કાલ્પનિક અને વાસ્તવિકતા આ બે શબ્દો એકબીજાથી તદ્દન વિરુધ છે. આપણે રોજે જે જીવી રહ્યા છીએ, એ વાસ્તવિકતા છે. દરરોજ એ જ રૂટીન જિંદગી. ત્યારે કલ્પનાની દુનિયા તો એકદમ ખુબસુરત, અદભુત હોય છે. જેમાં માત્ર તમારી જ મરઝી ચાલે છે. જે કદાચ હકીકતમાં શક્ય નથી બધું જ કલ્પનામાં થઇ શકે છે. અને એટલે જ આપણને કોઈ પણ વસ્તુની કલ્પના કરવી ખુબ જ ગમે છે. આવી જ એક રમુજી કલ્પના છે કાર્ટુન (cartoon).
કાર્ટુન (cartoon) એ બાળકો જેવું જ નિર્દોષ અને માસુમ
કાર્ટુન એ દુનિયા છે, જેને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા જ નથી. આ દુનિયામાં હાથી બોલી શકે છે. કાર ડાન્સ કરી શકે છે. વૃક્ષો રડી શકે છે! બાળકોનું પ્રિય કાર્ટુન (cartoon) એ બાળકો જેવું જ નિર્દોષ અને માસુમ હોય છે. બધા એ પોતાના જીવનમાં ઓછામાં ઓછી એક વાર તો કાર્ટુન જોયું જ હશે. ડોરેમોન, સીન્ચેન, નીન્જા હતોરી, મોટું પતલુ, ટોમ એન્ડ જેરી, ઓગી એન્ડ કોક્રોચ અને હજુ કેટલાય… આ બધા ફેમસ કાર્ટુનના નામ છે. લગભગ બધા આ કાર્ટુન કેરેક્ટરને તમે ઓળખાતા હશો. તો તમને ક્યારેય એવો સવાલ થયો કે આપણે તો રોજે કપડા બદલીએ છીએ તો આ કાર્ટુન કેરેક્ટર કેમ રોજ એકના એક કપડા પેહરે છે?
image credit- google image
અત્યારે અધતન ટેકનોલોજીના લીધે કાર્ટુન (cartoon) કમ્પ્યુટરમાં બનવવામાં આવે છે. જે ખુબ જ જલ્દી અને સરળ રીતે તૈયાર થઇ જાય છે. પણ પહેલાના જમાનામાં આ કાર્ટુન કલરો અને પેન્સિલથી કાગળ પર દોરવામાં આવતા. જે ખુબ જ સમય ખર્ચાળ અને મહેનત વાળું હતું. કાર્ટુનના બેકગ્રાઉન્ડથી લઈને દરેક વસ્તુ ચિત્રો દોરીને દોરીને બનાવવામાં આવતી હતી.
કાર્ટુન કેરેક્ટરના કપડા એક જ રાખવાની પ્રથા
ત્યારે કાર્ટુનિસ્ટને અલગ અલગ વાર્તા માટે બીજું બધું તો દોરવું જ પડે છે. એટલે જો તેના કપડા અને બાકી બધું સરખું રહે તો તેને મહેનત ઓછી પડે છે. એટલે મોટા ભાગના કાર્ટુનીસ્ટ કાર્ટુન કેરેક્ટરના કપડા સરખા જ રાખતા હતા.
image credit- google image
ત્યાર બાદ ધીમે ધીમે ટેકનોલોજીનો જમાનો આવતો ગયો અને કાર્ટુન મેકિંગ સરળ અને ઝડપી બની ગયું. કાર્ટુન મેકિંગની દરેક વસ્તુ બદલાઈ પણ એક વસ્તુ ના બદલાઈ એ છે કાર્ટુન કેરેક્ટરના કપડા એક જ રાખવાની પ્રથા. હવે જો કાર્ટુન મેકિંગ ટીમ ઈચ્છે તો તેના કપડા રોજે બદલી ખુબ જ સરળતાથી બદલી શકે. પણ કોઈ કારણોસર તેના કપડા એક જ રાખવા એ જાણે એક રીવાજ બની ગયો.
આ પણ વાંચો: ડોરેમોન લવર્સને ચોકાવી દે તેવી વાત, જાણો શું થયું રહસ્યમય છેલ્લા એપિસોડમાં
પીળા કપડાની બદલે કાળા રંગના કપડા પેહારાવામાં આવે તો?
image credit- google image
image credit- google image
એક કારણ એ પણ છે કે કોઈ પણ કાર્ટુન કેરેક્ટરના (cartoon character )કપડા એ તેની ઓળખ બની જાય છે. જેમ કે નોબીતાની વાત કરીએ તો તેને જો પીળા કપડાની બદલે કાળા રંગના કપડા પેહારાવામાં આવે તો એ તમને નહિ ગમે. એ તમને નોબીતા લાગશે જ નહિ, કોઈ બીજું કેરેક્ટર લાગશે! એવી જ રીતે સીન્ચેન હમેશા લાલ રંગના કપડામાં જોવા મળે છે, પણ જો તેને વાદળી રંગના કપડા પહેરવામાં આવે તો એ નહિ સારો લાગે, આંખોને જોવો જ નહિ ગમે! એટલે લોકોને આ કાર્ટુન કેરેક્ટરને આ જ કપડામાં જોવાની અડત પડી ગઈ છે અને એટલે જ અત્યારે તેના કપડા બદલી શકાય તેવી ટેકનોલોજી હોવા છતાં બદલવામાં નથી આવતા.
આ જ કારણ છે કે દરરોજ કાર્ટુન એક જ કપડા પેરે છે. પણ ખરેખર કાર્ટુન જોવાની ખુબ મજા પડે! મોટા થઇ ગયા પછી એ થોડું તથ્ય વગરનું લાગે.. પણ જો ક્યારેક તમે જીવનમાં ખુબ અપસેટ હોઉં ત્યારે કોઈ કાર્ટુન જો જો. ખરેખર થોડા સમય માટે તમે તમારી બધી પ્રોબ્લેમ્સ ભૂલી જશો!
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4