Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeહેલ્થદર સદીએ આવતી મહામારી?

દર સદીએ આવતી મહામારી?

Share Now

કોરોનાએ સમગ્ર ભારત નહિ પરંતુ સમગ્ર વિશ્વના લોકોને ડરવા માટે મજબુર કરી દીધા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રકારની મહામારી દર સદીએ આવે છે. મહામારીના ઇતિહાસ પર નજર કરીયે તો 1720માં પ્લેગ, ત્યારબાદ 1820માં હૈઝા, તેના પછી 1920માં સ્પેનિશ ફલૂ અને 2020થી શરુ થયેલી કોરોના મહામારી અટકવાનું નામ નથી લઇ રહી. આ મહામારીઓએ કરોડો લોકોના જીવની સાથે-સાથે તેણે લોકોની વસ્તીઓનું નામો-નિશાન પણ મિટાવી દીધું છે.

image courtesy Wikimedia Commons

વિસ્તારપૂર્વક વાત કરીયે તો ઈ.સ. 1720માં પ્લેગ નામની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી. જેને ધ ગ્રેટ પ્લેગ ઓફ માર્શિલે પણ કહેવામાં આવે છે. માર્શિલે ફ્રાન્સનું એક શહેર છે. જ્યાં આ ફ્લેગના કારણે 1 લાખથી વધુ લોકોનું મૃત્યુ થયું હતું. શરુવાતના કેટલાક મહિનામાં જ 50,000 જેટલા લોકોને મોતની નીંદરે સુવડાવી દીધા હતા. આ રોગ એટલો ખતરનાક હતો કે દુનિયાના 20ટકા લોકોને તેણે મોતના કુવામાં ધકેલી દીધા હતા. પર્શિયા અને ઇજિપ્તમાં આ બીમારીનો ખાસો પ્રભાવ હતો. ઇતિહાસકારો અનુસાર આ બીમારીથી યુરોપ, આફ્રિકા અને એશિયામાંથી 7 કરોડ લોકોના મૃત્યુનું અનુમાન લગાવવામાં આવે છે.  ભારતમાં પણ આ બીમારીનો પ્રકોપ 19મી સદી સુધી રહ્યો હતો. આ મહામારીનો ખૌફ એટલો વધારે હતો કે રાતે સૂતેલો સ્વસ્થ માણસ  સવારે મૃત અવસ્થામાં જોવા મળતો હતો. પ્લેગને “બ્લેક ડેથ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

image courtesy- getty images

 

જે પ્રમાણે હાલ માસ્ક વિના બહાર નીકળવું અનિવાર્ય બની ગયું છે. તે જ પ્રમાણે આપ આ વર્ષો જૂની તસવીરોમાં પણ જોઈ શકો છો આ બીમારીઓ દરમિયાન પણ કંઈક આવીજ પરિસ્થિતિ સર્જાઈ હતી. એ સમયની ગંભીરતાનું અનુમાન તમે અહીં દર્શાવેલી તસવીરો પરથી લગાવી શકો છો.

image courtesy-getty images

એક સદી બાદ ઈ.સ. 1820માં એક નવી બીમારીએ જન્મ લીધો, જેનું નામ હતું ધ ફર્સ્ટ કોલેરા. જેને હૈઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીમારી સૌથી પહેલા થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં આગની જેમ ફેલાઈ ગઈ. કોલેરાના કારણે એકલા જાવા દ્વીપ પર 1 લાખ લોકોના મોત થઇ ગયા. 1910 થી 1911 સુધીમાં આ બીમારીથી  ભારત, મધ્ય પૂર્વ આફ્રિકા અને પૂર્વ આફ્રિકામાં ૮ લાખથી વધુ લોકો મોત થયા હતા. હૈઝા એ વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયાથી થાય છે

image courtesy- getty images

 

વર્ષ 1920, આશરે 100 વર્ષ બાદ ધરતી પર ફરી તબાહી આવી. આં તબાહી હતી, સ્પેનીશ ફ્લુના સ્વરૂપમાં. આ વાયરસએ ૧૯મિ સદીનો સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે. આ ફ્લુ ૧૯૧૮માં ફેલાયો હતો, પરંતુ તેની ખરી અસર જોવા મળી ૧૯૨૦માં. આ ફ્લુએ ૧૯૧૯માં આશરે દુનિયાના એક તૃતિયાંસ ભાગના લોકોને હમેશા માટે મૌન કરી દીધા હતા. આ વાયરસ શરુવાતમાં યુરોપ , યુનાઈટેડ સ્ટેટસ અને એશિયાના કેટલાક ભાગોમાં ફેલવાથી ૨ કરોડ થી 5 કરોડ લોકોનું જીવન નષ્ટ થઇ ગઈ હતું. આ વાયરસે સૌથી વધારે તબાહી સ્પેનમાં મચાવી હતી, જેથી તેને સ્પેનિસ ફ્લુ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી ભારતમાં જ આ મહામારી થી ૨ કરોડ લોકોનું મૃત્યુ થયું હતું.

image courtesy-getty images

વર્ષ ૨૦૨૦માં ફરી એક વાર ૧૦૦ વર્ષ પુરા થયા બાદ માનવતાને ખતરામાં નાખવા વધુ એક બીમારી રાક્ષસ બનીને આવી છે. ૨૦૨૦ની શરુવાતમાં ચીનથી ફેલાયેલા આ કોરોનાએ અત્યારસુધી કેટલાય માનવ જીવને પોતાની જપેટમાં લીધા છે. અને લાખો લોકોએ પોતોનો જીવ પણ ગુમાવ્યો છે. ઇતિહાસમાં આવેલી બધી બીમારીઓની જેમ, સમય જતા આ બીમારીમાંથી પણ આપણે બહાર આવી જઈશું. ડરવાની જરૂર નથી, માત્ર સાવચેત રહેવાની જરૂર છે.

જુઓ આ વીડિયો: હેલ્ધી ખબર

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો:

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment