Dhanteras 2021: ધનતેરસએ દિવાળી પર્વમાં આવતો સૌથી પહેલો દિવસ છે. આ દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. નવી વસ્તુઓ ખરીદવા માટે આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસે ખરીદવામાં આવતી વસ્તુ એ તે તેર ગણી વધી જે છે, તેવું માનવામાં આવે છે. ત્યારે આ દિવસે મોટા ભાગના લોકો સોના ચાંદીની વસ્તુઓ ખરીદતા હોય છે. પણ સોના ચાંદી સિવાયની આ વસ્તુઓ ખરીદીને પણ તમારા ઘરમાં રહેલી ધન-સંપત્તિ જાળવી શકો છો. સાથે જ ઘણી એવી પણ વસ્તુઓ છે કે જેને ખરીદીને અશુભ માનવામાં આવે છે.
ગોમતી ચક્ર
એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ગોમતી ચક્ર ખરીદવાથી ઘરમાં સમૃધ્ધિ આવે છે. ગોમતી ચક્રએ લક્ષ્મીજીનું પ્રિય છે. ત્યારે તમે ગોમતી ચક્ર ખરીદી શકો છો. જ્યારે તમે ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરો, ત્યારે ધન કે કોઈ ચાંદી કે સોનાની વસ્તુની જગ્યાએ તમે આ ગોમતી ચક્રને મૂકીને તેની પૂજા કરો, એનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ હમેશા જળવાય રહેશે.
પિત્તળનું વાસણ
ધનતેરસના દિવસે પિત્તળની વસ્તુ ખરીદવી એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. એટલે તમે સોના કે ચાંદીની જગ્યાએ પિત્તળનું કોઇ વાસણ પણ ખરીદી શકો છો જેનાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ બરકરાર રહેશે.
આખા ધાણા ખરીદો
બહુ ઓછા લોકોને ખબર છે કે આ દિવસે આખા ધાણાની ખરીદીને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને ધાણા ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. આખા ધાણાને ખરીદીને સૌ પ્રથમ તેણે લક્ષ્મીજીને ચડાવવામાં આવે છે, અને ત્યાર પછી એ ધાણાને ઘરના બગીચા, ખેતરમાં વાવી દેવ જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં આખું વર્ષ કોઈપણ વસ્તુની ખૂટ નહીં પડે.
સાવરણી
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. સાવણી ખરીદ્યા પછી તેણે નમસ્કાર કરીને ઘરમાંથી ઝાડુ કાઢવાથી ઘરમાંથી નકારત્મકતા દૂર થાય છે અને હમેશા સકરત્મકતા અને સમૃદ્ધિ બની રહે છે.
ધનતેરસના દિવસે આ વસ્તુઓ બિલકુલ ના ખરીદતા!
1) સ્ટીલની વસ્તુ
ધનતેરસના શુભ દિવસે ઘણા લોકો નવા વાસણોની ખરીદી કરે છે, જે મોટા ભાગે સ્ટીલના હોય છે. ત્યારે આ દિવસે સ્ટીલની ખરીદી બિલકુલ પણ ના કરવી જોઈએ. માત્ર કુદરતી ધાતુઓની ખરીદી જ આ દિવસે શુભ ગણાય છે. જેમાં એક માત્ર પિત્તળની ધાતુ કહી શકાય.
2) એલ્યુમિનિયમનો સામાન
એલ્યુમિનિયમ ધાતુને દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે, અને આ ધાતુ પર રાહુનો પ્રભાવ વધારે હોય છે, જેથી આ ધનતેરસના દિવસે એલ્યુમિનિયમની વસ્તુઓ પણ ના ખરીદવી જોઈએ.
3) લોખંડની વસ્તુ
લોખંડ ધાતુને શનિદેવના કારક માનવામાં આવે છે, જેથી લોખંડની કોઈપણ વસ્તુની ભૂલથી પણ ખરીદી આ દિવસે ના કરવી જોઈએ. આવું કરવાથી ભગવાન કુબેરની કૃપા નહીં થાય.
4) અણીદાર કે ધારદાર વસ્તુઓ
આ શુભ દિવસે ધારદાર અને અણીદાર વસ્તુઓની ખરીદી થી બચો. અણીદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, કાતર, પિન, સોઈની ખરીદી કરવી એ અશુભ માનવામાં આવે છે.
5) પ્લસટીકનો સામાન
ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓની ખરીદી કરવાથી તે સમૃદ્ધિ નથી આપતી. જેથી ધનતેરસ (Dhanteras 2021) પર કોઈપણ પ્લાસ્ટિકનો સામાન ના ખરીદવો જોઈએ.
આ પણ વાંચો: ફોર્ડ મોટર્સના માલિક આલ્ફ્રેડ જયારે બની ગયા કૃષ્ણ ભક્ત “અંબરીશ દાસ”
6) ચીન માટીના વાસણો
ધનતેરસના દિવસે સિરામિકમાંથી બનેલી વસ્તુઓ બિલકુલ ના ખરીદવી જોઈએ. આ વસ્તુઓ લાંબો સમય ટકતી નથી, જેથી ઘરમાં સમૃદ્ધિ બનેલી નથી રહેતી. તેવું માનવામાં આવે છે.
7) કાચના વાસણો
ઘણા લોકો નવી અલગ અલગ વસ્તુઓની ખરીદીમાં કાંચની વસ્તુઓની પણ ખરીદી કરતાં હોય છે. પણ કાંચનો સંબંધએ રાહુ સાથે માનવામાં આવે છે. તેની ધનતેરસના દિવસે કાચની વસ્તુઓની ખરીદી અને તેનો ઉપયોગ પણ ના કરવો જોઈએ.
8) કાળા રંગની વસ્તુઓ
ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓની ખરીદી ના કરવી જોઈએ. આ રંગને એક દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે ધનતેરસના (Dhanteras 2021) શુભ અવસર પર કાળા રંગની કોઈપણ વસ્તુની ખરીદી કરવી એ અશુભ મનાય છે.
9) ખાલી વાસણ ના લઈને આવો
કોઈ પણ નવા વાસણની તમે ખરીદી કરો તો એ વાસણને તમે ખાલી ઘરે ના લાવતા. તેને અશુભ માનવામાં આવે છે. નવા ખરીદેલા વાસણમાં ચોખા, પાણી અથવા બીજી કોઈ સામગ્રી ભરીને જ ઘરમાં લાવો.
જુઓ આ વિડીયો: Kuber Bhandari Mandir
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4