જમ્મુ અને કાશ્મીરને (Jammu & Kashmir) એમ જ પૃથ્વી પરનું સ્વર્ગ નથી કહેવામાં આવતું, તેની પ્રાકૃતિક સુંદરતા અને ભૌગોલિક બંધારણ એ તેને ખરેખર સ્વર્ગ માટે સક્ષમ બનાવે છે. સામાન્ય રીતે, જો કોઈ પ્રવાસી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જાય છે, તો તે શક્ય નથી કે તે દાલ તળાવની (Dal Lake) મુલાકાત ન લે. કારણ કે દાલ સરોવર પ્રવાસીઓ માટે સૌથી આકર્ષક સ્થળો પૈકીનું એક છે. દાલ તળાવનો સુંદર નજારો દરેકનું મન મોહી લે છે.
દાલ તળાવના અદભૂત ફોટા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ 25 ઓક્ટોબરની સાંજે દાલ તળાવનો (Dal Lake) સુંદર નજારો જોયો અને તેની સુંદર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ખાસ વાત એ હતી કે તેમને લેસર શોથી લઈને મ્યુઝિકલ ફાઉન્ટ અને શિકારાથી લઈને હાઉસબોટ ફેસ્ટિવલ સુધીની ઝલક જોવા મળી હતી. તો ચાલો આપણે જાણીએ કે શિકારા અને હાઉસબોટ ફેસ્ટિવલ શું છે? આપણે તેને કેવી રીતે અને શા માટે ઉજવીએ છીએ?
IMAGE COURTESY: TWITTER.COM
જમ્મુ કાશ્મીરનું (Jammu & Kashmir) સાંસ્કૃતિક પ્રતિક છે શિકારા
ખરેખર શિકારા (Shikara) એક પ્રકારની હોડીનું નામ છે. તેની વિશેષતા એ છે કે શ્રીનગરના દાલ સરોવરમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. મતલબ કે જો તમે શિકારા પર સવારી કરવા માંગો છો, તો તમારે દાલ તળાવની (Dal Lake) મુલાકાત લેવી પડશે. આ જ કારણ છે કે તેને જમ્મુ અને કાશ્મીરના સાંસ્કૃતિક પ્રતીક તરીકે જોવામાં આવે છે. આમાંની મોટાભાગની બોટ તાલપત્રીથી ઢંકાયેલી છે.
It was a mesmerising experience to watch the musical fountain and laser show at Srinagar’s iconic Dal Lake.
Also inaugurated the ‘Houseboat Festival’ organised by the J&K Tourism. Sharing some pictures. pic.twitter.com/uWbXniDLf2
— Amit Shah (@AmitShah) October 25, 2021
શિકાર (Shikara) મહોત્સવનું થાય છે આયોજન
સામાન્ય રીતે, ઉનાળાની ઋતુમાં યોજાતા શિકારા (Shikara) ઉત્સવમાં તેને સંપૂર્ણ રીતે શણગારવામાં આવે છે અને પછી રેસિંગ પણ થાય છે. આ ઉપરાંત શિકારા (Shikara) બોટનો કેરળમાં પણ ઉપયોગ થાય છે. સામાન્ય રીતે તેમાં છ લોકો બેસી શકે છે. આનાથી જોડાયેલી ખાસ વાત એ છે કે તે માત્ર પ્રવાસીઓ માટે ફરવા માટે નથી, પરંતુ તેનો ઉપયોગ પરિવહનના સાધન તરીકે પણ થાય છે.
IMAGE COURTESY: TWITTER.COM
હાઉસબોટ ફેસ્ટિવલનો (Houseboat Festival) મનમોહક નઝારો
આ ઉપરાંત ત્યાં હાઉસબોટ ફેસ્ટિવલનું (Houseboat Festival) પણ આયોજન કરવામાં આવે છે. જેનો નજારો પણ ઘણો આકર્ષક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વખતે હાઉસબોટ ફેસ્ટિવલનું (Houseboat Festival) ઉદ્ઘાટન કર્યું. હાઉસબોટ એ લાકડાના મકાનનો ઉલ્લેખ કરે છે જે હંમેશા પાણીમાં તરતા હોય છે અને પ્રવાસીઓ દ્વારા તેનો આનંદ માણવામાં આવે છે. એક તરફ શિકારાનો આનંદ અને બીજી તરફ હાઉસબોટ પ્રવાસીઓના મનને અપાર શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે.
જુઓ આ વિડીયો: Tour To Kashmir
આ પણ વાંચો: દુનિયાની પાંચ એવી જગ્યાઓ જ્યાં સુરજ ૭૦ દિવસ સુધી આથમતો નથી!
Android: http://bit.ly/3ajxBk4