Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeન્યૂઝચાંદીના વાયર ફીટ કરવામાં આવે છે આ ફ્લાવર પોટમાં, જાણો શું છે બીદરી કળા?

ચાંદીના વાયર ફીટ કરવામાં આવે છે આ ફ્લાવર પોટમાં, જાણો શું છે બીદરી કળા?

know unique handicrafts of India
Share Now

ભારત દેશ એ વેવૈધ્યતા અને કળાથી ભરપુર દેશ છે. આપણા દેશમાં એટલી બધી કળાઓ છે કે જેમાંથી ઘણી બધી કળાઓ વિશે આપણે જાણતા પણ નથી. ત્યારે એ કળા દરેક લોકો સુધી પહોચે એ માટે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ એક્ષિબિશન કરવામાં આવતા હોય છે. જેમાંથી વસ્ત્રાપુરમાં આવેલા અમદવાદ હાટમાં એક એક્ષિબિશન રાખવામાં આવ્યું હતું. આ એક્ષિબિશનમાં ૭૦થી પણ વધારે અલગ અલગ સ્ટોલ લગાવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ કળા વિશે…

જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition/BIDRI ART

બીદરી હેન્ડીક્રાફટ (handicrafts)

આ હસ્તકલા (handicrafts) કર્ણાટકની ખુબ ફેમસ કળા છે. વિશ્વભરથી લોકો આ અદભુત કળાને જોવા માટે આવતા હોય છે. સામાન્ય રીતે ઝીંક ધાતુનો ઉપયોગ કરીને તેમાંથી અલગ અલગ વસ્તુઓ બનવવામાં આવે છે. ૯૦% ઝીંક અને 10% કોપર ધાતુને મિક્સ કરીને તેમાંથી અલગ અલગ ફ્લાવર પોટ, ટી કોસ્ટર, અલગ અલગ મૂર્તિઓ, એરીંગ્સ, સાડી પીન અને કટ્ટર જેવી વસ્તુઓનો આકાર આપવમાં આવે છે. ત્યારબાદ તેના પર સુંદર ડીઝાઇન હથોડી અને ટાંકણી વડે કોતરવામાં આવે છે. અને ત્યારબાદ તેમાં ચાંદીનો તાર ફીટ કરવામાં આવે છે. આ ધાતુનો કાળો રંગ એ એક ખાસ માટીને આભારી હોય છે. આ માટી એ કર્ણાટકમાં આવેલ્લ એક કિલ્લાની છે. જેનો ઉપયોગ બીદરી કળામાં થાય છે.

જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition/chitrapat painting

ચિત્રપટ્ટ પેઇન્ટિંગ

કહેવાય છે કે કલાકારની કોઈ જાતી કે ધર્મ નથી હોતો. કલાકારની કલા એ જ એનો ધર્મ અને જાતી હોય છે. આ વાત આવા જ એક કલાકાર સાબિત કરી બતાવી છે. એક મુસ્લીમ કલાકારે એટલી સુંદર અને રમણીય હિંદુ ધર્મની પેઇન્ટિંગસ બનાવી છે જે જોઇને તમને પણ આશ્ચર્યચકિત થશે. હિંદુ ધર્મમાં રામાયણ, કૃષ્ણલીલા, મહાભારતને લગતા અઢળક કિસ્સાઓ છે. જેને આ પેઇન્ટર દ્વારા દોરવામાં આવ્યા છે. જેને ચિત્રપટ્ટ પેઇન્ટિંગ કહેવાય છે. તેમની આઠ પેઢીથી તેઓ આ સરસ ચિત્રો કંડારી રહ્યા છે. જેના પરથી એક વાતનો ખ્યાલ આવે છે કે વર્ષો પહેલા આ પ્રકારે કોઈ જ્ઞાત જાતના ભેદ નહીં હોય.  

જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition/Vegetable dye color fabrics

વેજીટેબલ ડાય કલર 

મોટા ભાગે અલગ અલગ સમાચારમાં તમે સાંભળય હશે કે અલગ અલગ વસ્તુઓમેં કેમિકલ નાખવામાં આવતા હોય છે. ખાવાની વસ્તુઓમાં તો કેમિકલ હોય જ છે પણ શું તમને ખબર છે કે તમે જે કપડા પહેરો છો એમાં પણ કેમીકલ હોય છે. અને એ તમારી સ્કીનને નુકશાન કરી શકે છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. એકદમ ખાસ રંગો કે જે ફૂલો અને જુદી જુદી વનસ્પતિમાંથી બનવવામાં આવે છે, તેવા રંગોમાંથી તૈયાર થતા કપડાથી તમને આ સમસ્યાથી રાહત મળશે. આ પ્રકારનું કાપડ જે સ્પેશીયલ આયુર્વેદિક રંગોમાંથી તૈયાર થાય છે, તે તમને અલગ અલગ એક્ઝીબીશનમાં મળી જશે.

જુઓ આ વિડીયો: Tour at Ahemdabad Haat Exhibition/STORY HOUSE

સ્ટોરી હાઉસ હસ્તકલા (story house handicrafts)

આપણે નાના હતા ત્યારે દાદાજી પાસે વાર્તા સાંભળતા અને આ વાર્તા સાંભળતા સાંભળતા ક્યારે મીઠ્ઠી નીંદર આવી જતી એ ખબર પણ ના રહેતી. હવે તો બસ બાળકો આખો દિવસ ફોનમાં હોય છે. ત્યારે આ બાળકો માટે એક અલગ જ હસ્તકલા (handicrafts) દ્વારા સ્ટોરી હાઉસ બનવામાં આવ્યું છે. એક એવું ઘર કે જે વાર્તા કહેશ. લાકડાના આ ઘરમાં આર્ટીસ્ટ દ્વારા અલગ અલગ ચિત્રો દોરવામાં આવ્યા છે. જે દરેક ચિત્ર એક ઘટના દર્શાવે છે. એક પછી એક દરવાજો ખૂલતો જાય અને વાર્તા આગળ વધતી જાય… છે ને કેટલી મજ્જાની વાત? આ પ્રકારનું હાઉસ આજકાલના બાળકોને મોબાઈલમાંથી બહાર લાવવા માટે એક બેસ્ટ ઓપ્શન છે. 

આ પણ વાંચો: આ અદભુત કળાઓ વિશે જાણીને તમે કહેશો “વાહ, જોરદાર બાકી…”

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment