Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeનેચર & વાઈલ્ડ લાઈફપૃથ્વીને બચાવવી હોય તો જાણી લો ક્લાઇમેટ ચેન્જ શું છે? નહીં તો નષ્ટ થઈ શકે છે પૃથ્વી

પૃથ્વીને બચાવવી હોય તો જાણી લો ક્લાઇમેટ ચેન્જ શું છે? નહીં તો નષ્ટ થઈ શકે છે પૃથ્વી

know climate change effect
Share Now

હાલ એક વસ્તુ જો તમે નોટિસ કરી હોય તો પહેલાના સમયની સરખામણીમાં અત્યારે ગરમી વધારે મહેસુસ થાય છે. આ તડકો એટલો ક્રૂર હોય છે કે જાણે તમારી ત્વચા પર સાક્ષાત અગ્નિ હોય તેવું લાગે છે. જો તમને એસીની આદત નથી, તો તમે આ તડકામાં કદાચ 1 કલાક રહી શકો, પણ જો તમને એસીની આદત હોય તો તમે આ તડકામાં 15 મિનિટથી વધારે સમય ના કાઢી શકો. વર્ષો પહેલાના સમયની જો વાત કરવામાં આવે તો ત્યારે બધી જ ઋતુ નિયમિત હતી. શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુઓ એ એક નિશ્ચિત સમયે આવતી, અને એ જ પ્રમાણે ખેડૂતો પોતાના પાકનું વાવેતર કરતાં.

પણ હવે તો ચોમાસામાં પણ ખતરનાક તડકો પડે છે અને ઉનાળામાં પણ ધોધમાર વરસાદ વરસે છે. ઋતુઓમાં એક અનિયમિતતા આવી ગઈ છે, જેના કારણે ખેડૂતોને તો ભારે નુકશાન થાય જ છે સાથે જ દેશની અર્થવ્યવસ્થાને પણ ખૂબ મોટું નુકસાન થાય છે. આ સિવાય દર વર્ષે અલગ અલગ રાજ્યોમાં ભૂસ્ખલન, પૂર અને ચક્રવાતની ઘાટનાઓ બને છે, જેના કારણે દેશને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. ત્યારે આ બધી કુદરતી ઘટનાઓ જવાબદાર છે ક્લાઇમેટ ચેન્જ અસરને (climate change effect) … ત્યારે આ ક્લાઇમેટ ચેન્જ શું છે? ચાલો જાણીએ. 

ક્લાઇમેટ ચેન્જ શું છે?

 • કોઈપણ જગ્યાએ વર્ષોથી રહેલા એક સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે.
 • તે હવામાનમાં જો વધારો કે ઘટાડો થાય એટલે કે બદલાવ આવે તેને ક્લાઇમેટ ચેન્જ કહેવામાં આવે છે. 
 • 19મી સદીની સરખામણીમાં હાલ વિશ્વભરના તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્શિયસનો વધારો થયો છે.
 • સમગ્ર વાતાવરણમાં 19મી સદીની સરખામણીમાં 50 ટકા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યું.
 • જો ક્લાઇમેટ ચેન્જ સામે પગલાં નહીં લેવામાં આવે તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સદીના અંત સુધીમાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે.

ક્લાઇમેટ ચેન્જ પાછળના જવાબદાર પરિબળો 

 • આજકાલ વધતી જતી ફેક્ટરીઓ અને વધતાં જતાં વાહનોમાં વપરાતા ઈંધણ તેલના કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે.
 • ફેક્ટરી અને વાહનો દ્વારા છોડવામાં આવતા વિવિધ ગેસના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે.
 • કાર્બન ડાયોક્સાઈડ એ પૃથ્વી પર આવતી સૂર્યની ગરમની ઘેરી લે છે અને જેથી પૃથ્વીનું તાપમાન વધે છે.
 • આ સિવાય પણ માનવ દ્વારા ઘણી બધી અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવે છે, જેના દ્વારા પૃથ્વી પર તાપમાન ખૂબ ઝડપથી વધી રહ્યું છે.

ક્લાઇમેટ ચેન્જની ભવિષ્યમાં શું અસર (climate change effect) થઈ શકે છે?

 • જો આવી જ રીતે પૃથ્વી પરની ગરમીમાં વધારો થતો રહ્યો, તો સૌથી મોટી અસર જનજીવન પર પડશે. ત્વચાને લગતા રોગોમાં પણ વધારો થશે.
 • ખાસ કરીને તેની અસર ગરીબ લોકોમાં થશે, કારણ કે તેમની પાસે વધતી ગરમી સામે ટકી રહેવા માટે આર્થિક રીતે સક્ષમ નહીં હોય.
 • ગરમીમાં થતાં સતત વધારાથી ખેતરો સુકાઈ જશે. જમીનની ફળદ્રુપતા ઘટી જશે અને તેમાં પાક વાવવા મુશ્કેલ બનશે. 
 • ક્લાઇમેટ ચેન્જ અસર(climate change effect)થી શાકાહારી આહાર શ્રુંખલા તૂટી શકે છે.
 • ઋતુઓની નિયમિતતા ખોરવાઇ શકે છે, જેની જનજીવન પર મોટી અસર પડી શકે.
 • અલગ અલગ વિસ્તારોમાં પૂર આવવું, અતિવૃષ્ટિ થવી, ભયાનક ચક્રવાત આવવા જેવી ઘટનાઓ બની શકે છે.
 • આ પ્રકારની ઘટનાઓનો ચીન, જર્મની, બેલ્જિયમ અને નેધરલેન્ડના લોકો સામનો કરી ચૂક્યા છે.
 • જળવિસ્તારોમાં તાપમાન વધવાથી, સમુદ્રમાં રહેલા પ્રાણીઓ ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યા છે.
 • દરિયામાં આવેલા વર્ષો જૂના કોરલ્સ ધીમે ધીમે મરી રહ્યા છે.
 • વાતાવરણ સતત ગરમ બનતા અનેક જગ્યાએ દાવાનળ ફાટી રહ્યા છે, જેના માટે પણ ક્લાઇમેટ ચેન્જ જ જવાબદાર છે.
 • હિમાલયમાં રહેલો બરફ ધીમે ધીમે પીગળી રહ્યો છે. જેના કારણે જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે.
 • સતત વધતાં તાપમાનથી બરફ પીગળે છે જેનાથી ધ્રુવ પ્રદેશના બરફમાં રહેતી સફેદ રીંછની પ્રજાતિ નષ્ટ થઈ શકે છે.

જુઓ આ વિડીયો: Sea Snot : Save Marmara

કેવી રીતે ક્લાઇમેટ ચેન્જને રોકી શકાય?

 • 2015માં પેરિસમાં એક ઐતિહાસક કરાર કરવામાં આવ્યો હતો, જેમાં વિશ્વના દેશોએ ભાગ લીધો હતો.
 • જેમાં આ દેશોએ પૃથ્વી પર વધેલ 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સ્તરે જાળવી રાખવા પ્રતિજ્ઞા લીધી હતી.
 • આ સિવાય ફેક્ટરીમાંથી નીકળતા ગેસનો યોગ્ય નિકાલ કરવો
 • વ્યક્તિગત રીતે જો દરેક વ્યક્તિ જરૂર પૂરતો જ કારનો ઉપયોગ કરે અથવા તો ઇલેક્ટ્રિક કાર કે વાહનનો ઉપયોગ કરે.
 • ઈંધણ તેલથી વપરાતી વસ્તુઓની જગ્યાએ ઇલેક્ટ્રિક વસ્તુઓ વાપરવામાં આવે તો તેને ઘટાડી શકાય છે 

આ પણ વાંચો: ક્લાઇમેટ ચેન્જથી ભારતને થયું કરોડો રૂપિયાનું નુકસાન, વધુ નુકસાન માટે રહો તૈયાર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment