એકવીસમી સદીમાં હાલ જેવી રીતે ટેકનોલોજી અપડેટ થઇ રહી છે, તેવી જ રીતે લોકોની લાઈફ સ્ટાયલ પણ અપડેટ થઈ રહી છે. ગામ હવે અપડેટ થઈને શહેર બની ગયું છે. અત્યારે જ્યા જુઓ ત્યા મોટી મોટી બિલ્ડીંગો જોવા મળે છે. રસ્તા પર વાહનોનો પ્રવાહ રોજ ધસમસતો હોય છે. બહુમાળી ઈમારતોમાં ઉપર જવા માટેની લિફ્ટ (elevator ) તો તમે જોઈ જ હશે! ક્યારેય જો તમે ધ્યાનની નોટીસ કર્યું હોય તો લિફ્ટમાં અરીસો મુકવામાં આવતો હોય છે. તો ક્યારેય તમને સવાલ થયો કેમ આ અરીસો મુકવામાં આવે છે?
“લિફ્ટ (elevator ) ખુબ જ ધીમે ધીમે ચાલે છે..”
image credit- google image
લિફ્ટનું ઇન્વેન્શન ઘણા વર્ષ પહેલા થયું હતું. બહુમાળી ઈમારાઓ તો બનવવામાં આવી, પણ આ વીસ પચ્ચીસ માળ સુધી સીડી કોણ ચડે? ત્યારે તેનો પણ ઈલાજ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો અને બનાવી દીધી લિફ્ટ. શરૂઆતમાં લિફ્ટ એ માત્ર બે લોકો માટે બનાવવામાં આવી હતી. ત્યારબાદ લિફ્ટનો ઉપયોગ વધારે પ્રમાણમાં થવા લાગ્યો. અને લિફ્ટ મોટી બનાવવામાં આવી.
વાત સાંભળવામાં થોડી અજીબ લાગી
લિફ્ટ કંપની દ્વારા બનવવામાં આવેલી લીફ્ટને શરૂઆતમાં લોકોએ ખુબ પસંદ કરી. પણ ધીમે ધીમે લોકો તરફથી લિફ્ટ કંપનીને ફરિયાદો આવવા લાગી. લોકોનું એવું કહેવું હતું કે લિફ્ટ ખુબ જ ધીમે ધીમે ચાલે છે. અને અંદર લોકો ખુબ ગુંગળામણ અનુભવે છે. ત્યારે કંપની દ્વારા એક મીટીંગ લેવામાં આવી. તો ઘણા કર્મચારીએ સલાહ આપી કે આપણે લિફ્ટની સ્પીડ વધારી દેવી જોઈએ. પણ લિફ્ટની સ્પીડ વધારવી એ લોકોની સુરક્ષા માટે હિતાવહ નહોતું, આ વાત કંપની સારી રીતે જાણતી હતી.
છેવટે કેટલાક કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આપણે લિફ્ટમાં (elevator ) એક અરીસો મુકવી દઈએ.પહેલા તો આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગી કે અરીસો મુકવાથી કઈ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે? પણ તેની પાછળનું કારણ હતું કે લિફ્ટમાં અરીસો મુકતા, લોકો લિફ્ટ અંદર જતા જ પોતાને અરીસામાં જોવા લાગે છે. અને પછી પોતાના વાળ અને કપડા સરખા કરવા, નિહારવા લાગે છે. એટલા સમયમાં તો એમને જે માળ સુધી પહોચવું હોય એ માળ આવી જાય છે.
આ પણ વાંચો: શું તમને ખબર છે? Bye એ શબ્દ નહિ, પણ એક વાક્ય છે!
મોટા ભાગના લોકોને ક્લોસ્ટોરફોબિયા
image credits- google image
બીજું એક કારણ એ પણ હતું કે મોટા ભાગના લોકોને ક્લોસ્ટોરફોબિયા હોય છે. એટલે લિફ્ટ જેવી નાની જગ્યામાં તેઓ ગુંગળામણ અનુભવે છે. ત્યારે જો એની ત્રણેય બાજુ અરીસા મુકવામાં આવે તો તે અરીસામાં તે જગ્યાનું પ્રતિબિંબ જોવા મળે છે. જેથી વ્યક્તિની લિફ્ટની જગ્યા વધારે દેખાય છે. અને વ્યક્તિ ગુંગળામણ પણ અનુભવતો નથી.
ત્યારે હાલના સમયમાં તો આખી લિફ્ટ જ પારદર્શક જોવા મળે છે. ત્યારે મોલ્સમાં જોવા મળતી લિફ્ટમાં પારદર્શક કાચ હોવાથી, જયારે લિફ્ટ (elevator ) ઉપર જાય છે ત્યારે શહેરનો અદભુત નજરો જોવા મળે છે. આ સિવાય પણ લિફ્ટમાં ઘણી બધી વેરાયટી જોવા મળે છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4