અમદાવાદની લાલ દરવાજા (Lal Darwaja) માર્કેટ ખુબ પ્રખ્યાત છે. જયારે પણ ખરીદી કરવાની વાત પર ચર્ચા થાય લાલ દરવાજા માર્કેટનું નામ પહેલા આવે છે. નાનકડી સેફટી પીનથી લઈને સાડી સુધીની દરેક વસ્તુ તમને આ માર્કેટમાં મળી રહે છે. ત્યારે જો તમે ફેશનને ફોલો કરવામાં માનતા હોય મહિનામાં એકવાર આ માર્કેટની મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ. સૌથી સારી બાબત આ માર્કેટની એ છે કે આ માર્કેટ પોકેટ ફ્રેન્ડલી છે એટલેકે અહિયાં તમે માત્ર એક હજાર રૂપિયા લઈને આવ્યા હોય તો પણ ઘણી બધી ખરીદી કરી શકો છો. ત્યારે ott indiaની ટીમે પણ લાલ દરવાજા માર્કેટની મુલાકાત લીધી હતી. જ્યાં ઘણી બધી અવનવી ટ્રેન્ડીંગ ગર્લ્સ એસેસેસરીઝ જોવા મળી.
જુઓ આ વિડીયો: Trending Tiaras in Lal Darwaja Market
ટ્રેન્ડીંગ ટીઆરા
ટીઆરા આજકાલ ખુબ ટ્રેન્ડીંગમાં છે. કોઈપણ આઉટફીટ પર ટીઆરા જાય છે. ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બને લુક પર આ પ્રકારના ટીઆરા પહેરવાથી આખું લુક અલગ થઇ જાય છે. ત્યારે લાલ દરવાજાની(Lal Darwaja) માર્કેટમાં આ પ્રકારના ટીઆરા ઉપલબ્ધ છે. અને તેની કીમત પણ સાવ સામાન્ય હોય છે. લગભગ ૧૦૦- ૧૨૦ની વચ્ચે તમને આ પ્રકારના ટીઆરા મળી જાય છે. જો વેરાયટીની વાત કરવામાં આવે તો ક્રિસ્ટલ ટીઆરા, ફલોરલ ટીઆરા, પર્લ ટીઆરા અને રોઝ ટીઆરા વગેરે જોવા મળે છે અહિયા નાના બાળકો માટે સ્પેશીયલ પ્રકારના લાઈટીંગ વાળા ટીઆરા પણ જોવા મળે છે.
જુઓ આ વિડીયો: Unique Long Earrings in Lal Darwaja Ahmedabad
લટકણ એરીન્ગ્સ
લાલ દરવાજા માર્કેટમાં બીજી એક સરસ વસ્તુ જોવા મળી એ હતી લટકણ એરીન્ગ્સ. મોટા ભાગે એવું બનતું હોય છે કે છોકરીઓને લાંબી એરીન્ગ્સ પહેરવી બહુ ગમતી હોય છે, પણ તેના વજનથી કાન દુખવા લાગે છે. એટલે ફંક્શનમાં અખો દિવસ તેને કેરી કરવી ખુબ મુશ્કેલ બને છે. ત્યારે તેનો સોલ્યુશન છે આ લટકણ એરીન્ગ્સ. આ એરીન્ગ્સ એક લોંગ એરિંગનું લુક તો આપશે જ સાથે જ આને કેરી કરવી પણ બહુ જ ઇઝી થઇ જાય છે. કારણ કે આ વજનમાં ખુબ હળવી હોય છે. રંગ્બેરંગી દોરાથી આને તૈયાર કરવામાં આવે છે. તેની સાથે ઓક્ષોડાઈઝ બીટ્સ લગાવવામાં આવે છે.
આ પણ વાંચો: “છેલાજી રે…મારી હાટુ રાજકોટથી પટોળા મોંઘા લાવજો…”
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4