Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝOMG, સોનાની ઘારી? જાણો આ વર્ષે ઘારીનો ભાવ કેટલો રહેશે

OMG, સોનાની ઘારી? જાણો આ વર્ષે ઘારીનો ભાવ કેટલો રહેશે

know which new types of ghari are people liking most
Share Now

આગામી ચંદી પડવાના પર્વે સુરતીઓની મનપસંદ ઘારીની (ghari) ડિમાન્ડને પહોંચી વળવા માટે આ વખતે એકલી સુમુલ ડેરી એકલા હાથે 100 ટન ઘારી બનાવીને નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સુમુલ ડેરીના લક્ષ્યાંક મુજબ 100 ટન ઘારી વેચવા માટે સુમુલ ડેરીએ વિશાલ નેટવર્ક અને સહકારી મંડળીઓના નેટવર્કનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.જોકે સુરતમાં માત્ર સુમુલની જ 100 ટન વેચાણ થયું છે સમગ્ર સુરતની જુદી મીઠાઈ દુકાનો ,સંસ્થાઓ અને ઘર ઘથ્થુ ઘારીની વાત કરવામાં આવે તો અંદાજે 200 ટન ઘારીનું વેચાણ થયા થયાનો અંદાજ મનાય રહ્યો છે.

આ વર્ષે 100 ટન ઘારીનું (ghari) પ્રોડક્શન

સુરત શહેર ઉપરાંત વ્યારામાં પણ સુમુલ ડેરીની ઘારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુમુલ ડેરી ઉપરાંત સુરતમાં અન્ય મીઠાઈની દુકાનો, સંસ્થા, સંગઠનો, મંડળીઓ દ્વારા પણ મોટા પાયે એડવાન્સમાં ઓર્ડર લઈને ઘારી બનાવવામાં આવી રહી હોય આ વખતે સુરતમાં ઘારીનું વેચાણ અભૂતપૂર્વ રીતે થશે એ નિશ્ચિત છે.

અત્યારસુધી સુમુલ ડેરી દ્વારા ચંદી પડવાના પર્વને અનુલક્ષીને 60 થી 80 ટન જેટલી ઘારીનું (ghari) પ્રોડક્શન કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક થાય એ હદે એટલે કે 100 ટન ઘારી બનાવવામાં આવે તેવો લક્ષ્યાંક જોવા મળી રહ્યો છે. જેના માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી કરવામાં આવી હતી. ઘારી બનાવવા માટે જરૂરી રો મટીરીયલ્સ, પેકેજિન્હ તેમજ મેન પાવરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો 

ગયા વર્ષે ઘારીનાં ભાવ 560 રૂપિયા પ્રતિ કિલો હતા. પણ આ વખતે રો મટિરિયલ્સ, ડ્રાયફ્રુટ, માવા, ડીઝલ સાહતીની વસ્તુઓમાં ભાવવધારો થયો હોય ઘારીની કિંમતોમાં 40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં સુરતીઓમાં આ વર્ષે ચંદી પાડવો ઉજવવામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.કરણ કે છેલા બે વર્ષ થી કોરોનાને કારણે મિત્રો અને સંબંધીઓ સાથે ઘારીની લિજ્જત સાથે ચંદી પડવો ઉજવી શક્યા ન હતા.જેથી ભાવ વધારા છતાં સુરતીઓ ચંદી પાડવો ઉજવવા ઉત્સાહિત છે.

જુઓ આ વિડીયો: સુરતીઓની પહેલી પસંદ ઘારી

સુરતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તે રીતનું પ્રોડક્શન થઇ રહ્યું છે. કારણ કે ફક્ત સુમુલ ડેરી જ 100 ટન ઘારી બનાવશે, આ ઉપરાંત જુદા જુદા મીઠાઈ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા પણ ઘારી બનાવી અંદાજે 100 ટન જેટલું વેચાણ કરી દેવાયું છે.જેથી આ વર્ષે ચંદી પડવામાં સુરતીઓ અંદાજે 200 ટન ઘારીની લિજ્જત માણી ઐતિહાસિક ઉજવણી કરશે.

આ પણ વાંચો: ચાટ, પાપડી વેચતા જોવા મળ્યાં ‘કેજરીવાલ’ ??? વિડીયો વાઇરલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment