હાલમાં તમામ રાજકીય પક્ષો આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકો અને તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે થોડા દિવસ પહેલા ખોડલધામ(Khodaldham) ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક નો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના પાટીદાર સમાજને એક કરી આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર પાવર બતાવીને પાટીદાર મુખ્યમંત્રી બનાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, આ વખતે પટેલ સમાજમાંથી કોઈ CM બને. જેના પ્રતિકાર સ્વરૂપે આજે રાજકોટમાં રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જે.પી. જાડેજાએ ચોંકવનારું નિવેદન આપ્યું છે. જે.પી. જાડેજાએ વિવાદિત નિવેદન આપતા ક્ષત્રિય સમાજના મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. જે.પી. જાડેજાએ રાજકીય આગેવાનોમાંથી CM બનાવવાની માંગ કરી છે. અને શંકરસિંહ વાઘેલાને CM પદ માટે યોગ્ય ગણાવ્યા હતા.
ક્ષત્રિય સમાજના CM હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નરેશ પટેલે પાટીદાર મુખ્યમંત્રીની માંગણી કરી છે.ત્યારે હવે દરેક સમાજ દ્વારા મુખ્યમંત્રી પદ તેના સમાજનાં કોઈ વ્યક્તિને મળે તેવી માંગણી કરાઈ રહી છે. ત્યારે આજે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ જે. પી. જાડેજાએ પણ ક્ષત્રિય સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. જે. પી. જાડેજાએ ક્ષત્રિય સમાજમાંથી મુખ્યમંત્રી પદના દાવેદારોનાં નામ પણ આપ્યા છે. અગાઉ આ મુદ્દે અલ્પેશ ઠાકોરે પણ તેમના સામેઆજમાથી મુખ્યમંત્રી બનવો જોઈએ તેવીવાત કરી હતી. પાટીદાર મુખ્યમંત્રીની માંગણીને લઈને હવે ગુજરાતમાં આવનાર સમયમાં પટેલ VS. ઓલ એવી પરિસ્થિતિ ઉભી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
CM પદ માટે શંકરસિંહ વાઘેલાનું લીધું નામ
રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ જે.પી. જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ . આ વીડિયોના માધ્યમથી તેમણે જણાવ્યું છે કે રાજપૂત કરણી સેનામાં નરેશ પટેલનાં નિવેદનથી સંતોષ છે. તેઓએ વિડીયોમાં જણાવ્યું છે કે ગુજરાતના વિકાસમાં ક્ષત્રિય સમાજનો સિંહ ફાળો રહેલો છે. આ વીડિયોમાં તેઓએ ક્ષત્રિય સમાજનાં કોઈ રાજકીય આગેવાનને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી છે. તેઓએ આ વીડિયોમાં ક્ષત્રિય સમાજમાંથી મુખ્યમંત્રી પદ માટે દાવેદારોને નામ પણ આપ્યા છે. જે.પી. જાડેજાએ ક્ષત્રિય સમાજમાંથી મુખ્યમંત્રી પદ માટે શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે. જાડેજા સહિતનાં દિગ્ગજ નેતાઓનાં નામનું સૂચન કર્યું છે.
આ પણ વાંચો:કોર્પોરેશનની સામે પડી આમ આદમી પાર્ટી
શું આવનાર ચૂંટણીમાં જાતિવાદી મુદ્દો બનશે હાવિ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓનો બેઠકોનો દોર શરુ થઇ ગયો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થવાનો છે અને તેને લઈને દરેક પાર્ટી આવનારી ચૂંટણીને લઈને ચિંતામાં છે. ત્યારે પાટીદાર સમાજની ખોડલધામ ખાતેની મિટિંગ બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. પાટીદાર સમાજની મુખ્યમંત્રીની માંગણી બાદ હવે બીજા સમાજો પણ પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગણીઓ કરી રહ્યા છે. અગાઉ અલ્પેશ ઠાકોર પણ તેમના સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી માંગણી કરી ચુક્યા છે.
અને આજે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ પણ ક્ષત્રિય સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી છે. ત્યારે બીજી બાજુ દરેક સમાજની આ રીતની માંગણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓમાં પણ ચિતા વધી ગઈ છે. આ બધું જોતા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાના સાચા મુદ્દાને બદલે જાતિવાદનો મુદ્દો વધુ હાવી રહેશે તેવી ગંધ આવી રહી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4