Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝKrishna Mahotsav “શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે પંજરી, માખણ અને પંચામૃતનો પ્રસાદ…”

Krishna Mahotsav “શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે પંજરી, માખણ અને પંચામૃતનો પ્રસાદ…”

Krishna Mahotsav
Share Now

આજે વિશ્વભરમાં ભક્તો કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ મનાવી રહ્યાં છે. આજના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે. અને દિવસભર હરિનું ધ્યાન કરતા હોય છે. આજે ઘણા બધા મંદિરોમાં, સંસ્થાઓમાં, શાળાઓમાં, કોલેજોમાં તથા સોસાયટીમાં કૃષ્ણ મહોત્સવ (Krishna Mahotsav) મનાવવમાં આવશે. સવારે બધા તૈયાર થઈને ભગવાનની પૂજા કરીને એક સરસ પવિત્ર જગ્યા કૃષ્ણની મૂર્તિને સ્થાપિત કરીને ખૂબ જ સરસ ડેકોરેશન કરવામાં આવે છે.

જેમ આપણે આપણા બર્થ-ડે પર ડેકોરેશન કરતા હોઈએ એવી જ રીતે કૃષ્ણ જન્મદિવસે (Krishna Mahotsav) ડેકોરેશન કરવામાં આવે છે. અને રાત્રે 12 વાગ્યે કૃષ્ણનો જન્મ થયો હતો એટલે રાત્રે 12 વાગે તેમને વીશ કરવામાં આવે છે આરતી કરવામાં આવે છે અને જમાડવામાં આવે છે. ઘણાં મોટા મંદિરોમાં છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જ્યારે નાની નાની જગ્યાએ પંચામૃત અને પંજરી, ચોકલેટનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણને સૌથી વધારે માખણ, પંચામૃત અને પંજરી પ્રિય હોય છે. અને તેને પ્રસાદ રૂપે અવશ્ય ધરાવવામાં આવે છે. આ પ્રસાદને બાળ ભોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂજા બાદ ફળો, પંચામૃત અને પંજરીની પ્રસાદ આપવાની પરંપરા છે. જેમાંથી પંજરી સૌથી લોકપ્રિય પ્રસાદ પૈકી એક છે. તો આવો આજે OTT india પર પંજરીનો પ્રસાદ કેવી રીતે બનાવવો તે જાણીએ…

Krishna Mahotsav માં બનાવો શ્રી કૃષ્ણનું અતિ પ્રિય પ્રસાદ

પંજરીઃ

જન્માષ્ટમી (Krishna Mahotsav)માં બનાવવામાં આવતી પંજરીમાં લોટનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે, ઉપવાસ કરનારાઓને પણ પ્રસાદનો લાભ થવો જોઈએ આથી તેમાં લોટનો ઉપયોગ થતો નથી. એવી પરિસ્થિતિમાં ધાણાજીરાની પંજરીનો ઉપયોગ કરવામાં આવે છે.

Krishna Mahotsav

IMAGE CREDIT: SANDESH

પંજરી બનાવવા માટેની સામગ્રીઃ-

100 ગ્રામ ઘાણાજીરૂ પાવડર
3 ચમચી દેશી ઘી
અડધો કપ મખાના
બૂરુ ખાંડ
10 કાજૂ
10 બદામ
1 ચમચી ચિરોન્જી

બનાવવાની રીતઃ-

પૂજા કરવાવાળી કડાઈને બરાબર ધોઈને સાફ કરી લો અને ગેસ પર મૂકો અને તેમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં કાજૂ-બદમ નાંખીને સાંતળો. હળવો ગોલ્ડન કલર થઈ જાય ત્યારબાદ તેમાં મખાના નાંખી દો. જ્યારે થોડુ ક્રિસ્પી થઈ જાય ત્યારે બહાર કાઢી લો. અને અલગથી સૂકી દ્રાક્ષને ફ્રાય કરી લો. બધી જ વસ્તુઓને એક થાળીમાં કાઢી લો અને અડધા મખાનાને અલગ કરીને પીસી લો.

હવે કડાઈમાં બીજીવાર ગરમ કરીને તેમાં ધાણાજીરુ પાવડર મિક્સ કરીને બરાબર સાંતળો. જ્યારે સારી સુગંધ આવવા લાગે અને રંગ બદલાઈ જાય ત્યારે તેમાં બુરુ ખાંડ નાંખી દો. ત્યારબાદ સાંતળેલા બધા જ ડ્રાયફ્રૂટ્સ તેમાં નાંખી દો અને બરાબર હલાવી લો. તમારો પંજરીનો પ્રસાદ હવે તૈયાર છે.

Krishna Mahotsav પંચામૃતઃ-

જેવું નામ છે તે જ પ્રમાણે તેમાં સામગ્રીનો ઉપયોગ થાય છે. પાંચ વસ્તુથી બનેનું એક ગળ્યુ પદાર્થ એટલે પંચામૃત. જે ખૂબ જ સરળ રીતે બનાવવામાં આવે છે. 

Krishna Mahotsav

IMAGE CREDIT: ANNAPURNA

પંચામૃત બનાવવા માટે જરૂરી સામગ્રીઃ-

500 ગ્રામ દૂધ
1 કપ દહીં
4થી5 તુલસીના પત્તા
1 ચમચી મધ
1 ચમચી ગંગાજળ

બનાવવાની રીતઃ-

એક મોટુ પાત્ર લો. અને તેમાં ધૂધ ઉમેરો. ત્યારબાદ અન્ય બધી જ વસ્તુઓ દહીં, તુલસીના પાન, મધ, ગંગાજળ બરાબર મિક્સ કરીને હલાવી લો. ઘણાં લોકો તેમાં ઘીનો પણ ઉપયોગ કરતા હોય છે. આ બધી જ વસ્તુઓ મિક્સ કરશો એટલે તમારુ પંચામૃત બનીને તૈયાર થઈ જશે.

જાણો કૃષ્ણ વિશેના રોચક સવાલોના જવાબ….

માખણ મિશ્રીઃ-

Krishna Mahotsav

IMAGE CREDIT: SANDESH

સામગ્રીઃ-

1 કિલો દહીં
250 ગ્રામ મિશ્રી
1 મોટી ચમચી પિસ્તા
2થી 3 કપ પાણી

બનાવવાની રીતઃ-

સૌથી પહેલા એક વાસણમાં દહીંને જેરણી વડે જેરી લો અથવા તમે બલેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતે જેરી લીધા બાદ માખણને એક અલગ વાસણ માં કાઢી લો. હવે માખણમાં મિશ્રી અને જીણા સમારેલા પિસ્તાને નાંખી દો. માખણ મિશ્રી તૈયાર છે.

 

આ પણ વાંચોઃ- Janmashtamiના શુભ અવસર પર શ્રી કૃષ્ણની પીઠના દર્શન કરવા હિતાવહ નથી…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment