ભક્તિ : નર્મદા મૈયાના તીરે વડોદરા જિલ્લાના કરનાણી ક્ષેત્રમાં આવેલુ કુબેર ભંડારીનું પૌરાણિક મંદિર…દુનિયાના એક માત્ર કુબેરેશ્વર દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ લાગે છે, કુબેર દાદાની અનુપમ શક્તિનો સ્ત્રોત નિરતંર વહેતો રહે છે… ધન પ્રાપ્તિના દેવતા કુબેરેશ્વર દાદા અહીં બિરાજ્યા તે દંતકથા પણ છે રસપ્રદ..
OTT India પર આજે આપણે વાત કરીશુ… કુબેરેશ્વર દાદાની દંતકથા વિશે રસપ્રદ
Ott India
સૃષ્ટિના સંહારક શિવજીએ જેમણે પોતાના સમકક્ષ સ્થાન આપ્યું,
જે ઓળખાય છે ધનના ખજાનચી તરીકે…
દુનિયામાં એકમાત્ર મંદિર છે જેમનું
લંકેશ્વર રાવણના મોટા ભાઈ…
જે મહાદેવના વરદાનથી કુબેર ભંડારીના નામથી પુજાય છે..
કુબેર પ્રજાપતિ બ્રહ્માજીના પ્રપૌત્ર હતા, કુબેર જયેષ્ઠ હોવાથી તેમના દાદાજી પૌલત્સ્યએ તેમણે ગાદીએ બેસાડ્યા.
આ વાત રાવણને ન ગમી, રાવણે વનમાં જઇને કઠોર જપ તપ કર્યું, જે તપથી પ્રસન્ન થઇને શિવજીએ રાવણને પ્રસન્ન થઇને વરદાન આપ્યુ…
મહાદેવનું વરદાન મળવાના કારણે કુબેરને રાવણે પરાસ્ત કરી દીધો… રાવણે કુબેરની સઘળી સંપત્તિ છીનવી લીધી… ભાગતા કુબેરને દેવર્ષિ નારદે કરનાળી તીર્થ જઈ તપ કરવા કહ્યું… કુબેરે પણ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યાં.. ત્યારે કુબેરને શિવજીએ સ્વયં સ્વર્ગનું સઘળું ધન, ઉત્તમ પદ અને દેવોના ખજાનચી કુબેરને બનાવ્યા.. જેથી કુબેર ભંડારી કહેવાયા..
જુઓ વીડિયો:
કુબેરને દેવોના ખજાનચી બનાવ્યા એટલે રાવણ અત્યંત દુખી થયા.. પુષ્પક વિમાન લઈ કુબેરજીની પાછળ ગયા॥..
રાવણથી બચવા કુબેર ભોળાનાથની શરણે ગયા, કુબેરેમાં અંબાજીની આરાધના કરી અને તીર્થક્ષેત્રનું રક્ષણ મેળવ્યું. એટલે જ તો કુબેર ભંડારી મંદિરમાં અંબાજી માતા પણ બિરાજમાન છે…મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે…..
Ott India
ओम त्र्यम्बकं यजामहे सुगंधीम् पुष्टिवर्धनम्
उर्वारूकमिव बंधनान् मृत्योर्मुक्षीय मामृतात्…..
ભગવાન શિવજી તથા માં જગદંબાની અનન્ય કૃપા દ્રષ્ટિથી આજે પણ અહીં પાંચ અમાસ ભરનારની તમામ મનની મુરાદ પુર્ણ થાય છે…. કોઈ પણ મંદિરની પુજામાં કે મહાકાર્યના અંતે અપાતી મંત્રપુષ્પાજંલીમાં અવશ્ય કુબેરનું નામ લેવામાં આવે છે… કુબેરેશ્વર મંદિરની ખુબી ગણો કે દેવી પ્રભાવ ગણો પણ મંદિર પરિસરમાં પ્રવેશતા જ પરમ શાંતિનો અનુભવ થાય છે…..
મંદિર પરિસરમાં આવેલ પીપળાની ફરતે શ્રદ્વાણુઓ પ્રદક્ષિણા કરે છે, કુબેર ભંડારી મંદિરમાં જે શિવલિંગ છે, તેવાં દિવ્ય શિવલિંગ તમે ક્યાંય દર્શન નહી કર્યા હોય…
આ પણ વાંચો: અંબાજી શક્તિપીઠ, જ્યાંના ગર્ભગૃહમાં સ્વયં બિરાજમાન છે મા અંબા…
જ્યારે કુબેરના ભંડારીને શણગાર સજાવવામાં આવે છે ત્યારે તો મનોહર શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.. ત્રેતાયુગ સાથે જોડાયેલા ભવ્ય કુબેર ભંડારી મંદિરના ગુંબજમાં લગાવેલ ઝુમ્મર તેની રોશનીથી પુરા મંદિરને ઝગમગાવે છે. જે પણ ભક્ત મંદિરમાંથી સોપારી, રૂપિયો અને ચોખા પ્રસાદી રૂપે પોતાના ઘરે લઈ જાય તેના અન્નના અને ધનના ભંડાર ભગવાન ભરપુર રાખે છે.. આજે પણ કોઈ ભક્ત કુબેર દાદાની 5 અમાસ સાત્વિકતાપૂર્વક અને અતૂટ શ્રદ્ધાથી ભરે તેની તમામ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે..
Ott India
મંદિર પરિસરમાં જ નર્મદેશ્વર મહાદેવ, રણછોડરાયજી અને સંકટ મોચન હનુમાનજીના પણ દર્શનનો લ્હાવો યાત્રાળુઓને મળે છે.. મંદિરમાં યજ્ઞમાટે યજ્ઞ કુંડ પણ બનાવવામાં આવ્યો છે, કુબેરશ્વર દાદાના શરણે આવતા દર્શનાર્થી માટે મંદિર દ્વારા ભંડારો ચલાવવામાં આવે છે..
રેવાના તટ ઉપર અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. કુબેરેશ્વર દાદા પર ભાવિક ભક્તોની અતૂટ શ્રદ્ધાના કારણે દાદાના દર્શન કરવા માટે જાણે ભક્તોની લાંબી ભીડ જોવા મળે છે.
ભક્તોમાં માન્યતા છે કે, કોઈ પણ ભક્તજનને ધનની ખોટ હોય તે દુનિયાના એક માત્ર કુબેરેશ્વર દાદાના દર્શન કરીને શીશ નમાવે તો તેના તમામ દુખો દુર થઇ જાય છે. ધનના દેવતા કુબેર ભંડારીના દર્શને……
આવા જ ભક્તિમય મંદિરો વિશે જાણવા માટે જોતા રહો OTT
આ પણ વાંચો: ગુજરાતમાં આવેલુ બળિયાદેવનું સૌથી મોટું મંદિર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4