Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeએન્ટરટેઈન્મેન્ટકોલકતાનો ચા વાળો કિશોરદાના ગીતો સાથે પીરસી રહ્યો છે ચા!

કોલકતાનો ચા વાળો કિશોરદાના ગીતો સાથે પીરસી રહ્યો છે ચા!

Kolkata chaiwala
Share Now

આજકાલ સોશિયલ મીડિયાના કારણે લોકોની છુપાયેલી પ્રતિભાને મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે અને લોકો પણ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. બચપન કા પ્યાર ગીત થી ફેમ મેળવનાર સહદેવ દરડો પછી તાજેતરમાં કોલકાતાનો ચા વેચનાર (Kolkata chaiwala) પણ લોકપ્રિય બની રહ્યો છે. કિશોર કુમારના કેટલાક ક્લાસિક્સ સાથે, ચા પીરસતો માણસ તેના ગ્રાહકોના ચહેરા પર જ નહીં પણ જેઓ તેને ઓનલાઇન સાંભળે છે તેમના માટે પણ સ્મિત લાવી રહ્યો છે.

ઉત્તર કોલકાતાના બેનીટોલા લેન ખાતેના સ્ટોલ પરથી પલટન નાગના વીડિયો ચર્ચાનો વિષય બન્યા છે. તેમાંથી એકમાં તે કિશોર કુમારના સ્કેચ સાથે પીળા શર્ટ પહેરેલા જોઈ શકાય છે. તે ચા બનાવતી વખતે અને તેના ગ્રાહકોને પીરસતી વખતે તે ચંદા ઓ ચંદા ગાઈ રહ્યા છે. તેમની દુકાનમાં કિશોર કુમારના ફોટા પણ દેખાઈ રહ્યા છે.

જુઓ આ વિડીયો: ખબરી ફિલ્મી છે 

કોલકતાના આ ચા વેચનાર (Kolkata chaiwala) ગાયકનું કહેવું છે કે તેઓ ગાયક બનીને તેમના સિંગિંગના જુનૂંનને આગલા સ્તર પર લઈ જવા માંગે છે. જોકે, પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેને ચા વેચવાની દુકાનમાં પિતા સાથે જોડાવું પડ્યું. તે  સ્ટેજ પરફોર્મન્સ પણ કરે છે.

આ પણ વાંચો: અક્ષય કુમારનો મીમ વાયરલ , નીરજ ચોપરાની બયોપીકમાં દેખાશે અક્ષય? 

લોકો આ વાયરલ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમના ગાયનના વખાણ પણ કરી રહ્યા છે. એકે લખ્યું કે જો કિશોર કુમાર જીવિત હોત તો તેને આ જોઈને ખૂબ આનંદ થયો હોત.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment