Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝકોલકાતા પહોંચી ફાઈનલમાં, દિલ્હી કેપિટલ્સ મેચ હારતા ખેલાડીઓ થયા ભાવુક

કોલકાતા પહોંચી ફાઈનલમાં, દિલ્હી કેપિટલ્સ મેચ હારતા ખેલાડીઓ થયા ભાવુક

Kolkata
Share Now

દિલ્હી કેપિટલ્સ સૌ પ્રથમ વખત આઈપીએલ જીતવાથી હવે દુર થઇ ગઇ છે. કેપિટલ્સે ક્વોલિફાયર-2માં કોલકાતા (Kolkata)નાઈટ રાઈડર્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કેકેઆરે આ મેચમાં દિલ્હીને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો.

કોલકત્તા (Kolkata)ના ખેલાડીએ સિક્સ ફટકારી બાજી પલટાવી

ફાઈનલમાં પહોંચવા માટે દિલ્હીને બે તક મળી હતી. પરંતુ બંને મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં હાર બાદ દિલ્હીના ખેલાડીઓમાં કેપ્ટન ઋષભ પંત અને પૃથ્વી શૉ રડી પડ્યા હતા. કેકેઆર સામેની મેચ દરમિયાન એક તરફ લાગી રહ્યુ હતુ કે દિલ્હીની ટીમ મેચ જીતી શકે છે. જોકે કોલકત્તા (Kolkata)ના ખેલાડી રાહુલ ત્રિપાઠીએ સિક્સ ફટકારી દિલ્હીની આશાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

આ પણ વાંચો: IPL માં કેપ્ટન તરીકે વિરાટ કોહલીની સફર સમાપ્ત, જુઓ કેવુ રહ્યું પ્રદર્શન

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લે સુધી દિલ્હીનો સ્કોર 38 પર 1 વિકેટ હતી. બાદમાં ટીમ 135 રન પર 5 વિકેટ ગુમાવી કોલકત્તાને 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

કોલકત્તાની શરૂઆત રહી શાનદાર

136 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી કોલકાતાની ટીમની શાનદાર શરૂઆત જોવા મળી હતી. પ્રથમ વિકેટ માટે શુભમન ગિલ અને વેન્કટેશ અય્યરે 12.2 ઓવરમાં 96 રન જોડી દીધા હતા. રબાડાએ ઐય્યરને 55 રન પર આઉટ કરી ભાગીદારીને ખત્મ કરી હતી.

Kolkata ની ટીમે એકર સમયે રોમાંચ ઉભો કર્યો

કોલકાતાને એક સમયે ત્રીસ બોલ પર ત્રેવીસ રનની જરૂર હતી. 16મી ઓવરમાં દિલ્હી (Delhi)ની ટીમે પુનરાગમન કર્યું. કોલકાતાએ આઠ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ 18 બોલ પર કોલકાતાને 11 રનની જરૂર હતી. બાદમાં 20મી ઓવરમાં કોલકાતાને જીત માટે 7 રનની જરૂર હતી. પ્રથમ બોલ પર અશ્વીને એક રન આપ્યો. બીજા બોલ પર કોઈ રન બન્યો નહીં. ત્રીજા અને ચોથા બોલ પર અશ્વિને શાકિબ અને સુનીલ નરેનને પવેલિયન ભેગા કરી દીધા. પાંચમી બોલ પર ત્રિપાઠીએ સિક્સ ફટકારી દીધી મેચ પોતાના ખાતામાં કરી લીધી હતી. મેચ પૂર્ણ થયા બાદ પૃથ્વી શૉ અને ઋષભ પંત (Rishabh Pant)ઈમોશનલ થઈ ગયા હતા.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment