Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝપાકિસ્તાન સામેની હાર બાદ પત્રકારના સવાલ પર કોહલી ભડક્યો, કહ્યું- શું તમે રોહિતને ટીમમાંથી કાઢી મુકશો?

પાકિસ્તાન સામેની હાર બાદ પત્રકારના સવાલ પર કોહલી ભડક્યો, કહ્યું- શું તમે રોહિતને ટીમમાંથી કાઢી મુકશો?

Kohli
Share Now

ભારતને પાકિસ્તાન સામે ટી -20 વર્લ્ડ કપની મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપની મેચોમાં આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાને ભારતને હરાવ્યું હોય. મેચ બાદ જ્યારે કેપ્ટન વિરાટ કોહલી (Kohli)એ પ્રેસ કોન્ફરન્સ યોજી ત્યારે ત્યાં એવો સવાલ થયો કે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે એક પત્રકારે ટીમ ઈન્ડિયા (Team India)ના પ્લેઈંગ -11 પર સવાલ ઉઠાવ્યો ત્યારે વિરાટનું વલણ કંઇક અલગ જ જોવા મળ્યું.

પાકિસ્તાની પત્રકારે Kohli ને શું પુછ્યુ?

પ્રેસ કોન્ફરન્સમાં એક પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલી (Virat Kohli)ને પૂછ્યું કે, ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલો ઉભા થઈ રહ્યા છે, શું રોહિત શર્મા (Rohit Sharma)ની જગ્યાએ ઈશાન કિશનને રમાડવો જોઇતો હતો? આ સવાલ પર વિરાટ કોહલીએ પહેલા કહ્યું કે, આ બહાદુરીભર્યો સવાલ છે.

આ પણ વાંચો: T20 World Cup: 29 વર્ષમાં પ્રથમ વખત હાર્યું ભારત, પાકિસ્તાને 10 વિકેટથી મેળવી જીત

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ પત્રકારને જ પૂછ્યું કે તમે શું કરશો, હું મારી બેસ્ટ ટીમ સાથે જ રમ્યો છું. શું તમે રોહિત શર્માને T20 ટીમમાંથી ડ્રોપ કરશો? શું તમે જાણો છો કે તેણે છેલ્લી મેચમાં શું કર્યું? વિરાટે આગળ કહ્યું કે, જો તમે કોઇ વિવાદ ઇચ્છતા હોવ તો મને સીધુ જ કહો, હું તમને તેવો જ જવાબ આપીશ.
પાકિસ્તાન (Pakistan)સામે હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, અમે અમારા પ્લાનને યોગ્ય રીતે લાગુ નથી કર્યો, આથી જ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો. જ્યારે તમે ત્રણ વિકેટ પહેલા જ ગુમાવો છો, ત્યારે તમારે મેચમાં પરત ફરવુ મુશ્કેલ બની જાય છે. અમને ખબર હતી કે તે ઝાકળ બનશે, તેથી દબાણ હતું.

વિરાટ કોહલીએ કહ્યું કે, પાકિસ્તાન અમારા કરતા સારું રમ્યું, જે રીતે પરિસ્થિતિ બદલાઈ, અમને 10-20 રનની વધુ જરૂર હતી. જો કે, કેપ્ટન વિરાટ કોહલીએ એમ પણ કહ્યું કે, આ અમારા માટે પૈનિક બટન મોડ નથી, હજુ તો ટૂર્નામેન્ટ (Tournament)શરૂ થઈ છે, પૂર્ણ નથી થઈ.

જણાવી દઈએ કે ભારતે ટોસ હારી અને પ્રથમ બેટિંગ (Betting)કરતા પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાને પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું. ભારતની શરૂઆત જ નિષ્ફળ રહી હતી અને રોહિત શર્મા પહેલા જ બોલ પર શૂન્ય પર આઉટ થયો હતો.

પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમે જીત પર શું કહ્યું?

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે, જીતનો શ્રેય ટીમના ખેલાડીઓને જાય છે. અમે અમારી વ્યૂહરચના પર સારી રીતે કામ કર્યું. જે રીતે શાહીન આફ્રિદી એ શરૂઆત કરી, તેનાથી અમારું મનોબળ વધ્યું. સ્પિનરોએ મધ્યમ ઓવરોમાં પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી અને અમારા બોલરોએ ડેથ ઓવરોમાં પણ પક્કડ જમાવી રાખી હતી.

બાબાર આઝમે (Babar Azam)આગળ જણાવતા કહ્યું કે, ‘ઝાકળની અસર બાદ બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો. અમે સારી તૈયારી કરી હતી અને અમારા દરેક ખેલાડીઓએ 100 ટકા યોગદાન આપ્યું હતું. આ ટુર્નામેન્ટની માત્ર શરૂઆત છે અને અમારે આગામી મેચોને પણ ગંભીરતાથી લેવી પડશે.

 અનોખી ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment