂતો વેચાણ કરીને રોકડ રૂપિયા મેળવી રહ્યા છે. ત્યારે મગફળીની હરાજીમાં ૧૦૫૦ થી ૧૨૦૦ રૂપિયા સુધીની ભાવ બોલાયા હતા. ત્યારે આ મબલક પાકને ધ્યાનમાં રાખીને રાજકોટ માર્કેટિંગ યાર્ડને દશેરાના દિવસે પણ શરુ રાખવામાં આવ્યું હતું.

યાર્ડની બંને બાજુ ચાર-ચાર કિલોમીટર સુધીની લાંબી લાઈનો

સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ આ વર્ષે મગફળીની અઢળક પાકની ભીતિ સેવાઈ રહી છે. ગોંડલ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો આ યાર્ડમાં પોતાની મગફળીનું (groundnut oil) વેચાણ કરવા આવે છે. ત્યારે ગઈ કાલે યાર્ડની બંને બાજુ ચાર-ચાર કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી હતી. આ વર્ષે યાર્ડમાં અંદાજે દોઢ લાખની આવક થવાનો અંદાજો છે. ત્યારે આ વર્ષે ખેડૂતો દિવાળી પહેલા જ આ પાકનું વેચાણ કરી રહ્યા છે.

જુઓ આ વિડીયો: ખેડૂતોને પડ્યા પર પાટુ

રાજકોટ ખાતે ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એન્ડ ઓઈલ સિડ્સ એસો.ના પ્રમુખ સમીર શાહએ નિવેદન આપ્યું છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળીનું મબલક ઉત્પાદન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે 19 લાખ 9 હજાર 855 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે 33.44 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં 5 લાખ ટન, જૂનાગઢ 4.21 લાખ ટન, દેવ ભૂમિ દ્વારકા 3.82 લાખ ટનનું ઉત્પાદન થશે. ખાદ્યતેલ માટે ચાઇનાની ડિમાન્ડ આવતા અઠવાડિયામાં થાય તેવી શકયતા છે. જેની અસરથી ચાઇનાની માંગ નીકળતા મગફળીના ભાવ ઊંચકાશે. જેથી દિવાળીના તહેવારમાં પણ સિંગતેલનો ડબ્બો 2500 થી 2600 રૂપિયા રહેવાની શક્યતા સેવાઈ રહી છે.

જિલ્લાનું નામ વાવેતર (હેક્ટરમાં) ઉત્પાદન (લાખ ટનમાં)
જૂનાગઢ 2,24,300 4.21
દેવભૂમિ દ્વારકા 2,18,400 3.82
અમરેલી 1,88,800 3.5
રાજકોટ 2,71,000 5.08

દિવાળી પર આટલો રહેશે ભાવ 

આ વર્ષે ચીનમાંથી ખાદ્યતેલ માટે ડીમાન્ડ થાય તેવી શક્યતા છે. જો ચીન ખાદ્યતેલ માટે માંગણી કરશે તો ખાદ્ય તેલની આપણા દેશમાંથી નિકાસ કરવામાં આવશે. જેથી તેલના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે. જેથી દિવાળી આસપાસ તેલના ડબ્બાના ભાવ આ વર્ષે 2500 થી 2600 રૂપિયા રહેવાની શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: 10 વર્ષના બાળકે અજગર સામે જંગ છેડી, પિતાના માર્ગે ચાલી પોતાનો જીવ બચાવ્યો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment