Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeન્યૂઝસૂર્યની ઉપાસનાનો તહેવાર એટલે છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

સૂર્યની ઉપાસનાનો તહેવાર એટલે છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

CHHATH POOJA
Share Now

છઠ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. ખેડૂત સમાજ કે ખેતી પર આધારિત સમાજની સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓની પૂજા એ સમાજની સંપૂર્ણ માનસિકતાનુ પ્રતિનિધિત્વ કરે છે. તેથી રાજનૈતિક, સામાજીક અને આર્થિક જગતમાં અનેક પ્રકારના પરિવર્તન છતા પર્વ તહેવારોની પ્રક્રિયા આજે પણ કાયમ છે. સૂર્ય કાલ્પનિક દેવતા નથી, પણ પ્રત્યક્ષ દેવતા છે. અને ખેડૂત સમાજને ત્યારથી જ્યારે વિજ્ઞાનનો આટલો વિકાસ નહોતો થયો અને ન તો આધુનિક સુવિદ્યાઓ ઉપલબ્ધ હતી, સૂર્ય ફક્ત ઉષ્મા અને ઉર્જા જ નહોતો આપતો પણ ખેતીમાં પણ દરેક રીતે મદદ કરતો હતો.

CHHATH POOJA

બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો તહેવાર છઠ્ઠ પૂજા 10 નવેમ્બરના રોજ છે. તેમાં છઠ્ઠ માતાનું પૂજન અને સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. બિહારમાં આ એકમાત્ર એવો પર્વ છે, જેને દરેક વર્ગના લોકો એકસાથે ઉજવે છે. આ સૂર્ય અને પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રકટ કરવાનો પર્વ છે.

કેવી રીતે વ્રતની પૂજા કરવામાં આવે છે ?

CHHATH POOJA વ્રતનુ નામ છે ‘રવિ ષષ્ઠી વ્રત’ અર્થાત કાર્તિક માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ આ વ્રતનુ આયોજન કરવામાં આવે છે. આમ તો આ ચાર દિવસનુ વ્રત છે. જેમા વ્રતના પ્રથમ દિવસે ચતુર્થી તિથિના રોજ વ્રત કરનારી સ્ત્રી અને પુરૂષ પવિત્ર થઈને ભોજન કરે છે. જેમા મીઠાના રૂપમાં સંચળનો પ્રયોગ કરે છે. આગામી દિવસે પંચમીના રોજ વ્રતના 24 કલાકનો ઉપવાસ હોય છે અને ડૂબતા સૂર્યને અર્ધ્ય આપે છે. જે ડાળીમાં સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે એ ડાલીમાં પૂજા સામગ્રી ધૂપ, દીપ ઉપરાંત પાંચ પ્રકારના ફળ કેળા, લીંબૂ, સંતરા, નારિયળ અને સીતાફળ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત મૂળા, શેરડી, હળદર, સૂરણ વગેરે પણ ડાળમાં મુકવામાં આવે છે. સૂર્ય ભગવાનના સૌથી મુખ્ય વ્યંજન પકવાનને ગણાય છે. જેમા ડાળીમાં ચઢાવવા માટે ખૂબ જ શુદ્ધતાથી ઘઉં ઘોઈને સૂર્યના પ્રકાશમાં સુકવીને તેનો લોટ બનાવાય છે અને પચેહે તેને દૂધથી પલાળી એક એવા સંચામાં નાખીને આકાર આપવામાં આવે છે જેના પર સૂર્યદેવતાનુ ચિત્ર હોય છે પછી તેને શુદ્ધ ઘી માં તળીને ડાળીમાં ચઢાવીને દેવતાને અર્ધ્ય આપવામાં આવે છે.

આ પણ વાંચો : PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

છઠ્ઠ માતા સૂર્યદેવની બહેન છે

CHHATH POOJA એવું માનવામાં આવે છે કે છઠ્ઠ માતા સૂર્યદેવની બહેન છે. જે લોકો આ તિથિએ છઠ્ઠ માતાના ભાઈ સૂર્યને જળ ચઢાવે છે, તેમની મનોકામનાઓ છઠ્ઠ માતા પૂર્ણ કરે છે. છઠ્ઠ માતા બાળકોની રક્ષા કરનારી દેવી છે. આ વ્રતને કરવાથી બાળકને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. માર્કણ્ડેય પુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રકૃતિએ પોતાને છ ભાગમાં વિભાજિત કરી છે. તેમના છઠ્ઠા અંશને સર્વશ્રેષ્ઠ માતૃદેવી સ્વરૂપમાં ઓળખવામાં આવે છે, જે બ્રહ્માની માનસ પુત્રી છે. એવું પણ માનવામાં આવે છે કે, દેવી દુર્ગાના છઠ્ઠા રૂપ કાત્યાયની જ છઠ્ઠ મૈયા છે.છઠ્ઠ પૂજા માટે વ્રત કરનાર વ્યક્તિ લગભગ 36 કલાક નિર્જળા રહે છે. સાતમે સવારે સૂર્યપૂજા પછી વ્રત ખોલવામાં આવે છે અને અન્ન જળ ગ્રહણ કરવામાં આવે છે

ષષ્ઠીનો દિવસ પુલ્લિંગ હોવાથી છઠ વ્રત બની ગયો

ષષ્ઠી તિથિના સાંજથી લઈને આખી રાત દીપમાળા સજાવીને ગીત મંગળ વગેરેનુ આયોજન કરી વ્રત કરનારું મનોબળ વધારવામાં આવે છે અને સપ્તમી તિથિના રોજ ઉગતા સૂરજને અર્ધ્ય આપીને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પછી વ્રત કરનારા વ્રતી ભોજન કરે છે.. અહી વ્રત કરનાર વ્યક્તિની કલ્પનાશક્તિ જુઓ. ષષ્ઠી તિથિ ઉચ્ચારણ વિપર્યયને કારણે છઠી બની ગઈ અને સ્ત્રીલિંગ હોવાને કારણે સૂર્યની જનનીન રૂપમાં સ્વીકારવામાં આવી અને ષષ્ઠી તિથિ ‘છઠી મઈયા’ બની ગઈ. ષષ્ઠીનો દિવસ પુલ્લિંગ હોવાથી છઠ વ્રત બની ગયો.

કેવી રીતે થાય છે ઉજવણી

આ તહેવારના રોજ લોક ગીત ગાવામાં આવે છે, તેમાથી અનેક ગીતોનો અર્થ આ પ્રકારનો હોય છે. ‘હે દેવતા, નેત્રહીનોને દ્રષ્ટિ આપો, કુષ્ઠ રોગીઓને રોગમુક્ત કરો, સ્વસ્થ બનાવો અને એ જ રીતે નિર્ધનોને ધન પ્રદાન કરો. આ જ લોકો તમારા રથને પૂરબથી પશ્ચિમ તરફ લઈ જશે.’ અત્રે એ ઉલ્લેખનીય છેકે આ ગીતમાં પોતાને માટે જ નહી પણ સમાજના પીડિત ને ઉપેક્ષિત લોકો માટે નવુ જીવન માંગવામાં આવ્યુ છે.આ પ્રસંગે જે ગીત ગાવામાં આવે છે એ પહેલ સૂર્ય સંબંધિત હોય છે. કોઈમાં ભાસ્કર ભગવાનની મહિમા હોય છે તો ક્યાક આદિત્યને શીઘ્ર ઉદય થવાની પ્રાર્થના કરવામાં આવે છે. આ ગીતમાં સમસ્ત માનવને સૂર્ય દેવતાનો સેવક માનવામાં આવ્યો છે. આ બધા ગીત ધર્મ અને સમાજ સાથે સંકળાયેલ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment